________________
આમ, પ્રણીતાહાર વિરતિ રૂપ સમિતિના પ્રકાશમાં સમ્યક પ્રવૃત્તિ કરવાથી સાધકનો અંતરાત્મા બ્રહ્મચર્યના પ્રકાશથી ઝગમગી ઊઠે છે. સ્વાદને જીતનાર અને મર્યાદિત-ભોજી સાધુ જ બ્રહ્મચર્યનો આરાધક થઈ શકે છે. ભોજનના પરિમાણને બતાવતાં કહ્યું છે -
अद्धभसणस्स सव्वंजणस्स कुज्जा दगस्स दो भागे। ...
वाउ पवियारणट्ठा छन्भायं ऊणगं - कुज्जा ॥ ભૂખનો અડધો ભાગ (હિસ્સો) વ્યંજન સહિત આહારથી કરવો જોઈએ. એક તૃતીયાંશ ભાગ પાણીથી ભરવો જોઈએ અને ષષ્ઠમાંશ (છઠ્ઠો) ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો જોઈએ.
(૫) સ્ત્રી સંસક્ત નિવાસ ત્યાગ સમિતિ ભાવના : બ્રહ્મચારી સાધકે એવા સ્થાન પર રહેવું જોઈએ જ્યાં એના બ્રહ્મચર્યને કોઈ ખતરો ન હોય. વ્યક્તિના માનસ પર આસપાસના વાતાવરણનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેથી સાધુએ પોતાના નિવાસ હેતુ એવું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ, જ્યાં સ્ત્રીઓનો સંસર્ગ ન હોય. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સાધુએ એવા સ્થાન પર ન રહેવું જોઈએ જ્યાં સ્ત્રીઓ ઊંઘતી હોય, બેસતી હોય, ઘરના દરવાજાથી વારંવાર દૃષ્ટિ પડતી હોય, એવું ઊંચું સ્થાન જ્યાંથી ખૂબ દૂર સુધી ગૃહસ્થના ઘરની ચીજો કે સાંસારિક પ્રવૃત્તિઓ જોવા મળતી હોય, ઘરનો પાછળનો ભાગ જ્યાંથી સ્ત્રીઓ પર દૃષ્ટિ પડતી હોય. સ્નાનઘર, શૃંગારઘર વગેરે સ્ત્રીઓના અવરજવરના સ્થાને, વેશ્યાઓના સ્થાને (સ્થળે), વેશ્યાઓનો મહોલ્લો અને સ્ત્રીઓના આમોદ-પ્રમોદના સ્થાને એમને બ્રહ્મચર્યના વિઘાતક માનીને સાધુ એવાં સ્થાનોએ ન રહે. એવાં સ્થાનોમાં રહેવાથી બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે, એનું ખંડન થઈ શકે છે અને તે કેવળી ધર્મથી ભ્રષ્ટ થઈ શકે છે.
તેથી સ્ત્રી સંસક્ત સ્થાનના ત્યાગના પ્રકાશમાં સાધુ પોતાના અંતરાત્માને બ્રહ્મચર્યની ભાવનાથી સંસ્કારિત કરી લે છે. તે બ્રહ્મચર્યમાં લીન થઈ જાય છે અને વિષયવાસનાના નિર્જન (ભયાનક) વનમાં નથી ભટકતો.
ઉક્ત રીતિથી શાસ્ત્રકારોએ બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ બતાવી છે.
“દિગંબર આમ્નાય”ના “અણગાર ધર્મામૃત'માં પાંચ ભાવનાઓનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે - (૧) સ્ત્રી રાગ કથા શ્રવણ, (૨) એનાં મનોહર અંગોનું નિરીક્ષણ, (૩) પૂર્વમુક્ત ભોગોનું સ્મરણ, (૪) કામોદ્દીપક ભોજન અને (૫) શરીર સંસ્કાર.
આ પાંચેયના ત્યાગ રૂ૫ ભાવનાથી બ્રહ્મચર્યને સ્થિર કરવું જોઈએ. ત્યાં કહેવામાં આવ્યું છે કે - - “હે સાધો ! જો તું સ્ત્રીમાં રાગ ઉત્પન્ન કરનારી અથવા સ્ત્રીથી રાગપૂર્વક કરવામાં આવતી કથાને સાંભળવામાં બહેરો છે, જો તું એના મુખ, સ્તન વગેરે મનોહર અંગોને જોવામાં આંધળો છે, જો તું પહેલાં ભોગવેલી સ્ત્રીના સ્મરણ કરવામાં અસંજ્ઞી છે, જો તું વીર્યવર્ધક ઇચ્છિત (૮૬૦)
છે આજે જિણધો]