________________
(૫) સ્ત્રીઓના શબ્દ-ગીત વગેરે સાંભળવાં : જેમ મેઘની ગર્જના સાંભળવાથી મોરનું મન ડોલી ઊઠે છે, એ જ રીતે પડદો, દીવાલ વગેરેની બીજી તરફ ક્રીડા કરનારા દંપતીના શબ્દ, હાસ્ય-વિનોદ વગેરેને સાંભળવાથી બ્રહ્મચારીનું મન ડોલી ઊઠે છે. તેથી સ્ત્રીઓના કૂજિત, રુદિત, ગીત અને હાસ્ય વગેરેને ન સાંભળવાં જોઈએ.
(૬) ભુક્ત ભોગોનું સ્મરણ ઃ એક વૃદ્ધાના ઘરની છાશ પીને કેટલાક મુસાફરો છ મહિના પછી ફરી એ જ વૃદ્ધાના ઘેર પાછા આવ્યા. ત્યારે વૃદ્ધાએ કહ્યું : “હું તમને જીવતાં જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ છું. કારણ કે તમારા ગયા પછી છાશના હાંડિયામાંથી સાપ નીકળ્યો હતો.’’ એ શબ્દો સાંભળતાં જ તે મુસાફરો મૃત્યુ પામ્યા. આ જ રીતે પૂર્વ ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીની સાથે કરવામાં આવેલા ભોગ-વિલાસોનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્યનો વિનાશ થાય છે. તેથી ભુક્ત ભોગોનું સ્મરણ ન કરવું જોઈએ.
(૭) સરસ ભક્ત પાન ઃ જેમ સન્નિપાતના રોગીને દૂધ-સાકર ભેળવી આપવું ઘાતક થાય છે, એ જ રીતે હંમેશાં સરસ, પૌષ્ટિક, કામોત્તેજક ભોજન કરવું પણ બ્રહ્મચારી માટે ઘાતક થાય છે. તેથી સરસ ભક્ત પાનનો ત્યાગ કરવો જોઈએ.
(૮) અતિમાત્રામાં ભક્તપાન : જેમ શેરના હાંડિયામાં સવા શેર ખીચડી વગે૨ે બનાવવાથી હાંડિયો ફૂટી જાય છે, એ જ રીતે મર્યાદાથી વધુ આહાર કરવાથી રોગની વૃદ્ધિ થાય છે અને વિકારની વૃદ્ધિ થવાથી બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે. તેથી બ્રહ્મચારીએ પ્રમાણોપેત આહાર કરવો જોઈએ. હંમેશાં ભૂખથી ઓછો આહાર (ખોરાક) લેવો જોઈએ. વાયુસંચાર માટે ભૂખ(પેટ)નો છઠ્ઠો ભાગ હંમેશાં ખાલી રાખવો જોઈએ. એનાથી બ્રહ્મચર્યના પાલનમાં સુવિધા થાય છે.
(૯) શરીર શૃંગારનો પરિહાર : જેમ દરિદ્ર(ગરીબ)ની પાસે, ચિંતામણિ રત્ન નથી રહેતું, એમ સ્નાન, મર્દન, શૃંગાર વગેરે કરીને શરીરને સજાવનારનું બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે. શરીરની વિભૂષા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યની સાધના નથી કરી શકતી અને તે ચીકણાં કર્મોનું બંધન કરતાં-કરતાં સંસારસાગરમાં એવો ડૂબે છે કે પછી નીકળવું એના માટે મુશ્કેલ થઈ જાય છે. કહ્યું છે -
विभूसा वत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । સંસાર-મારે વોરે, जेणं पडइ दुरुत्तरे ॥
વૈદિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે -
દશવૈકા. અ-૬, ગા-૬૬
सुखं शय्या, सूक्ष्म वस्त्र, ताम्बूलं स्नान भंजनं । दन्तकाष्ठं सुगन्धं च ब्रह्मचर्यस्य दूषणम् ॥
કોમળ શય્યા ઉપર ઊંઘવું, બારીક વસ્ત્રો પહેરવાં, પાન ખાવું, સ્નાન કરવું, અંજન (કાજળ) લગાવવું, દાતણ કરવું, સુગંધિત પદાર્થોનું લેપન કરવું, એ બધાં જ બ્રહ્મચર્યને દૂષિત કરે છે.
૮૬૨
જિણઘો