________________
સૂક્ષ્મ અથવા ધૂળ, સચિત્ત અથવા અચિત્ત - કોઈપણ પરિગ્રહનું ગ્રહણ હું સ્વયં કરીશ નહિ. બીજાથી પરિગ્રહનું ગ્રહણ કરીશ નહિ અને પરિગ્રહના ગ્રહણ કરનારાઓનું અનુમોદન નહિ કરું. યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી-મનથી, વચનથી, કાયાથી ગ્રહણ નહિ કરું, ન કરાવીશ અને કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. ભંતે! અતીતના પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનું વ્યુત્સર્ગ કરું છું.”
આ મહાપ્રતિજ્ઞામાં અણગાર સાધક બધા પ્રકારના પરિગ્રહના પ્રત્યાખ્યાન કરે છે. ભલે તે પરિગ્રહ મૂલ્ય અને પ્રમાણમાં થોડું અથવા વધુ હોય, તે સૂકમ હોય અથવા સ્કૂળ હોય, તે સજીવ હોય અથવા નિર્જીવ હોય. ભલે તે સાધક ગામમાં રહે અથવા નગરમાં, જંગલમાં રહે. ક્યાંય પણ રહેવા છતાં તે કોઈપણ પ્રકારના પરિગ્રહને ન તો સ્વયં ગ્રહણ કરે છે, ન બીજાને ગ્રહણ કરાવે છે, અને ગ્રહણ કરેલાને અનુમોદન પણ કરતો નથી. આ પ્રકારે ત્રણ કરણ, ત્રણ યોગથી તે પરિગ્રહનું સર્વથા પ્રત્યાખ્યાન કરે છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે નિગ્રંથ શ્રમણને પણ જીવનોપયોગી તથા સંયમોપયોગી પદાર્થોને ગ્રહણ કરવા પડે છે, તો તે પૂર્ણતયા પરિગ્રહનો ત્યાગી કેવી રીતે થઈ શકે છે? જીવનનિર્વાહ હેતુ તેને આહાર, પાણી તથા સંયમનિર્વાહ હેતુ વસ્ત્ર-પાત્ર-રજોહરણ વગેરે ઉપકરણ લેવા પડે છે, તો તે પૂર્ણતયા અપરિગ્રહી કેવી રીતે કહી શકાય?
આ પ્રશ્નનું સમાધાન દ્વિતીય આસ્રવ દ્વારા અવ્રતમાં પરિગ્રહની પરિભાષાના પ્રસંગ પર આપવામાં આવ્યો છે તથાપિ તેને આગમિક આધારથી અહીં સ્પષ્ટ કરી દેવો ઉપયુક્ત રહેશે.
આગમોક્ત પરિભાષા અનુસાર મૂચ્છ પરિગ્રહ છે, ન કે પદાર્થ. જિનદાસ મહત્તરની ચૂર્ણિમાં પણ કહેવાયું છે કે -
"सो य परिग्गहो चेयणाचेयणेसु दव्वेसु मुच्छा निमित्तो भवइ ।" અર્થાત્ ચેતન-અચેતન પદાર્થોમાં મૂચ્છ ભાવને પરિગ્રહ કહે છે.
શ્રમણ નિગ્રંથ જે વસ્ત્ર, પાત્રાદિ રાખે છે તે સંયમની સાધનામાં ઉપયોગી હોવાથી રાખે છે, મમત્વના કારણે રાખતા નથી. તેથી તે પરિગ્રહની પરિભાષામાં આવતું નથી. કેટલીક વ્યક્તિ ઘરબાર, જમીન-જાયદાદ, કુટુંબ-કબીલા વગેરે છોડીને એકાંત જંગલમાં જઈ બેસે છે. તેમની પાસે બાહ્ય વસ્તુના નામ પર એક લંગોટી પણ મુશ્કેલીથી હોય છે, પરંતુ જો તેમના અંતરમાં પરિગ્રહની ધમાચકડી મચી રહેતી હોય, ત્યાં પણ તેના મનમાં વિવિધ સાંસારિક વસ્તુઓને ગ્રહણ કરવાની પ્રબળ લાલસા ઊઠતી રહેતી હોય, તે મનમાં ને મનમાં તે મનોજ્ઞ વસ્તુઓને પામવા માટે લાલયિત રહેતા હોય, દેવી-દેવોની સ્તુતિ, જાપ, માનતા વગેરે કરતા રહેતા હોય તો સ્થૂળ દૃષ્ટિથી જોવાથી તે લગભગ અપરિગ્રહ જેવા લાગશે, પરંતુ લાલસાઓ અને મમત્વના ભાવના કારણે તે કદાપિ અપરિગ્રહી માની શકાતા નથી. કહેવાયું છે કે -
वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुजंति, न से चाइत्ति वुच्चई ॥
- દ. અ-૨, ગા.-૨ (૮૪) 0 0 0 0 0 0 જિણધમો)