________________
પાંચ અતિચાર
સ્વદાર-સંતોષ વ્રતનું પાલન કરનાર ગૃહસ્થે પાંચ અતિચારોથી બચવું આવશ્યક છે. ‘આવશ્યક સૂત્ર'માં કહ્યું છે
"सदार संतोसिए पंच अइयारा जाणिजव्वा न समायरिव्वा तंजहा - इत्तरिय परिग्गहिया गमणे, अपरिग्गहियागमणे, अनंग क्रीडा, परविवाह करणे, कामभोग तिव्वाभिलासे ।”
સ્વદાર-સંતોષ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે :
(૧) ઇત્વરિકા પરિગૃહીતા ગમન, (૨) અપરિગૃહીતા ગમન, (૩) અનંગ ક્રીડા, (૪) પરિવવાહકરણ અને (૫) કામભોગની તીવ્ર અભિલાષા.
(૧) ઇત્વરિકા પરિગૃહીતા ગમન : થોડા સમય માટે પૈસા આપીને કે બીજી કોઈ રીતે પોતાના ત્યાં રાખેલી સ્ત્રીથી ગમન કરવું ઇત્વરિકા પરિગૃહીતા ગમન છે. અનેક લોકો આ વ્રત લઈને પણ આ શક્યતા બતાવવા લાગે છે કે અમે સ્વદારનો આગાર રાખ્યો છે, તેથી જો કોઈ સ્ત્રીને થોડા સમયને માટે રૂપિયા-પૈસા આપીને કે અન્ય કોઈ પ્રકારે પોતાની બનાવી લેવામાં આવે અને એની સાથે સ્વપત્નીની જેમ વ્યવહાર કરવામાં આવે, ગમન કરવામાં આવે તો શું દોષ છે ? એ લોકોનું આ વિચારવું ભ્રમપૂર્ણ છે. શાસ્ત્રકારે ‘સ્વદાર’ એને કહ્યો છે જે વિધિવત્ પંચો કે સમાજની સમક્ષ પાણિગૃહીતા છે. કોઈ પ્રલોભન કે ભય દ્વારા અથવા અન્ય રીતે થોડા સમય માટે પોતાની બનાવી લેવાથી તે સ્ત્રી વિધિવત્ વિવાહિતા પત્ની નથી થઈ જતી. તેથી એવી ઇત્વર-પરિગૃહીતાની સાથે સહવાસ કરવા માટે તૈયાર થઈ જવું અતિચાર છે, પણ એની સામે મૈથુન સેવન કરી લેવું અનાચાર છે.
આનો એક અર્થ એ પણ થાય છે કે જે ઇત્વરિકા એટલે કે અલ્પવયસ્ક પાણિગૃહીતા પત્ની છે, જે હજુ બાળકી છે, સંભોગ યોગ્ય નથી, એની સાથે સહવાસ કરવા માટે તૈયાર થવું અતિચાર છે. કારણ કે એવું કાર્ય બળપૂર્વક કરવામાં આવે છે. બાલવિવાહના કારણે એવો પ્રસંગ આવે છે.
(૨) અપરિગૃહીતા ગમન ઃ જે કોઈની પત્ની ન હોય તેને અપરિગૃહીતા માનવામાં આવે છે. વેશ્યા, વિધવા, પરિત્યક્તા, કુમારિકા વગેરે જે વર્તમાનમાં કોઈની પત્ની નથી, એમની સાથે ગમન કરવું અપરિગૃહીતા ગમન નામનો અતિચાર છે. કેટલાક લોકો પરદાર વિરમણનો અર્થ એ લગાવે છે કે - જે બીજાની વિવાહિત પત્ની છે, એનાથી નિવૃત્ત થવું.’ પરંતુ પૂર્વોક્ત વેશ્યા વગેરે વર્તમાનમાં કોઈ પત્ની નથી, કોઈના દ્વારા પરિગૃહીત નથી, તેથી એમની સાથે ગમન કરવામાં આવે તો શું આપત્તિ છે ?' એમની આ માન્યતા મિથ્યા છે, કારણ કે પરસ્ત્રીત્યાગમાં એ બધી સ્ત્રીઓનો ત્યાગ થઈ જાય છે, જે વિધિવત્ એની સાથે વિવાહિત ન હોય. આ ભ્રમના વશીભૂત થઈને વેશ્યા વગેરે સાથે ગમન કરવાનો
૭૦૦
જિણધો