________________
અગ્નિ(તેજસ્કાય)ને સૂત્રકારે દીર્ઘલોક શસ્ત્ર કહ્યું છે. તે પ્રેક્ષાપૂર્વક જ કહ્યો છે, નિરતિપ્રાય નહિ. કારણ કે તે અગ્નિ (તેજ) ઉત્પન્ન થાય છે, સળગતી દરેક પ્રાણીઓના ઘાત માટે પ્રવર્તિન થાય છે. | વનસ્પતિ કાયના દાહ સાથે તો આ અગ્નિ અન્ય જીવો માટે વિશેષ રૂપથી દાહકારી હોય છે. કારણ કે વનસ્પતિના આશ્રિત કૃમિ, પિપીલિકા ભ્રમર, કપોત, શ્વાપદ વગેરે અનેક જીવ રહે છે. પૃથ્વી પણ વૃક્ષની કોટરમાં હોવું સંભવ છે. પાણી પણ ઓસ રૂપમાં હોઈ શકે છે. કેટલાક ચંચળ કોમળ નવાં પત્તાની પાસે વાયુ પણ હોય છે. આમ, અગ્નિનો સમારંભ કરનાર પકાયિક જીવોની હિંસા કરે છે.
આ વાતને સૂચિત કરવા માટે “અગ્નિ' (તેજસ્કાય) શબ્દનો પ્રયોગ ન કરીને દીર્ઘલોક શસ્ત્ર શબ્દ’નું ગ્રહણ કરવામાં આવ્યું છે.
કહ્યું પણ છે - અગ્નિ(તેજસ્કાય)ને સળગાવવાની ઈચ્છા ન કરો. કારણ કે એનાથી વધીને તીક્ષ્ણ તથા દુરાશ્રય શસ્ત્ર કોઈપણ નથી. આ જ્યારે પ્રજ્વલિત થાય છે તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો, દિશા, અનુદિશામાં નિવાસ કરેલા પ્રાણીઓ માટે આઘાતકારી હોય છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. તેથી સંયતિ પુરુષ આનો આરંભ ન કરવો જોઈએ.
આગળ ટીકાકારે લખ્યું છે -
.... अतो दीर्घलोकः पृथिव्यादिस्तस्य शस्त्र अग्निकायस्तस्य 'क्षेत्रज्ञो' निपुणः अग्निकायं वर्णादितो जानातित्यर्थः "खेदज्ञो-वा" खेदः तद् व्यापारः सर्वसत्वानां दहनात्मकः पाकाद्यनेकशक्तिकलापोपचितः प्रवरमणिरिव जाज्वल्यमानो लब्धाग्निव्यपदेशः यतीनाममनारम्भणीयाः, तमेवंविधं खेदम्-अग्नि व्यापारं जानातीति खेदज्ञः, अतो य एव दीर्घलोक शस्त्रस्य खेदज्ञः स एव 'अशस्त्रस्य' सप्तदश-भेदस्य संयमस्य खेदज्ञः, संयमो हि न कंचिज्जीवं व्यापादयति अतो शस्त्रम् एवमनेन संयमेन सर्वसत्वाभयप्रदायिना अनुष्ठीयमानेनाग्निजीवविषयः समारम्भश्शक्यः परिहर्तु पृथिव्यादिकाय समारम्भश्चेत्येवमसौ संयमे निपुणमतिर्भवति, ततश्च निपुणमतित्वाद्विदितपरमार्थोग्नि समारम्भाद्वयावृत्य संयमानुष्ठाने प्रवर्तते । ___ इदानीं गत-प्रत्यागतलक्षणेनाविनाभावित्व प्रदर्शनार्थ विपर्ययेण सूत्रावयव परामर्श करोति ।
जे असत्यस्सेत्यादि, यश्चाशस्त्रे-संयमे निपुणः स खलु दीर्घलोकशस्त्रस्य अग्नेः क्षेत्रज्ञः खेदज्ञो वा, संयमपूर्वकं-ह्यग्निविषयखेदज्ञत्वम्, अग्निविषयखेदज्ञतापूर्वक च संयमानुष्ठानम् अन्यथा तदसम्भव एवेत्येतद्गत-प्रत्यागतफलमाविर्भावितं भवति।
તેથી જે દીર્ઘલોક પૃથ્વી વગેરેના શસ્ત્ર અગ્નિ(તેજસ્કાય)ને જાણે છે - “ક્ષેત્રજ્ઞ છે તે અગ્નિના વર્ણ વગેરેને જાણે છે. અથવા તે ખેદજ્ઞ' હોય છે. અગ્નિના કાર્યદહન, પાચન વગેરે અનેક પ્રકારનાં છે. પ્રવર મણિની જેમ તે જાજ્વલ્યમાન થાય છે. તેથી, સંયતિને ( અહિંસા મહાવ્રત તે જ
૮૨૯)