________________
જોઈએ. વિનય પણ ધર્મ છે અને તપ પણ ધર્મ છે. આમ, સાધર્મીઓની પ્રત્યે વિનય-વ્યવહાર કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે.
ઉક્ત રીતિથી દત્તાનુજ્ઞાત રૂપ સંવર દ્વાર, ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત છે અને પ્રશસ્ત મંગલમય છે. અચૌર્ચ મહાવ્રતના ભંગઃ
પૂર્વોક્ત અલ્પ, બહુ, અણુ, ધૂળ, સચિત્ત અને અચિત્ત - આ છ પ્રકારના પદાર્થોને નવ કોટિથી (મન-વચન-કાયાકૃત-કારિત-અનુમત)થી ગુણ્યા કરવાથી ૬૪૯=૫૪ ભંગ થાય છે. એમને દિવસ, રાત, એકલામાં, સમૂહમાં, ઊંઘતા-જાગતાં આ છ વિકલ્પોથી ગુણ્યા કરવાથી પ૪૪૬=૩૨૪ ભંગ ત્રીજા મહાવ્રતના થાય છે.
આમ, સર્વથા અદત્તાદાન વિરતિ રૂપ અચૌર્ય મહાવ્રતનો આરાધક શ્રમણ-નિગ્રંથ આત્મ કલ્યાણના માર્ગ ઉપર ઉત્તરોત્તર આગળ વધતો રહે છે અને પોતાના પરમ પુરુષાર્થ સિદ્ધ કરી લે છે.
KCC
(બ્રહ્મચર્ય મહાવત)
જેને શ્રમણ નિગ્રંથની ચોથી મહાપ્રતિજ્ઞા - “બ્રામો મેમો વેરા' બધા પ્રકારના અશીલ અને કુશીલથી નિવૃત્ત થઈને અખંડ બ્રહ્મચર્ય મહાવ્રતનો અંગીકાર કરવો છે. આધ્યાત્મિક વિકાસ માટે બ્રહ્મચર્ય મહાવ્રતનો મહિમા અને ગરિમાના વિષયમાં ચતુર્થ અણુવ્રતના પ્રકરણમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવે છે. એની પુનરાવૃત્તિ ન કરતાં અહીં એટલો જ ઉલ્લેખ કરવો પર્યાપ્ત હશે કે બ્રહ્મચર્યની આરાધના કરવાથી બધાં વ્રતનિયમ-જપ-તપ વગેરે આરાધિત હોય છે અને એના ખંડનથી બધાં વ્રત વગેરે ખંડિત થઈ જાય છે. જેમ કે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં કહ્યું છે -
जम्मि य भग्गम्मि होइ सहसा सव्वं संभग्गमद्दिय-मत्थिय-चुन्निय-कुसल्लियपव्वय-पडिय-खंडिय-परिसडिय विणासियं विणय सील तव नियम गुण समूह तं बंभं भगवंतं गहगण नक्खत्त तारगाणं वा जहा उड्डपती...एवमणेग गुणा अहीणाभंवंति एक्कम्मि बंभचेरे । जंमि य आराहियम्मि आराहियं वयमिणं सव्वं सीलं तवो य, विणओ य संजमो य, खंती, गुत्ती, मुत्ती तहेव इहलोइय-पारलोइय जसे य, कित्ती य, पव्वओ य । तम्हा निहुएण बंभचेरं चरियव्वं सव्वओ विसुद्धं વિશ્વવા, નાવ સેટ્ટિ સંન ત્તિ / - પ્રશ્ન વ્યાકરણ, ચતુર્થ સંવર દ્વાર
બ્રહ્મચર્ય વ્રતનાં ભંગ થવાથી વિનય, શીલ, તપ વગેરે બધા ગુણ-સમૂહ માટીના ઘડાની સમાન એકદમ નષ્ટ થઈ જાય છે. દહીંના સમાન મર્દિત થઈ જાય છે, ચણાના સમાન પીસાઈ જાય છે, બાણથી વિધાયેલા શરીરના સમાન વીંધાઈ જાય છે, મહેલના શિખરથી પડેલા (૮૫૪
જિણધમો)