________________
एकतश्चतुरो वेदा ब्रह्मचर्य च एकतः ।
एकतः सर्वपापानि मद्यं मांसं च एकतः ॥ ત્રાજવાના એક પલ્લામાં ચારેય વેદ રાખવામાં આવે અને બીજામાં બ્રહ્મચર્ય રાખવામાં આવે, એક તરફ બધાં પાપો રાખવામાં આવે અને બીજી તરફ મઘમાંસજન્ય પાપને રાખવામાં આવે તો પુણ્યમાં બ્રહ્મચર્યનું પલ્લું જ ભારે રહેશે અને બીજામાં પાપમાં મધ-માંસનું પાપ ભારે રહેશે. તાત્પર્ય એ છે કે ચાર વેદોમાંથી બ્રહ્મચર્યનું મહત્ત્વ વધુ છે. બ્રહ્મચર્યનો અર્થ :
બ્રહ્મચર્ય' શબ્દમાં બે પદ છે - બ્રહ્મ અને ચર્ય. આનો સ્પષ્ટ અર્થ છે - “બ્રહ્મમાં વિચરણ કરવું.” બ્રહ્મનો અર્થ છે - આત્મા, પરમાત્મા, વિદ્યાધ્યયન, સેવા અને યોગ સાધના વગેરે. માત્ર વીર્યરક્ષા કે જનનેન્દ્રિય સંયમ બ્રહ્મચર્યનો અપૂર્ણ અર્થ છે - ઇન્દ્રિય વિષયો અને કામવાસનાઓને ઉત્તેજિત કરનારાં જેટલાં પણ કારણ છે, એમનાથી દૂર રહેવું બ્રહ્મચર્યનું નિષેધાત્મક રૂપ છે. બ્રહ્મચર્યનું વિધેયાત્મક રૂપ છે - આત્મા કે પરમાત્માની ઉપાસનામાં લાગવું. આ બંને વિધિ-નિષેધાત્મક રૂપોથી બ્રહ્મચર્યના બાહ્ય અને આત્યંતર એમ બે-બે ભેદ થઈ જાય છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે છે ત્યારે વિધેયાત્મક આત્યંતર બ્રહ્મચર્ય થાય છે. રાગદ્વેષથી રહિત હોવું, વિષયોની આસક્તિથી દૂર રહેવું, કષાય, મોહ, અજ્ઞાન, કામવાસના વગેરે આત્મ વિરોધી તત્ત્વોથી દૂર રહેવું નિષેધાત્મક આત્યંતર બ્રહ્મચર્ય છે. વીર્યરક્ષા કરવી, જનનેન્દ્રિયનો સંયમ કરવો, બ્રહ્મચર્યનું વિધેયાત્મક રૂપ છે
स्मरणं कीर्तनं केलि प्रेक्षणं गुह्यभाषणम् । संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च ॥
एतन्मैथुनमष्टांगं प्रवदन्ति मनीषिणः ॥ મૈથનનું સેવન ન કરવું, મૈથુનનાં આઠ અંગોથી દૂર રહેવું કામોત્તેજક ખાન-પાન, રહેણીકરણી, વેશભૂષા વગેરે તથા અશ્લીલ દ્રવ્ય, શ્રાવ્ય, સ્પૃશ્ય, ખાદ્ય, પાઠ્ય, લેખ વગેરે તમામ વાતોથી દૂર રહેવું નિષેધાત્મક રૂપથી બ્રહ્મચર્ય છે.
સાધુજીવનમાં આ બંને રૂપોનું મન, વચન, કાયાથી તથા કૃત-કારિત અને અનુમોદિત રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવું જ બ્રહ્મચર્યનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. બ્રહ્મચર્યની પુષ્ટિ હેતુ પાંચ ભાવનાઓ:
જૈન શ્રમણ-શ્રમણી માટે બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા અનિવાર્ય છે. અન્ય વ્રતોમાં અપવાદ કે છૂટ છે, પરંતુ આ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ કે છૂટ નથી. જેમ કે કહ્યું છે -
न वि किंचि अणुण्णायं न निसिद्धं जिण-वरिंदेहिं ।
_ भोत्तूण मेहुणभावं, (जम्हा) न तं विणा रागदोसेहि ॥ જિનેશ્વર દેવોએ મૈથુન ભાવને છોડીને અન્ય કોઈ વાતની ન તો એકાંતતઃ આજ્ઞા જ આપી છે અને ન નિષેધ જ કર્યો છે. અર્થાત્ મૈથુનસેવનનો તો એકાંતતઃ નિષેધ છે, કારણ કે મૈથુનસેવન રાગ ભાવ વિના નથી થતો. (૮૫) છે , જે છે તે છે , જે જિણઘો]