________________
શાસ્ત્રકારે ત્યાં સુધી કહ્યું છે કે – “પ્રાણ ત્યાગ સ્વીકાર કરી લે, પરંતુ બ્રહ્મચર્ય વ્રત ખંડિત ન કર.” જ્યારે બ્રહ્મચર્યની રક્ષા પણ પ્રાણથી કરવી સાધુ માટે અનિવાર્ય છે, તો સાધકે એ જોવું પડશે કે અબ્રહ્મચર્યનાં સ્થાનો કયાં-કયાં છે? અથવા બ્રહ્મચર્યનાં વિઘાતક તત્ત્વોના મોરચા કયા-કયા છે? કામનો ચક્રવ્યુહ ક્યાં-ક્યાં અને કઈ-કઈ રીતે સાધકને ફસાવી લે છે? એમનાથી કેવી રીતે બચવું જોઈએ? આ પ્રશ્નોના જવાબમાં અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે શાસ્ત્રકારોએ પાંચ ભાવનાઓનું પ્રરૂપણ કર્યું છે. એ પાંચ ભાવનાઓ સાધકને અબ્રહ્મચર્યના અડ્ડાઓની કે બ્રહ્મચર્ય વિઘાતક મોરચાની જાણકારી આપીને એમનાથી બચવાનો વારંવાર અભ્યાસ કરવાનો સંકેત આપે છે. એ પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે:
(૧) સ્ત્રી કથા વિરતિ સમિતિ ભાવના, (૨) સ્ત્રી રૂપ વિરતિ સમિતિ ભાવના, (૩) પૂર્વરત વગેરે સ્મરણ ત્યાગ સમિતિ ભાવના, (૪) પ્રણીત સ્નિગ્ધ ભોજન વિવર્જન સમિતિ ભાવના અને (૫) સ્ત્રી સંસક્ત નિવાસ ત્યાગ સમિતિ ભાવના.
(૧) સ્ત્રી કથા વિરતિ ભાવના બ્રહ્મચર્યની સાધના અને આરાધના કરનાર સાધકે સ્ત્રીમાં રાગ ઉત્પન્ન કરનારી કથા ન કરવી જોઈએ, અથવા સ્ત્રીઓથી રાગપૂર્વક વાર્તાલાપ ન કરવો જોઈએ. બ્રહ્મચર્ય વિઘાતક તત્ત્વોનો એક મોરચો છે. સ્ત્રી સંબંધી વર્ણન કે સ્ત્રીઓની રાગપૂર્વક વાર્તાલાપ. બ્રહ્મચર્યના ઉપાસકે એનાથી દૂર રહેવું જોઈએ. સાધુનો ઉપદેશ બધા માટે છે, પરંતુ સાધુ કામ કે મોહથી પ્રેરિત થઈને પોતાનો ઉપદેશ માત્ર સ્ત્રીઓની વચ્ચે બેસીને ન કરવા લાગે, વૈરાગ્યના ઉપદેશના સ્થાન પર કામવર્ધક વિચિત્ર વાતો ન સાંભળવા લાગે, સ્ત્રીઓના હાવ-ભાવ કે વિલાસથી યુક્ત વાર્તાઓ ન કહી બેસે, સ્ત્રીઓના મધુર, હાસ્યરસ કે શૃંગારરસની લૌકિક ઘટનાઓ ન કહેવા લાગે, મોહજનક વાતો ન બતાવવા લાગે, નવવિવાહિત વરવધૂનાં ચરિત્ર તથા વિવાહની ચર્ચા ન કરી બેસે, સ્ત્રીઓના સૌભાગ્યદુર્ભાગ્યની ભવિષ્યવાણી ન કરે અથવા સ્ત્રીઓના આલિંગન-ચુંબન વગેરેનું વર્ણન ન કરવા લાગે, વિભિન્ન વેશભૂષા કે રૂપ વગેરેનું વર્ણન ન કરે. આ દૃષ્ટિએ સ્ત્રી કથા વિરતિને બ્રહ્મચર્ય વ્રતની પ્રથમ ભાવનાના રૂપમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉક્ત પ્રકારની કે અન્ય પણ સ્ત્રીઓના શૃંગાર વગેરેથી સંબંધિત કામવર્ધક તથા તપ-સંયમ બ્રહ્મચર્યની વિઘાતક કથાઓ સાધુને ન તો કહેવી જોઈએ અને ન સાંભળવી જોઈએ. કામવર્ધક કથાઓ કરવામાં સાધુનું મન ચંચળ થઈ ઊઠે છે અને એના સંયમનું ખંડન થઈ જાય છે. જેમ કે “આચારાંગ સૂત્રમાં કહ્યું છે - ___“इत्थीणं कहं कहेमाणे संतिभेया संति विभंगा संति केवलिपण्णत्ताओ થમાનો '
સ્ત્રીઓની કથા કરનારા નિગ્રંથની શાંતિભંગ થઈ જાય છે, ચારિત્ર અને બ્રહ્મચર્યનું ખંડન થઈ જાય છે અને શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી તે ભ્રષ્ટ પણ થઈ જાય છે. તેથી સાધુને બ્રહ્મચર્ય મહાવ્રત છે,
૮૫૦),