________________
ત્રસકાચની હિંસાનો પરિહાર : સંયત-વિરત-પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં - જીવન જંતુ, કુંથુ કે પિપીલિકા, હાથ, પગ, ખભા, ઉરુ, ઉદર, માથું, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ગોચ્છગ, ન્દિક (સ્પંડિલ પાત્ર), દંડક, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક તથા એ જ પ્રકારના કોઈ અન્ય ઉપકરણ ઉપર ચડી જાય તો સાવધાનીપૂર્વક ધીમે-ધીમે પ્રતિલેખન કરી, પ્રમાર્જન કરી એમને ત્યાંથી હટાવીને એકાંતમાં રાખી દે, પરંતુ એમનો સંઘાત ન કરે - પરસ્પર એકબીજા પ્રાણીને પીડા પહોંચે એવું ન કરે.
આમ, અહિંસા મહાવ્રત ધારક શ્રમણ કે શ્રમણી પાંચ સ્થાવર કાયની અને ત્રસ કાયની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે. આમ અહિંસા મહાવ્રતની રક્ષા માટે અન્ય મહાવ્રત ગ્રહણ કરે છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, કષાયોને જીવે છે અને મન, વચન તથા કાયાનો સંયમ કરે છે. અહિંસાના સંપૂર્ણ પાલનના માટે આવશ્યક સંપૂર્ણ નિયમોનું જે આમ પાલન કરે છે, એમનાથી કદાચ જીવ વધ થઈ પણ જાય તો તે હિંસાનાં કાર્યો ન હોવાથી હિંસાના પાપથી લિપ્ત નથી થતાં. કહ્યું છે -
जलमज्झे जहा नावा सव्वओ निपरिस्सवा । गच्छंती चिट्ठमाणा वा न जलं परिगिण्हई ॥ एवं जीवाउले लोगे, साहू संवरियासवो ।
गच्छंतो चिट्ठमाणो वा पावेहि नोपरिगेण्हई ॥ જેમ છેદ રહિત નાવમાં ભલે તે જળ રાશિમાં ચાલી રહી હોય કે રોકાઈ રહી હોય, જળપ્રવેશ નથી મેળવતી, એમ જ આસ્રવ રહિત સંવૃતાત્મા શ્રમણમાં, ભલે જ તે જીવોથી પરિપૂર્ણ લોકમાં ચાલી રહ્યો હોય કે રોકાયેલો હોય, પાપ પ્રવેશ નથી મેળવતો. જેમ છેદ રહિત નાવ પાણીમાં રહેવા છતાંય ડૂબતી નથી અને તેનાથી ચલાવવા માટે પાર પહોંચાડે છે, એમ જ આ જીવાકુળ લોકમાં યતનાપૂર્વક ગમન વગેરે કરતાં સંવૃતાત્મા ભિક્ષુ કર્મ બંધન નથી કરતો અને સંસારસમુદ્રને પાર કરે છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓઃ
જેમ વિવિધ ભાવનાઓથી (પુટોથી) ભાવિત કરવાથી ઔષધિઓ રસાયણ બનીને પુષ્ટિદાયક થઈ જાય છે, એમ શાસ્ત્રકારોએ અહિંસા મહાવ્રતની પુષ્ટિ માટે પાંચ ભાવનાઓ પ્રતિપાદિત કરી છે. તે ભાવનાઓ આ પ્રમાણે છે - १. इरिया समिए से णिग्गंथे णो इरिया असमिए त्ति पढ़मा भावणा । २. मणं परिजाणति से णिग्गंथे जे य मणे अपावए त्ति दोच्चा भावणा ॥ ३. वइं परिजाणड से णिग्गंथे जाय वह अपाविए त्ति तच्चा भावणा । ४. आयाण भंड निक्खेवणा समिए से णिग्गंथे णो आयाण भंड णिक्खेवणा
असमिए त्ति चउत्था भावणा । ५. आलोइयपाणभोयणभोई से णिग्गंथे णो अणालोइअपाणभोयणभोइ त्ति पंचमा भावणा ।
- આચારાંગ, હ્યુ-૨, અ-૧૫ (૮૪૦ કરો તો
પિતા જિણધો)