________________
મિચ્છા ભાષણનાં કારણો :
મૃષાવાદ વિરમણના પાઠમાં મૃષાવાદનાં ચાર કારણ બતાવવામાં આવ્યાં છે - “ોદ્દા વા, તોહા વા, ભયા વા, હાસા વા ।' ક્રોધ, લોભ, ભય અને હાસ્ય - આ ચાર કારણોથી પ્રાયઃ મિથ્યા ભાષણ કરવામાં આવે છે. મૂળ પાઠમાં જો કે આ ચારેયનું સાક્ષાત્ ગ્રહણ કરવામાં આવ્યું છે. છતાં ક્રોધના કથન દ્વારા માનને તથા લોભના કથન દ્વારા માયાને પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. ભય અને હાસ્યના ગ્રહણથી “રાગ-દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન વગેરેનું પણ ગ્રહણ થાય છે. આમ, મૃષાવાદ અનેક કારણોથી બોલવામાં આવે છે. પરંતુ અહીં જે ચાર કારણો બતાવ્યાં છે તે ઉપલક્ષણ માત્ર છે. પ્રાયઃ મિથ્યાભાષણમાં એમની મુખ્યતા રહે છે. ચૂર્ણિ અને ટીકા અનુસાર મુખ્યતાની દૃષ્ટિએ મૃષાવાદ છ પ્રકારે છે :
(૧) ક્રોધ હેતુક મૃષાવાદ : જેમાં “તું દોસ્ત છે” આમ કહેવું.
(૨) માન હેતુક મૃષાવાદ : જેમ અબહુશ્રુત હોવા છતાંય સ્વયંને બહુશ્રુત કહેવો. (૩) માયા હેતુક મૃષાવાદ : જેમ ભિક્ષાટનથી બચવા માટે ‘પગમાં પીડા છે’ એવું કહેવું. (૪) લોભ હેતુક મૃષાવાદ : સરસ ભોજનની પ્રાપ્તિ થતી જોઈ એષણીય નીરસ આહારને અનેષણીય કહેવું.
(૫) ભય હેતુક મૃષાવાદ : જેમ દોષ સેવન કરીને પ્રાયશ્ચિત્તના ભયથી એનો સ્વીકાર ન કરવો.
(૬) હાસ્ય હેતુક મૃષાવાદ : હસી-મજાક કે કુતૂહલવશ જૂઠું બોલવું.
નિગ્રંથ અણગાર કોઈપણ કારણથી પોતાના માટે કે બીજાઓ માટે મિથ્યાભાષણ ન કરવું.
હિંમમાં ન બૂયા : શાસ્ત્રકારે કહ્યું છે કે - “જે સત્ય પર-પીડાકારી હોય, તે બોલવું નહિ, એ જ સત્ય બોલવું જોઈએ જે હિતકારી હોય. કાણાને કાણો કહેવો જો કે તથ્ય છે છતાં તે પ્રયોજન નથી, કારણ કે એનાથી બીજી વ્યક્તિને પીડા પહોંચે છે. જેમ વનમાં કોઈ શિકારી કોઈ મૃગની પાછળ પડ્યો હોય અથવા પીછો કરી રહ્યો હોય. તે મૃગ ભાગતો ભાગતો અહીંથી નીકળ્યો. મુનિએ એને જોયો. શિકારી દ્વારા એ પૂછવાથી કે - “મહારાજ ! મૃગ અહીંથી નીકળ્યું ?” મુનિ એ નહિ કહે કે - “હા નીકળ્યું.” કારણ કે આ કથન સત્ય હોવા છતાંય પર પીડાકારી હોવાથી સાવધ સત્ય છે. તેથી અપ્રયોજ્ય જ છે. જિનદાસ મહત્તરે પોતાની ‘દશવૈકાલિક ચૂર્ણિ’માં લખ્યું છે -
"हिंसगं नाम जेण सच्चेण भणिएण पीडा उप्पज्जइ तं हिंसगं ण पस्सामित्ति, सच्चमेवतं अपि, अपिच न तच्च वचनं सच्चमतच्चवचनं न च, (यद् भूतहितमत्यन्तं तत्सत्यमितरं मृषा) '. -
“જે સત્ય વચનના કહેવાથી પીડા ઉત્પન્ન થાય છે, તે હિંસક સત્ય છે. મૃગને જોનારો જો એ કહે છે કે - “નથી જોયું” એ પણ (અપવાદિક) સત્ય છે. કારણ કે ન તો તથ્ય
સત્ય મહાવ્રત
૪૫