________________
દશવૈકાલિક સૂત્ર'માં અદત્તાદાન વિરતિના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છ
चित्तमंतमचितं वा, अप्पं वा जइ वा बहुं । दंतसोहणमित्तंपि उग्गहंसि अजाइया ॥ तं अप्पणा न गिण्हंति नो विगिण्हावए परं । अन्नं वागिण्हमाणं पि नाणुजाणंति संजया ॥
- દશવૈકા, અ.-૬, ગા-૧૩/૧૪ સંયમી મુનિ સચિત્ત કે અચિત્ત, અલ્પ કે બહુ દંત-શોધન માત્ર વસ્તુનો પણ એના સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ નથી કરતો, બીજાઓથી ગ્રહણ નથી કરાવતો અને અન્ય ગ્રહણ કરનારને અનુમોદન પણ નથી કરતો.
નિગ્રંથ શ્રમણ સર્વથા અપરિગ્રહી હોવાના કારણે સોનું, ચાંદી, મણિ-મુક્તા, રૂપિયાપૈસા કે અન્ય કોઈ બહુમૂલ્ય પદાર્થ પોતાની પાસે નથી રાખતો, તે તૃણ અને મણિમાં, સોના અને માટીના ઢગલામાં સમભાવ રાખે છે, તે કંચન-કામિનીનો સર્વથા ત્યાગી હોય છે, તેથી એમને પોતાની પાસે રાખવા કે લેવાનો તો સવાલ જ નથી રહેતો, પરંતુ સંયમની સાધના હેતુ જે પણ નાની-મોટી આવશ્યક વસ્તુઓ અને ધમપકરણ છે, એમને પણ તે કોઈની અનુમતિ વગર ન સ્વયં ગ્રહણ કરે છે, ન બીજાઓથી ગ્રહણ કરાવે છે, અને ન ગ્રહણ કરનારનું અનુમોદન જ કરે છે. ત્યાં સુધી કે જો મુનિને દંત શોધન માટે તણખલાની આવશ્યકતા હોય તો તે પણ કોઈને આપ્યા વગર કે કોઈની અનુમતિ વગર તે ગ્રહણ નથી કરતો. એટલી વ્યાપક અને વિસ્તૃત છે જૈન શ્રમણની અદત્તાદાન વિરતિ રૂપ અચૌર્ય મહાવ્રતની મર્યાદા.
સાધુ સચિત્ત અર્થાત્ દ્વિપદ-ચતુષ્પદ તથા અપદને અને અતિત અર્થાત્ વસ્ત્ર વગેરે પદાર્થને ચાહે તે મૂલ્યમાં અને પ્રમાણમાં અલ્પ હોય કે વધારે હોય, ચાહે તે વનમાં હોય કે ગામનગરમાં હોય, ક્યાંય પણ હોય, સ્વામીની આજ્ઞા વગર એને ગ્રહણ ન કરો. આ અચૌર્ય મહાવ્રતનું સ્વરૂપ છે. અચોર્ચ મહાવ્રતની પાંચ ભાવનાઓઃ
અચૌર્ય મહાવ્રત અથવા દત્તાનુજ્ઞાત નામ તૃતીય સંવર દ્વારને પુષ્ટ બનાવવા માટે, એની સુરક્ષા માટે શાસ્ત્રકારે પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. “આચારાંગ સૂત્ર અનુસાર તે પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે :
(૧) અનુવીચિમિતાવગ્રહ યાચન ઃ સમ્યક વિચાર કરીને ઉપયોગ માટે આવશ્યક અવગ્રહ-સ્થાનની યાચના કરવી અનુવચિમિતાવગ્રહ યાચન ભાવના છે. દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના ભેદથી પાંચ પ્રકારના અવગ્રહ કહેવામાં આવે છે. એમાંથી પૂર્વ પૂર્વનો બાધ્ય છે અને ઉત્તર ઉત્તરનો બાધક છે. એમાંથી જે જ્યાં સ્વામી હોય એનાથી યાચના કરવી જોઈએ અર્થાત્ એની આજ્ઞા લેવી જોઈએ. જો સાધર્મિક સાધુ પહેલાં રોકાયેલાં હોય તો પહેલાં એમની આજ્ઞા લેવી જોઈએ. જો સાધર્મિક સાધુ રોકાયેલો નથી [ અસ્તેય મહાવ્રત
જ૮૫૧)