________________
દુર્ભાવ ચોરીના અંતર્ગત આવી જાય છે, જે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા દ્વારા અનુજ્ઞાત નથી. તીર્થકર દેવોએ જેમને કરવાની અનુમતિ નથી આપી, તે બધાં તીર્થકર દ્વારા અદત્ત છે. એમને કરવું અદત્તાદાન છે. ચાર પ્રકારના અદત્તઃ
સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં ચાર પ્રકારના અદત્ત કહેવામાં આવે છેઃ (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થકર અદત્ત અને (૪) ગુરુ અદત્ત.
(૧) સ્વામી અદત્ત ઃ જે વસ્તુના માલિક દ્વારા ન આપવામાં આવ્યા હોય કે એના દ્વારા જે અનુજ્ઞાપિત ન હોય, એને ગ્રહણ કરવું સ્વામી અદત્ત છે.
(૨) જીવ અદત્ત : સ્વામી દ્વારા આપવાથી પણ અનુજ્ઞાપિત કરવાથી પણ જો જીવના દ્વારા દત્ત કે અનુજ્ઞાત ન હોય તો તે જીવ અદત્ત છે. જેમાં માતા-પિતા દ્વારા પોતાના પુત્રને સાધુને આપી દેવાથી પણ જો તે પુત્ર સ્વયં નથી રહેવા માંગતો તો તે જીવ અદત્ત છે. અથવા જીવ દ્વારા પોતાના પ્રાણ ન દેવા છતાંય એના પ્રાણોનું હરણ કરવું જીવ અદત્ત છે.
(૩) તીર્થકર અદત્તઃ તીર્થંકર પરમાત્માએ જેના માટે અનુમતિ ન આપી હોય, એનું આચરણ કરવું કે એને ગ્રહણ કરવું તીર્થકર અદત્ત છે.
(૪) ગુરુ અદત્ત ઃ તીર્થંકર પરમાત્મા દ્વારા અનુજ્ઞાત હોવા છતાંય જો ગુરુની આજ્ઞા ન હોય તો એને ગ્રહણ કરવું ગુરુ અદત્ત છે.
આમ, તીર્થકર અને ગુરુની આજ્ઞાથી વિપરીત આચરણ કરવું, પોતાના મનોભાવોને છુપાવવા, બીજાઓના સારાપણાને છુપાવવા અથવા કોઈના પૂછવાથી વચનથી ઘુમાવીફરાવીને આમ બોલવું, જેનાથી અસત્ય પણ પ્રગટ ન થાય અને અસલી વાતને પણ છુપાવી લેવામાં આવે. જેમ કોઈના એ પૂછવાથી કે - “શું તમે જ માસક્ષમણના તપસ્વી છો?” તરત જવાબમાં કહેવું કે - “સાધુ તો ક્ષપણક તપસ્વી જ હોય છે.” વગેરે માનસિક ચોરીમાં આવે છે.
આમ, વચનથી દાન-શીલ-તપ વગેરે ધર્મો કે સુકૃત્યોનો નિષેધ કરે, “એમાં શું રાખ્યું છે” આ પ્રમાણે ઉપેક્ષા બતાવે કે સિદ્ધાંતથી વિપરીત જાણી-જોઈને કોઈ વાતની પ્રરૂપણા કરે તો એ વાક ચોરી છે. કારણ કે આ બધા શાસનપતિ ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો અપલાપ છે.
બીજાના અધિકારોનું અપહરણ કરવું, બીજાઓની ચીજને અનુમતિ વગર પોતાના કામમાં લેવું, કોઈની પડી ગયેલી, વિસ્મૃત કે ખોવાયેલી વસ્તુને પોતાના કબજા (હક)માં કરવી, બીજા માટે કરેલાં કાર્ય કે ઉપકાર પર પોતાના નામની છાપ લગાવવી, ઉપકારને ભૂલી જવું કે એનું નામ છુપાવવું વગેરે કાયિક ચોરી છે. આમ, અણગારને મન, વચન અને કાયાથી અદત્તાદાનનું કૃત-કારિત અને અનુમતિથી પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે. (૮૫૦ છે જો
જિણધો]