________________
અણગારની ઉક્ત પ્રતિજ્ઞામાં અદત્તાદાન વિરતિનું ક્ષેત્ર તથા સંદર્ભ બહુ વ્યાપક અને અતિ સૂક્ષ્મતાને માટે છે. અદત્તાદાનનો સામાન્ય અર્થ ‘ચોરી’ થાય છે, જેનો ત્યાગ તો ગૃહસ્થ શ્રાવક જ નહિ, માર્ગાનુસારી પણ કરે છે. સાત કુવ્યસનોના ત્યાગમાં ચોરી કરનારનો ત્યાગ આવી જ જાય છે. તેથી મહાવ્રતધારી માટે જે અચૌર્ય મહાવ્રતનું વિધાન કરવામાં આવ્યું છે તે અનેક વિશેષતાઓને માટે છે. માર્ગાનુસારી અથવા ગૃહસ્થ શ્રાવકની ‘ચોરી’ની વ્યાખ્યા સ્થૂળ અર્થ સુધી જ સીમિત છે, અર્થાત્ ત્યાં માત્ર એવી ચોરીનો ત્યાગ છે જેમાં પકડાઈ જવાથી સરકાર દ્વારા દંડિત થાય છે અને જનતામાં નિંદિત થાય છે પરંતુ અણગાર માટે ચોરીની વ્યાખ્યા ખૂબ વ્યાપક થઈ જાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ ચોરીનો પણ એણે ત્યાગ કરવો પડે છે. એના અચૌર્ય અને અદત્તાદાનની સીમા ખૂબ વિસ્તૃત થઈ જાય છે. તે ન માત્ર સ્થૂળ ચોરીનું પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ ચોરીનો મનથી, વચનથી, કાયાથી, કરવા-કરાવવા કે અનુમોદન કરવાનો ત્યાગ કરે છે. આ સીમામાં તે માનસિક ચોરીઓ પણ આવી જાય છે, જેમને સામાન્ય રૂપથી ચોરી નથી માનવામાં આવતી. તેથી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં અચૌર્ય સંવરના અધિકારમાં કહેવામાં આવ્યું છે કે -
“કોઈપણ વસ્તુને ચાહે તે મૂલ્ય અથવા પ્રમાણમાં, અલ્પ હોય કે બહુ હોય, નાની હોય કે મોટી હોય, ગામમાં હોય કે નગરમાં હોય કે જંગલમાં હોય; કોઈપણ સ્થાન પર હોય, આપ્યા વગર કે સ્વામીની આજ્ઞા લીધા વિના ગ્રહણ કરવું અચૌર્ય મહાવ્રતીને માટે નિષિદ્ધ છે.”
અચૌર્ય મહાવ્રતી સાધુને ઉપાશ્રયમાં રાખેલી વસ્તુનું ગ્રહણ કે ઉપયોગ પણ ત્યાંના સ્વામી કે અધિકારીની પ્રતિદિન આજ્ઞા વિના ન કરવી જોઈએ. સાધુઓની પ્રતિ અપ્રીતિ રાખનારાને ત્યાંથી આહાર વગેરે કે અન્ય ધર્મોપકરણ વગેરે સામગ્રી લેવી પણ ઉચિત નથી. જે સાધુ બીજાઓની નિંદા કરે છે કે બીજાઓની સામે મિથ્યા ગપ્પા મારે છે, બીજાઓના દોષો જુએ છે, કે દોષોની ચર્ચા કરે છે, જે આચાર્ય ગ્લાન-વૃદ્ધ વગેરે બીજા સાધુઓના બહાને કે એમની ઓટમાં મનોજ્ઞ વસ્તુઓ સ્વયં લઈ લે છે, જે પારસ્પરિક સંબંધનો નાશ કરાવી દે છે, જે બીજાના સુકૃતનો અપલાપ કરે છે, દાન આપવામાં અંતરાય નાખે છે, ચાપલુસી કરે છે, ઈર્ષ્યાથી બળતો રહે છે, જે આહાર વગેરે કે અન્ય વસ્ત્ર પાત્ર-પીઠ લક વગેરેનો સાધુઓ સાથે યથોચિત સંવિભાગ નથી કરતો, જે ગચ્છના માટે ઉપયોગી કલ્પનીય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં રુચિવાળો નહિ, જે તપનો ચોર છે, વચનનો ચોર છે, રૂપનો ચોર છે, આચારનો ચોર છે, ભાવનો ચોર છે, જે રાતે જોર-જોરથી બોલે છે, જે સંઘમાં કે વ્યક્તિઓમાં ક્લેશ પેદા કરે છે, લડાવે છે, વેર-વિરોધ કરે છે, વિકથાઓ કરે છે, ચિત્તમાં અસમાધિ ઉદ્વેગ પેદા કરે છે, જે પ્રમાણથી વધુ ભોજન કરે છે, જે હંમેશાં વેરભાવ સ્થિર રાખે છે અને જે તીવ્ર ક્રોધી છે, તે અચૌર્ય મહાવ્રતનો આરાધક નથી. અચૌર્ય મહાવ્રતનો આરાધક એ જ હોઈ શકે છે જે ઉક્ત દોષોથી રહિત હોય.
‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’ના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે નિગ્રંથ અણગારના અદત્તાદાન વિરતિનું ક્ષેત્ર કેટલું વ્યાપક અને વિશાળ છે. એમાં તે બધા માનસિક-વાચિક અને કાયિક અસ્તેય મહાવ્રત
૮૪૯