________________
નથી થઈ શકતી. ભયનો ઉદ્રક હોવાથી મૌન રાખવું, પૈર્ય ધારણ કરવું જોઈએ. ભયને જીતી લેવાથી સત્ય ભાષણમાં સરળતા આવી જાય છે, તેથી ભય પ્રત્યાખ્યાનને સત્ય મહાવ્રતની ચોથી ભાવના કહેવામાં આવી છે.
(૫) હાસ્ય પ્રત્યાખ્યાન : હાસ્ય-વિનોદમાં લગભગ જૂઠું બોલવામાં આવે છે. સત્ય વતી માટે હાસ્યનું પ્રત્યાખ્યાન આવશ્યક છે. હાસ્યનું પ્રત્યાખ્યાન હોવાથી ઘણાં બધાં જૂઠોથી સ્વયમેવ બચાવ થઈ જાય છે, તેથી હાસ્ય પ્રત્યાખ્યાનને આ સત્ય મહાવ્રતની પાંચમી ભાવનાના રૂપમાં કહેવામાં આવી છે. મિથ્યા ભાષણનાં કારણોને બતાવતાં અન્યત્ર કહેવામાં આવ્યું છે -
"रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतमिति ।" રાગથી, દ્વેષથી અને મોહસ્થી મિથ્યા ભાષણ કરવામાં આવે છે. જ્યારે કારણોનો અભાવ થઈ જાય છે તો કાર્યનો પણ અભાવ થાય છે. તેથી મિથ્યા ભાષણનાં કારણોનું પ્રત્યાખ્યાન કરવાથી મિથ્યા ભાષણ રૂપ કાર્યનો અભાવ થાય છે. તેથી મિથ્યા ભાષણનાં કારણોનાં પ્રત્યાખ્યાનોને સત્ય મહાવ્રતની ભાવનાઓના રૂપમાં નિરૂપિત કરવામાં આવ્યું છે.
ઉક્ત પાંચ ભાવનાઓનું અવલંબન લેવાથી સત્ય મહાવ્રતમાં પુષ્ટિ આવે છે, તેથી શ્રમણ નિગ્રંથ ઉક્ત પાંચ ભાવનાઓને હંમેશાં અપનાવતા રહે છે.
સત્ય મહાવ્રતના આરાધક માટે ભાષા સમિતિનો પૂરેપૂરો વિવેક રાખવો આવશ્યક હોય છે. ભાષાની શુદ્ધિ માટે સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષાનું તથા દસ પ્રકારનાં સત્યોનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ બધાનું પ્રતિપાદન ભાષા સમિતિના વર્ણન સાથે કરવામાં આવશે. આ એટલું જ અભિપ્રેત છે કે સત્ય વતી અણગાર સત્ય ભાષા અને વ્યવહાર ભાષાનો યથાવસર અને યથા સમયે વિવેક સાથે ઉપયોગ કરો. કહ્યું છે કે -
मौनमेव सदा कुर्यादार्यः स्वार्थैकसिद्धये । स्वैकसाध्ये परार्थे वा ब्रूयात् साध्याविरोधतः ॥
- અણગાર ધમાકૃત, અ.-૪, ગ-૪૪ સાધુજનોએ મુખ્યત્વે મૌન જ રાખવું જોઈએ. જો બોલવું પડે તો આત્મહિતની વિરુદ્ધ ન બોલવું જોઈએ. અન્યત્ર કહેવાયું છે -
मौनमेव हितं पुंसां शश्वत्सर्वार्थसिद्धये । वचो वातिप्रियं तथ्यं सर्वसत्वोपकारि यत् ॥ धर्मनाशे क्रियाध्वंसे स्वसिद्धान्तार्थविप्लवे ।
अपृष्टैरपि वक्तव्यं तत्स्वरूपप्रकाशने ॥ સર્વ અર્થોની સિદ્ધિ માટે પુરુષોને હંમેશાં મૌન જ હિતકર છે. જો મૌન શક્ય ન હોય તો એવું અતિપ્રિય સત્ય બોલવું જોઈએ, જે બધાં પ્રાણીઓનો ઉપકારક હોય. જો ધર્મનો
[ સત્ય મહાવ્રત
D
O 000000000000 (૮૪૦]