________________
વચન સત્ય છે અને ન અતથ્ય વચન જ સત્ય છે. જે પ્રાણીઓ માટે અત્યંત હિતકર હોય તે વચન સત્ય છે, શેષ મિથ્યા છે.”
તેથી સત્ય વ્રતના આરાધકે પર-પીડાકારી અને સાવદ્ય સત્ય ન બોલવું. એને એ જ સત્ય બોલવું જોઈએ જે હિત હોય અને પ્રિય હોય. કહ્યું છે -
सत्यं प्रियं हितं चाहुः सूनृतं सूनृतव्रताः । तत्सत्यमपि नो सत्यमप्रियं चाहितं त यत् ॥ .
- અણગાર ધર્મામૃત, અ-૪, શ્લોક-૪૨ જેમણે સત્ય બોલવાનું વ્રત લીધું છે તે સત્ય, પ્રિય અને હિત વચનને સત્ય વચન કહે છે . જે અપ્રિય અને અહિતકર છે તે સત્ય પણ સત્ય નથી. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ :
શાસ્ત્રકારોએ સત્ય મહાવ્રતને પુષ્ટ કરવા હેતુ પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. તે પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે :
(૧) અનુવચિ ભાષણ, (૨) ક્રોધ પ્રત્યાખ્યાન, (૩) લોભ પ્રત્યાખ્યાન, (૪) ભય પ્રત્યાખ્યાન અને (૫) હાસ્ય પ્રત્યાખ્યાન.
(૧) અનુવીચિ ભાષણ : વિચારપૂર્વક, સમ્યગુ જ્ઞાન સહિત, નિર્દોષ, મધુર, સત્ય, પથ્ય વચન બોલવાં, જેનાથી કોઈને દુઃખ ન થાય, ખોટું ન લાગે, એ અનુવીચિ ભાષણ નામની પ્રથમ ભાવના છે. સત્ય વ્રતના આરાધકે વગર વિચારે, અચાનક અવિવેકયુક્ત વચન ન બોલવા જોઈએ. મારાં વચનો ક્યાંય મિથ્યા ન હોય, પર પીડાકારી ન હોય, સાવદ્ય ન હોય, ગહિત ન હોય, કર્કશ કે કઠોર ન હોય, અપ્રિય ન હોય, એવું પર્યાલોચન કર્યા પછી બોલવાથી અસત્ય ભાષણની સંભાવના નથી રહેતી, તેથી વિચારપૂર્વક, વિવેકપૂર્વક બોલવું સત્ય મહાવ્રતની પ્રથમ ભાવના છે.
(૨) ક્રોધ પ્રત્યાખ્યાન ઃ ક્રોધથી અભિભૂત થઈને વ્યક્તિ મિથ્યા બોલે છે, તેથી સત્યના આરાધકે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ક્રોધના આવેશમાં વ્યક્તિ દ્વા-તલા બોલવા લાગે છે, તે ભાષાના સંયમને ખોઈ બેસે છે, તેથી જ્યારે ક્રોધના આવેશ હોય ત્યારે ભાષણ ન કરવું, ક્ષમા અને મૌન ધારણ કરવું જોઈએ. આમ, ક્રોધનું પ્રત્યાખ્યાન સત્ય મહાવ્રતની બીજી ભાવના છે.
(૩) લોભ પ્રત્યાખ્યાન : લોભ-લાલચને વશીભૂત થઈને જૂઠું બોલવામાં આવે છે, તેથી જ્યારે લોભનો ઉદય થાય ત્યારે મૌન ધારણ કરીને સંતોષનું અવલંબન લેવું જોઈએ. આમ, સત્યના અભિલાષીને લોભવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. લોભ ઉપર અંકુશ લગાવવાથી ઘણાં બધાં જૂઠોથી બચી શકાય છે, તેથી લોભ પ્રત્યાખ્યાનને સત્ય મહાવ્રતની ત્રીજી ભાવના કહી છે.
(૪) ભય પ્રત્યાખ્યાન ભયથી અભિભૂત થઈને પણ વ્યક્તિ લગભગ જૂઠનો સહારો લે છે. તેથી સત્ય વક્તાએ ભય ઉપર વિજય મેળવવો જોઈએ. ભયભીત વ્યક્તિ કદી સત્યવાદી
(૮૪૬) 2000 2001 2000 2000 ( જિણધમો )