________________
કહીને આગમમાં સત્યની પ્રશંસા કરવામાં આવી છે. સત્યની આરાધના હેતુ જૈન શ્રમણ બીજા મહાવ્રતમાં બધા પ્રકારના અસત્ય ભાષણથી વિરતિ કરે છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં કહેવામાં આવ્યું છે -
मुसावाओ य लोगम्मि, सव्व साहूहिं गरिहिओ । अविस्साओ य भूयाणं, तम्हा मोसं विवज्जए ॥१२॥ अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नोवि अन्नं वयावए ॥१३॥
- દશવૈકાલિક, અ.-૬, ગા-૧૨/૧૩ સમસ્ત લોકમાં બધા શિષ્ટ જનોએ મૃષાવાદની નિંદા કરી છે. આ મૃષાવાદ જીવોના અવિશ્વાસનું કારણ હોય છે. તેથી મૃષાવાદનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ.
નિગ્રંથ પોતાના માટે અથવા બીજાઓ માટે ક્રોધથી અથવા ભયથી અસત્ય ન બોલે તથા પીડાકારી સત્ય પણ ન બોલે અને બીજાઓથી પણ ન બોલાવે.
આત્મ કલ્યાણના અભિલાષી માટે એ આવશ્યક છે કે તે સત્યવ્રતને અંગીકાર કરે. કારણ કે સત્યવ્રત વિના કોઈપણ વ્રતનું ઈમાનદારીથી પાલન થઈ શકતું નથી.
બધાં વ્રતોના પાલનનો આધાર સત્ય વ્રત છે. સત્ય છે તો અન્ય વ્રતોનું પાલન સંભવ છે, અન્યથા પ્રામાણિકતાની સાથે એ વ્રતોનું પાલન નથી થઈ શકતું. સત્યના અભાવમાં લીધેલી પ્રતિજ્ઞાઓનું પાલન નથી થઈ શકતું. અસત્ય બધાં વ્રતોનું અપકારી છે, તેથી બધા શિષ્ટ જનો દ્વારા તે નિંદિત છે, ગહિત છે.
સામાન્ય લોક વ્યવહારમાં પણ મિથ્યાવાદીનો કોઈ વિશ્વાસ નથી કરતો, તેથી મિથ્યા ભાષણ લૌકિક દૃષ્ટિએ પણ ત્યાજ્ય અને નિંદ્ય છે, તો જે આત્માના કલ્યાણનો અભિલાષી મુમુક્ષુ છે, એને માટે તો અસત્ય ભાષણનો પરિહાર અનિવાર્ય છે જ. તેથી બીજા મહાવ્રતમાં શ્રમણ નિગ્રંથ બધા પ્રકારના અસત્ય ભાષણનો ત્યાગ કરે છે. મૃષાવાદના પ્રકાર :
મૃષાવાદ ચાર પ્રકારના હોય છે - (૧) સભાવ પ્રતિષેધ, (૨) અસદ્ભાવ ઉભાવન, (૩) અર્થાતર અને (૪) ગોં.
(૧) સભાવ પ્રતિષેધ : જે વસ્તુ સતુ રૂપ છે, એના વિષયમાં કહેવું કે આ નથી. જેમ જીવ છે, એના વિષયમાં કહેવું કે જીવ નથી વગેરે.
(૨) અસભાવ-ઉભાવન ઃ જે નથી એના વિષયમાં કહેવું કે એ છે. જેમ આત્મા સર્વવ્યાપી નથી, છતાં એને સર્વવ્યાપી કહેવો વગેરે.
(૩) અથર્વતર : એક વસ્તુને બીજી કહેવી. જેમ ગાયને ઘોડો કહેવો વગેરે.
(૪) ગહ : સત્ય હોવા છતાંય જે પર પીડાકારી હોય એવું વચન બોલવું ગઈ અસત્ય છે. જેમ કાણાને કાણો કહેવું.
ઉક્ત રીતિએ ચાર પ્રકારના મૃષાવાદ કહ્યા છે.
(૮૪૪) DOOOOOOOOOOOOX જિણધમો)