________________
એષણા સમિતિથી સમિત હોવું બતાવવામાં આવ્યું છે. અર્થાતુ અહિંસાના આરાધક અણગારને જીવનયાપન માટે નિર્દોષ રીતિથી આહારની ગવેષણા, આહારની ગ્રહણતા અને આહારની પરિભોગતા પર ધ્યાન આપવું જોઈએ. એને ૪૨ દોષ રહિત શુદ્ધ સાત્ત્વિક આહારની ગવેષણા કરવી જોઈએ. નિર્દોષ રીતિથી એમને ગ્રહણ કરવું જોઈએ અને રાગ-દ્વેષ રહિત થઈને એમનો ઉપભોગ કરવો જોઈએ. આહાર સંબંધિત યતના કરનારા અણગાર એષણા સમિતિથી સમિત હોય છે. એષણા સમિતિથી સમિત હોવું ચોથી ભાવના છે. આદાન નિક્ષેપ ભાવનાને પાંચમી ભાવનાના રૂપમાં પ્રતિપાદિત કરવામાં આવી છે. -
તત્ત્વાર્થ સૂત્ર'ના ભાષ્યમાં ઇર્ષા સમિતિ, મનો ગુપ્તિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલોકિત પાન ભોજન એ પાંચ, અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ કહેવામાં આવી છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે -
मनोगुप्त्येयषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसा भावयेत् सुधीः ॥
- યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, લોક-૨૬ (૧) મનોગુપ્તિ (૨) એષણા સમિતિ (૩) આદાન નિક્ષેપ સમિતિ (૪) ઇર્ષા સમિતિ અને (૫) દૃષ્ટાન્નપાન ગ્રહણ - એ પાંચ મહાવ્રતની ભાવનાઓ કહેવામાં આવી છે.
તત્ત્વાર્થ ભાષ્ય' અને યોગશાસ્ત્રમાં વચન સમિતિને નથી લેવામાં આવતી ત્યાં વચન સમિતિને બીજા મહાવ્રતની ભાવનામાં લેવામાં આવે છે.
દિગંબર આમ્નાય”ના “અણગાર ધર્મામૃત'માં એ પાંચ ભાવનાઓ આ રૂપમાં કહેવામાં આવી છેઃ
(૧) વચનગુપ્તિ, (૨) મનો ગુપ્તિ, (૩) ઇર્ષા સમિતિ, (૪) આદાન નિક્ષેપ સમિતિ અને (૫) આલોકિત પાન ભોજન - આ પાંચ ભાવનાઓથી ભાવિત અહિંસા વ્રત સ્થિર થઈને ઉત્કૃષ્ટ માહાભ્યને પ્રાપ્ત કરે છે.
ઉક્ત કથન “આચારાંગ સૂત્ર'માં વર્ણિત ભાવનાઓને અનુરૂપ છે.
તાત્પર્ય એ છે કે ઉક્ત ભાવનાઓથી અહિંસાની પુષ્ટિ થાય છે. વચનનો વિરોધ કરવાથી કઠોર વગેરે વચનથી થનારી હિંસા નથી થતી. મનનો નિરોધ હોવાથી દુર્વિચારથી થનારી હિંસા નથી થતી. ઇર્ષા સમિતિપૂર્વક ચાલવાથી માર્ગમાં ચાલવાથી થનારી હિંસા નથી થતી. જોઈને ઉપકરણોને ગ્રહણ કરવાથી અને જોઈને રાખવાથી ઉઠાવવા-ધરવામાં થનારી હિંસા નથી થતી. જોઈને દિવસમાં ખાન-પાન કરવાથી ભોજન સંબંધી હિંસાનો બચાવ થાય છે. સાધુને એટલી ક્રિયાઓ તો કરવી જ પડે છે. જો પ્રમાદનો યોગ ન હોય તો હિંસા નથી થતી. તેથી અપ્રમત્ત થઈને પ્રવૃત્તિ કરવી જોઈએ. ત્યારે જ અહિંસાનું પાલન પૂરી રીતે સંભવ છે. અહિંસા મહાવતના ભંગ :
(૧) પ્રાણ (તીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિજિય), (૨) ભૂત (વનસ્પતિ), (૩) જીવ (પંચેન્દ્રિય) અને (૪) સત્ત્વ(પૃથ્વી વગેરે ૪ સ્થાવર)ની હિંસા નવ કોટિ, ત્રણ કરણ, ત્રણ (૮૪૨ છેજે
છે
આ જિણધમો)