________________
યોગથી ન કરવાની અપેક્ષાથી પ્રથમ મહાવ્રતના ૪ X ૯ = ૩૬ ભંગ બને છે. અથવા સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર - આ ચાર પ્રકારના જીવોની નવ કોટિથી હિંસા ન કરવાની અપેક્ષાથી પણ ૯૪૪=૩૬ ભંગ થઈ શકે છે.
પૂર્વોક્ત ૩૬ ભંગો, ૧ દિવસમાં, ૨ રાતમાં, ૩ એકાંતમાં, ૪ સમૂહમાં, પ ઊંઘતા અને ૬ જાગતાં હિંસા ન કરવાની અપેક્ષાથી ૩૬૪૬=૨૧૬ ભંગ બની જાય છે.
બીજી દૃષ્ટિથી (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) દ્વીન્દ્રિય, (૭) ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય એમને નવ કોટિથી ગુણાકાર કરવાથી ૯૪૯=૮૧ ભેદ બની જાય છે. આ ૮૧ ભેદોને પૂર્વોક્ત દિવસ, રાત, દિવસ ૬ વિકલ્પોથી ગુણિત કરવાથી ૮૧૪૬= ૪૮૬ ભંગ પ્રથમ મહાવ્રતના બની જાય છે.
ઉક્ત રીતિથી જૈન શ્રમણ-શ્રમણી વર્ગ ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતની મહાપ્રતિજ્ઞાને અંગીકાર કરે છે અને એની યથાવિધિ આરાધના અને પરિપાલના કરતા મોક્ષ પથની તરફ ઉત્તરોત્તર ગતિશીલ થતો રહે છે.
८७
સત્ય મહાવ્રત
જૈન શ્રમણ અહિંસા મહાવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી બીજી પ્રતિજ્ઞા કરે છે કે “હું યાવજ્જીવન માટે સર્વથા ત્રણ કરણ, ત્રણ યોગથી બધા પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરું છું.” એની બીજી મહાપ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રમાણે છે -
अहावरे दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । सव्वं भंते ! मुसावायं पच्चक्खामि - से कोहा वा, लोहा वा, भया वा, हासा वा नेव सयं मुखं वएज्जा नेवन्नेहिं मुसं वायाविज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करोमि, न कारवेमि करंतंपि अन्नं न समजाणामि । तस्स भंते ! पडिक्कमामि, निन्दामि गरिहामि अप्पाणं दोसिरामि । દશવૈકાલિક અ.-૪
-
“ભંતે ! બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરતિ થાય છે. ભંતે ! હું સર્વ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. ક્રોધથી કે લોભથી, ભયથી કે હસવામાં, હું સ્વયં અસત્ય નહિ બોલું, બીજાઓથી અસત્ય નહિ બોલાવીશ અને અસત્ય બોલનારાઓનું અનુમોદન પણ નહિ કરું. યાવજ્જીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી ન કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના મૃષાવાદથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.”
ઉક્ત રીતિથી જૈન અણગાર બધા પ્રકારનાં અસત્ય ભાષણ કે યાવજ્જીવન માટે ત્યાગ કરું છું. અસત્ય ભાષણ ભયંકર પાપ છે, તેથી અણગાર એનો સર્વથા પરિહાર કરે છે. શાસ્ત્રકારોએ મૃષાવાદ વિરતિ અર્થાત્ સત્યને સાક્ષાત્ ભગવાન કહ્યો છે- ‘“સખ્ખું ઘુ માવં’
સત્ય મહાવ્રત
૮૪૩