________________
(૧) પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે સાધુને ઇર્ષા સમિતિથી સમિત હોવું જોઈએ. અર્થાત્ એને ગમનાગમન તથા સ્થાનના વિષયમાં આ પ્રકારે પ્રવૃત્તિ કરવી જોઈએ, જેનાથી કોઈપણ ત્રાસ-સ્થાવર જીવની હિંસા ન થાય, એમને કષ્ટ કે પીડા ન પહોંચે. યુગ પ્રમાણ (સાડા ત્રણ હાથ જેટલી) ભૂમિને સારી રીતે જોઈને ગમનાગમન કરવું જોઈએ. સ્વપર અને પ્રવચનના ઉપઘાતના બચતાં યતનાપૂર્વક ગમનાગમન કરવું જોઈએ. જેનાથી કોઈ ત્ર-સ્થાવર જીવને કષ્ટ ન પહોંચે. ત્રાસ-સ્થાવર જીવોની દયાની ભાવનાથી ઓતપ્રોત થઈને યતનાપૂર્વક ચાલનાર, સ્થિત થનારા અણગાર ઈર્ષા સમિતિથી સમિત થાય છે. આમ, ઈર્યા સમિતિનું ધ્યાન રાખીને ચાલનાર અણગાર પોતાના અહિંસા મહાવ્રતને પરિપુષ્ટ બનાવે છે. તેથી ઇર્ષા સમિતિથી સમિત હોવું અહિંસા મહાવ્રતની પ્રથમ ભાવના છે.
(૨) અહિંસા મહાવ્રતને પુષ્ટ બનાવવા માટે અણગારને જોઈએ કે તે પોતાના મનમાં કોઈ પ્રકારના સંક્લિષ્ટ પાપકારી, અશુભ અને હિંસાકારી વિચાર ન આવવા દે. જે અણગાર પોતાના મનમાં પાપકારી, હિંસક, અશુભ અને અહિતકારી વિચારોને સ્થાન નથી દેતા એ જ વિશુદ્ધ મનવાળો અણગાર અહિંસા વ્રતનું પાલન કરી શકે છે. મન સમિતિથી સમિત અણગાર જ અહિંસાનો પાલક હોય છે, તેથી અહિંસા વ્રતની આરાધના અને પરિપાલના માટે અણગારને મનઃ સમિતિથી સમિત હોવું જોઈએ. મન સમિતિથી સમિત હોવું બીજી ભાવના છે.
(૩) અહિંસાના આરાધક અણગારને નૃશંસ, ક્રૂર અને દારુણ વચન ન બોલવાં જોઈએ. જે ભાષા ક્લેશ કરાવનારી હોય, બીજાના મનને છેદનારી હોય, પરનિદા કારી હોય અને સાવદ્ય હોય, તે કદીયે ન બોલવી જોઈએ. આમ, ભાષા સમિતિથી સમિત અણગાર જ અહિંસાનું પાલન કરી શકે છે. તેથી અહિંસા મહાવ્રતની પુષ્ટિ હેતુ અણગારને વચન સમિતિનું પાલન કરવું જોઈએ. વચન સમિતિનું પાલન કરવું અહિંસા મહાવ્રતની ત્રીજી ભાવના છે.
(૪) વસ્તુઓને ઉઠાવવામાં અને રાખવામાં સાવધાની રાખવી, બરાબર જોઈને અને પ્રમાર્જન કરી એમને ઉઠાવવું અથવા રાખવું આદાન નિક્ષેપણ સમિતિ ભાવના છે. અહિંસાના પાલકને એ ધ્યાન રાખવું જોઈએ કે વસ્તુઓને ઉઠાવવામાં કે રાખવામાં કોઈ રસ કે સ્થાવર જીવની હિંસા ન થઈ જાય. અયતનાથી વસ્તુઓને રાખવા કે ઉઠાવવામાં હિંસાની સંભાવના રહે છે, તેથી અણગારને અહિંસા વ્રતના પરિપાલન અને પરિરક્ષણ માટે આદાન નિક્ષેપ સમિતિથી સમિત હોવું જોઈએ. એ અહિંસા મહાવ્રતની ચોથી ભાવના છે.
(૫) ખાવા-પીવાની વસ્તુની બરાબર દેખભાળ કરી લેવી અને પછી પણ દેખભાળ કરી ખાવું-પીવું આલોકિત પાન ભોજન ભાવના છે. અણગારને આ વાતની પૂર્ણ સાવધાની વરતવી રાખવી) જોઈએ કે ખાન-પાનની વસ્તુને લેવામાં કોઈ પ્રકારની પ્રાણીહિંસા ન થાય. ખાદ્ય કે પેય પદાર્થોને ગ્રહણ કર્યા પછી પણ એમને પ્રકાશમય આલોકિત સ્થાનમાં અને આલોકિત પાત્રમાં બરાબર જોઈને ઉપયોગમાં લો. કારણ કે આ વિષયમાં બેજવાબદારી કરવાથી જીવહિંસા થઈ જવાની સંભાવના રહે છે. આ સંભાવિત હિંસાને ટાળવા માટે આલોકિત પાન-ભોજન નામની ભાવના બતાવવામાં આવી છે.
આચારાંગ સૂત્ર અનુસાર ઉક્ત પાંચ ભાવનાઓ બતાવવામાં આવી છે. “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં પ્રથમની ત્રણ ભાવનાઓ તો એ જ કહેવામાં આવી છે, પરંતુ ચોથી ભાવનાના રૂપમાં [ અહિંસા મહાવ્રત ) જે છે ? ૮૪૧)