________________
તેથી “આચારાંગ સૂત્ર'માં તીર્થેશ પ્રભુ મહાવીરે તેજસ્કાયને “દીર્ઘલોક શસ્ત્ર'ના રૂપમાં બતાવ્યો છે. દીર્ઘલોક શસ્ત્રની અંતર્ગત તેજસ્કાય બધા ભેદોનો સમાવેશ થઈ જાય છે.
આમ, અગ્નિ(તેજસ્કાય)ની સજીવતા સ્વયં જ સિદ્ધ છે. પ્રકાશ, ઉષ્ણતા એ અગ્નિ(તેજ)ના ગુણો છે. ગુણ, ગુણીથી સર્વથા ભિન્ન નથી રહેતો. “વિન્ગ સંસિ સgિ' શબ્દથી તથા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અગ્નિના ચાર વિભાગોમાંથી ત્રીજો વિભાગ વિદ્યુત તારાઓમાં લાગનારી આગથી અગ્નિ, લાઇટ, પંખો, ધ્વનિ, ક્ષેપક વગેરે વિધુતથી સંચાલિત વસ્તુઓમાં રહેનારી અગ્નિની સજીવતા સ્પષ્ટ પ્રમાણિત થાય છે.
તેથી પરિપૂર્ણ મહાવ્રતધારી સાધક પ્રથમ મહાવ્રતની સુરક્ષા ત્યારે કરી શકે છે જ્યારે દીર્ઘલોક શસ્ત્રથી થનારાં પ્રાણીઓના મારણાંતિક ખેદને જાણતા થયેલો બાદર અગ્નિકાય (તેજસ્કાય) સંબધી શસ્ત્રોનો સર્વથા (ત્રણ કરણ, ત્રણ યોગથી) પરિત્યાગ કરે છે.
વાયુકાયની હિંસાના પ્રત્યાખ્યાન : “સંયત-વિરત-પ્રતિહત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતા, ચામર, પંખા, વીજણો, પત્ર, શાખા (ડાળી), શાખાના ટુકડા, મોરપીંછ, મોર-પાંખ, વસ્ત્ર, વસ્ત્રના પાલવ, હાથ કે મોથી પોતાના શરીર અથવા બહારના પગલોને ફેંકી દ, હવા ન કરે, બીજાઓથી ફૂંક ન દેવડાવે, હવા ન કરાવે, ફૂક દેનારા કે હવા કરવાવાળા અનુમોદન ન કરે, યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી - મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, નહિ કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું.
ભંતે ! હું અતીતના વાયુ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” આ પ્રકારે શ્રમણ-શ્રમણી વર્ગ વાયુકાયના જીવોને સમારંભથી સદા માટે દૂર રાખે છે.
વનસ્પતિકાયની હિંસાનો પરિત્યાગ સંયતુ - વિરત - પ્રતિહત - પ્રત્યાખ્યાત - પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાત્રિમાં, એકાંતમાં કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, બીજો પર કે બીજો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર, સ્ફટિત બીજો પર, સ્ફટિત બીજો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર, પત્તા આવવાની અવસ્થાવાળી વનસ્પતિ પર, પત્તા આવવાની અવસ્થાવાળી વનસ્પતિ પર સ્થિત વસ્તુઓ પર, હરિત પર રાખેલ વસ્તુઓ પર, છિન્ન વનસ્પતિનાં અંગો પર, છિન્ન વનસ્પતિનાં અંગો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર સચિત્ત કોલ-અંડો કે કાષ્ટ-કીટ-(ધુળ)થી, યુક્ત કાષ્ઠ આદિ પર, ન ચાલે, ન ઊભા રહે, ન બેસે, ન સૂએ, બીજાને ન ચલાવે, ન ઊભા કરે, ન બેસવા દે, ન સૂવા દે,ચાલવા-ઊભા રહેવાબેસવા કે સૂવાવાળાને અનુમોદન ન કરે,યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી, ન કરીશ, ન કરાવીશ અને કરવાવાળાને અનુમોદન પણ નહિ કરું.
અંતે ! અતીતના વનસ્પતિ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.”
ઉક્ત રીતિથી શ્રમણ-શ્રમણી વર્ગને વનસ્પતિના સમારંભથી બચવું જોઈએ. [ અહિંસા મહાવ્રત છે
૮૩૯)