________________
જય હે
છે કે અગ્નિના સુવાહક તથા જ્વલનશીલ પદાર્થોની સત્તા હોવાથી પ્રતિબંધક તત્ત્વની વિદ્યમાનતાથી આગ પણ એ “સુવાહક તત્ત્વથી પ્રવાહિત નથી થઈ શકતી તથા દહનીય તત્ત્વને દિગ્ધ પણ નથી કરી શકતી. ઉદા., માટે હાઈડ્રોજન તથા ઑક્સિજન બંને ગેસ છે. બંને
જ જ્વલનશીલ છે. પરંતુ જ્યારે આ જ બંને મળીને એક થઈ જાય છે, તો ન માત્ર તે ગેસથી તરલ સ્થિતિમાં આવી જાય છે, અપિતુ સળગાવવાની અપેક્ષા એનો ગુણ બુઝાવવાનો થઈ જાય છે. આ સ્થિતિમાં જ્વલનશીલતા નષ્ટ નથી થતી, પ્રત્યુત એ અંદર રહીને પોષણ અને શક્તિનો આધાર બની જાય છે.
ચંદ્રકાંત મણિની સામે (સમીપ) આગને કાપસ પર રાખી દેવાથી પણ એને પ્રજ્વલિત કરવામાં સમર્થ નથી થઈ શકતી. કાષ્ટ પણ પાસે પડ્યો રહે તો પણ અગ્નિ એમાં પ્રવેશ નથી કરી શકતી. એટલા માત્રથી અગ્નિની જ્વલનશીલતાનો નિષેધ નથી કરતા. પ્રતિબંધક(ચંદ્રકાંત મણિ)ની વિદ્યમાનતાથી અથવા પાવરની ન્યૂનાધિકતાથી જ્વલનક્રિયા ક્યાંક નથી પણ બનતી અને ક્યાંક બની પણ જાય છે.
બે વિભિન્ન પ્રકારની ધાતુઓ અથવા ધાતુ મિશ્રણના તારોની ઉપર જો પીગળાવીને જોડી દેવામાં આવે અને એમના છેડાને વિભિન્ન તાપમાન ઉપર રાખવામાં આવે તો એમાં વિદ્યુત ધારા પ્રવાહિત થવા લાગશે, આ તાર વિધુત છે.
બે તારોના પરસ્પર સંઘર્ષથી ધાતુના તાર પણ ભસ્મીભૂત થઈ જાય છે. જ્વાળાઓ દષ્ટિગત થાય છે. આ પ્રત્યક્ષ દશ્યોથી પણ બરાબર સિદ્ધ થાય છે કે વિદ્યુત જ્વલનશીલ છે, પછી દુર્વાહક સુવાહક સાધનોનું નામ લઈને વિધુતના ઉષ્ણ તથા પ્રકાશ ગુણને અલગ માનવા-છુપાવવા “માતા બે વચ્યા'ની જેમ પ્રલાપ માત્ર છે. - જો કોઈ કહે કે - “પાણી અને વીજળીનો પ્રવાહ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે, તો નપાણી ઊડે છે અને નવીજળી બુઝાય છે.” કેટલું નિરાશ મસ્તિષ્ક! જેમ વીજળીની હીટથી પાણી બાષ્પ બનીને ઊડી જાય છે, એમાં માધ્યમ કામ કરે છે. પરંતુ માધ્યમમાં બાષ્પ બનાવવાની ક્ષમતા નથી. એમ જ વિદ્યુતનું માધ્યમ ન હોય તો એમાં પણ પ્રકાશ પ્રગટ નથી થઈ શકતો. સ્વયં પાણીથી પણ તડ-તડ કરનારી એ વિધુતના સ્ફલિંગોને સમાપ્ત કરવામાં આવે છે. તેથી પાણી અને વીજળીની તુલના કરવી અને પાવરના અનુપાતનો ખ્યાલ ન રાખવો સુશો માટે અશોભનીય છે. - જો કોઈ કહે કે - “વીજળી એક ક્ષણમાં દુનિયાના એક છોરથી બીજા છોર સુધી પહોંચી શકે છે. અગ્નિમાં આ ગુણધર્મ નથી.”
આ તર્ક પણ કેટલો અસંગત છે. એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જવા માત્રથી દ્રવ્યનો નિષેધ કરવો અસંગત છે. પરમાણુ તો દ્રવ્ય કહેવાય છે, તે પણ એક ક્ષણમાં વિશ્વ(૧૪ રન્ધાત્મક લોક)ના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે. આમ, ગતિથી દ્રવ્યની તુલના વિસ્મૃતિ મતિનું પ્રદર્શન છે. આ પૂર્વે કહેવાઈ ગયું છે કે – “કોઈપણ પદાર્થની ગતિવિગતિમાં માધ્યમ આવશ્યક છે. એક વ્યક્તિ માધ્યમની અનુકૂળતાથી એક સ્થળેથી બીજા સ્થળ ઉપર શીઘ્રતાથી પહોંચી જાય છે, જ્યારે બીજી વ્યક્તિ માધ્યમની પ્રતિકૂળતાથી તરત [ અહિંસા મહાવ્રત
૮૩૦)