________________
જો કોઈ કહે કે - “વીજળીની સ્વિચ ઑન કરે છે, એનાથી બલ્બ પ્રવજ્વલિત થાય છે. આપણને પ્રકાશ મળે છે. દસ-પંદર મિનિટ પછી બલ્બ ગરમ પણ લાગવા માંડે છે. આ રીતે જ્યાં પ્રકાશ છે, ત્યાં ઉષ્ણતા છે. પરંતુ શું બલ્બમાં જ્વલન ક્રિયા થઈ રહી છે? બિલકુલ નહિ.”
પરંતુ આ કથન તો “પટ્ટટયા પ્રમાત’ ન્યાયનું અનુસરણ કરે છે. પૂર્વમાં જ કહ્યું કે વિધુત, પ્રકાશ અને ઉષ્ણતા ભિન્ન છે. એનું ખંડન આ જ વાક્યમાં ઉપદર્શિત છે. જો વિધુતનો ગુણ પ્રકાશ અને ઉષ્ણતા નથી હોતી તો સ્વિચ ઓન કરવાથી પ્રકાશ નથી થતો, પ્રત્યુત્ પ્રકાશને અન્ય તત્ત્વનો અન્વેષણ અપેક્ષિત હોત. પરંતુ એવું થતું નથી. વિદ્યુતથી પ્રકાશનો આવિર્ભાવ થયો. એનાથી એ સ્પષ્ટ છે કે વિદ્યુત તેજસ્કાયિક દ્રવ્ય છે અને પ્રકાશ એનો ગુણ છે. તત્કાળ બલ્બ ગરમ પણ થવા માંડે છે. ગરમ થવું વિદ્યુતનો ઉષ્ણતા ગુણ છે. હવે રહ્યો પ્રશ્ન જ્વલનનો આની પર જો મીમાંસા કરવામાં આવે તો બલ્બની અંદર ટંગસ્ટન (એક ખનીજ દ્રવ્ય) તારનું જ્વલન થઈ રહ્યું છે અને જો ત્યાં દીર્ઘ સમય સુધી જ્વલન થતું રહે તો ઉષ્ણતાથી તાપમાનની વૃદ્ધિથી અન્ય પદાર્થ પણ સળગી શકે છે. જીવડાં એ જ બલ્બની ઉષ્ણતામાં મૂચ્છિત થઈને ચાર-પાંચ વખત ટક્કર ખાઈને મરી જાય છે. બલ્બની અંદર ભલે ઓક્સિજન ન હોય, પણ અન્ય વાયુ તો વિદ્યમાન રહે જ છે અને તે એ તેજસ્કાયની માટે પ્રાણવાયુનું કામ કરે છે. અન્યથા જ્વલનક્રિયાના અભાવમાં પ્રકાશ અને ગરમી પણ સમાપ્ત થઈ જશે.
જો કોઈ કહે કે - “વિશ્વમાં કેટલાંક દ્રવ્યો એવાં છે, જે વીજળીના ઉત્તમ વાહક... કેટલાંક દ્રવ્યો વીજળીના દુર્વાહક છે. ઉત્તમ વાહકથી વિજળી પ્રવાહિત થઈ શકે છે, દુર્વાહકથી નહિ. દરેક વસ્તુ ધાતુ... પાણી... શરીર.. ક્ષાર, અમ્લ, પૃથ્વી (જમીન) વગેરે વીજળીના ઉત્તમ વાહકો છે. લાકડું એબોનાઇટ, કાચ, લાખ, તેલ, ગંધક, ખાંડ, માટી, રબર, પ્લાસ્ટિક વગેરે વીજળીના દુર્વાહકો છે. ક્ષારયુક્ત પાણી વીજળીના ઉત્તમ વાહક હોવાથી એ બંને માનો પરસ્પર મિત્ર છે. એનાથી વિપરીત પાણી અને અગ્નિ એ બંને પરસ્પર શત્રુ છે.
ઉપર્યુક્ત તર્ક પણ મહાનુભાવ મીમાંસાની કસોટી પર બરાબર ઊતરતા તો આ તુલના આવશ્યકતા ન રહેતી. કાષ્ઠ વગેરે વિજળીના દુર્વાહક છે. આ વાત વીજળી તત્ત્વના અપૂર્ણ જ્ઞાતા સાધારણ બુદ્ધિજીવી જ કહી શકે છે, વિદ્યુત તત્ત્વનો વિશેષજ્ઞ નહિ. વિશેષજ્ઞનું કથન છે કે સામાન્ય પાવરની વીજળી માટે કાષ્ઠ વગેરેની દુર્વાહક થઈ શકે છે, પણ વિશિષ્ટ પાવરવાળી વીજળી માટે કાષ્ઠ વગેરે પણ દુર્વાહક તો શું ભસ્મીભૂત થતાં જોવા મળ્યો છે. પાણીમાં પણ વડવાનલ વિસ્તૃત થતો જોવા મળ્યો છે તથા દુર્વાહક (દુવાહક) શબ્દ જ અર્થ સ્પષ્ટ કરી રહ્યો છે કે કાષ્ઠ વગેરે પદાર્થ વાહક તો થઈ શકે છે પરંતુ કઠિનતાથી.
ઉપર્યુક્ત કથન કરનાર વ્યક્તિ જો વિદ્યુત તથા અગ્નિ વિષયનો પરિપૂર્ણ જ્ઞાતા હોય તો તે આ કુતર્કથી જનસામાન્યને ભ્રમિત નથી કરતો. એવાં પણ તત્ત્વો વિશ્વમાં વિદ્યમાન (૮૩) નો ,
, જિણધમો)