________________
જૈન દર્શનની દૃષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે અરૂપી દ્રવ્ય આંખોથી નથી જોઈ શકાતાં, તો શું તે બધા ઊર્જા રૂપ છે, દ્રવ્યો નથી. જૈન દર્શનનો સ્વલ્પ જ્ઞાતા પણ અરૂપી દ્રવ્યોનો સ્વીકાર નથી કરી શકતો અર્થાત્ અરૂપી દ્રવ્યોને ગુણસંપન્ન માને જ છે. વાયુકાય આંખોથી નથી જોવામાં આવતો છતાં ગુણસંપન્ન વાયુકાય જીવ દ્રવ્ય રૂપમાં સ્વીકૃત છે જ.
જેમ મનુષ્ય શરીરનો આત્મા પણ મૂળ સ્વરૂપમાં આંખોથી નથી દેખાતો, છતાં એના જ જ્ઞાન વગેરે ગુણની અભિવ્યક્તિથી ઊર્જા સંપન્ન આત્મ દ્રવ્ય માનવામાં આવે છે. જેમ આત્માની શક્તિ, ઊર્જા, આત્માથી ભિન્ન (અલગ) નથી રહેતી, એમ જ વીજળી-વિદ્યુતના અદેશ્ય થવા છતાંય મૂળ સ્વરૂપમાં આંખોથી નથી જોઈ શકાતી છતાંય તે દ્રવ્ય નથી, એમ નથી કહી શકાતું. કારણ કે ઝટકો (કરંટ) લાગવો એ વિદ્યુત-દ્રવ્યનો ગુણ છે. એની ઊર્જા શક્તિથી અન્ય માધ્યમ મળવાથી પ્રકાશ અને તાપ અભિવ્યક્ત થાય છે. પ્રકાશ અને તાપ એ ગુણ છે. ગુણ-ગુણી (દ્રવ્ય) વગર નથી રહી શકતા. માત્ર આંખોથી અદેશ્ય પદાર્થને ઊર્જા માની લેનારા મહાનુભાવ, પ્રાચીનકાળના નાસ્તિકોનો હાસ્યાસ્પદ પાર્ટ અદા કરે છે.
કેટલાક વિદ્વાનોનું કથન છે કે - વીજળી વાહક તારને સ્પર્શ કરે, તો ઝટકો લાગે છે અને આપણને એના અસ્તિત્વનો અનુભવ થાય છે, પરંતુ તે દેખી શકાતો નથી.”
આ કથન પણ વદતોવ્યાઘાત તુલ્ય છે. વિદ્યુતનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર ના કરનાર વ્યક્તિ એના અસ્તિત્વનો અનુભવ કરે છે. તેથી એ સિદ્ધ થાય છે કે જેનું અસ્તિત્વ છે, તે દ્રવ્ય છે અને ઊર્જા એનો ગુણ છે.
જો કોઈ એવું કહે કે - “ઝાડ ઉપર વીજળી પડે તો ઝાડ સળગીને રાખ નથી થતું, સુકાય છે, મરે છે.”
તો આ કથન સર્વથા અયોક્તિક છે. એમને એટલું પણ ધ્યાન નથી કે વીજળીની માત્રા ઓછી હોવાથી સુકાય છે, પણ વધુ માત્રા હોવાથી તો ઝાડ જ બળીને રાખ થઈ જાય છે. જેમ કે બે તારોમાં પરસ્પર ઘર્ષણ થવાથી તાર બળીને રાખ થઈ જાય છે. એવા પ્રસંગો પ્રાયઃ દૃષ્ટિગોચર થાય જ છે. તાર વનસ્પતિથી વધુ સખત (કઠણ) છે. જ્યાં વધુ મજબૂત વસ્તુની પણ રાખ થઈ જાય છે, તો વીજળીની વધુ માત્રા હોવાથી ઝાડની રાખ કેમ ન થાય ?
સાંભળવા મળે છે કે મોટાં-મોટાં શહેરોમાં લાકડાના અભાવમાં મનુષ્યોને અગ્નિ સંસ્કાર વિદ્યુતથી કરવામાં આવે છે અને એની રાખ થઈ જાય છે. આ કથનથી પણ એ જ સિદ્ધ થાય છે કે વીજળીમાં રાખ કરવાની ક્ષમતા છે. પણ વિદ્યુતની માત્રા ઓછી હોવાથી ઝાડ બળીને રાખ નથી થઈ શકતું. આગની પણ માત્રા ઓછી થશે તો તે કોઈને રાખ નહિ કરી શકે, પણ સૂકવી દેશે.
પ્રખ્યાત વૈજ્ઞાનિક સર જે. જે. ટોમસને હિસાબ લગાવીને બતાવ્યું કે - “જો કોઈ પરમાણુની અંદર જે શક્તિ સંગઠિત છે, તે વિખરાઈ જાય, તો ક્ષણાંશમાં જ લંડન જેવા ભરચક વસેલાં ત્રણ મોટાં શહેરો રાખ થઈ જાય. આ વિદ્યુત અણુઓની શક્તિ પર આધારિત (૮૩૪ , જે એક છેજો
જિણધમો)