________________
ક્રિયા, રેડેશિયમ હીટ-ટ્રાન્સફર પવન, પ્રસંગ વગેરે આગના પ્રકારોની ભિન્નતાના કારણે જ પ્રત્યેક પ્રકારની આગ બુઝાવવાના ઉપાય પણ અલગ-અલગ કામમાં લેવામાં આવે છે.
એમાં સામાન્યતઃ આગ પાણીથી બુઝાઈ જાય છે, પરંતુ જો વીજળીથી લાગેલી આગને પાણીથી બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનાથી બુઝાવનારને મોટો ધક્કો લાગે છે. કારણ પાણી વીજળીનો સુચાલક (Conductor - કન્ડક્ટર) હોય છે. પેટ્રોલિયમ વગેરે જ્વલનશીલ તરલ પદાર્થો ઉપર પાણી નાખવામાં આવે છે, તો આગ બુઝાવવાના બદલે વધુ ફેલાઈ જાય છે. એ જ કારણ છે કે આ પ્રકારની આગ પાણી નાખીને નહિ, પણ રેત વગેરે અન્ય પદાર્થ નાખીને બુઝાઈ જાય છે. ચૂના ઉપર પાણી પડવાથી એનું ભડકી ઊઠવું તથા એનાથી એની વાહક ટ્રક વગેરેના સળગી જવાની ઘટનાઓ પણ સાંભળવામાં આવે છે.
લોખંડના ઇંડોના - પ્રસંગથી બરફમાં પણ આગ લાગતી જોવા મળે છે. વૈજ્ઞાનિકોમાં આગ બુઝાવવા માટે વિભિન્ન રાસાયણિક તત્ત્વોનું અન્વેષણ કર્યું છે. જ્વલનશીલ તરલ પદાર્થોનું આગ બુઝાવવા માટે પોટૅશિયમ બાયકાર્બોનેટ કે પર્પિલના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. મોનો એમોનિયમ ફૉસ્ફટ પણ આગને વધતો રોકવાની ક્ષમતા રાખે છે.
કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે – “વીજળી અગ્નિ નથી, એક શક્તિ છે, ઊર્જા છે. ઊર્જા અને અગ્નિ એ બંને એકબીજાથી પૂર્ણતઃ ભિન્ન ભૌતિક પદાર્થો (દ્રવ્ય) છે.” પરંતુ આ પ્રકારનું કથન કરનાર મહાનુભાવ જૈન દર્શનના તત્ત્વ જ્ઞાનથી અજાણ છે. “વીજળી અને અગ્નિ” એ બંને તેજસ્કાયના ભેદો છે. બંને સ્વતંત્ર પદાર્થો છે અને શક્તિયુક્ત પદાર્થો છે. શક્તિ-ઊર્જા આ પદાર્થનો ગુણ છે, જે પદાર્થથી ક્યારેય પણ પૂર્ણતઃ ભિન્ન નથી રહી શકતો. જેમ કે સૂર્યનાં કિરણો સૂર્યની ઊર્જા છે, તે ક્યારેય સૂર્યથી પૂર્ણતઃ અલગ નથી થઈ શકતા. જો કિરણો પૂર્ણતઃ ભિન્ન થઈ જાય તો કિરણો, કિરણો નહિ રહે અને સૂર્ય, સૂર્ય રહેશે નહિ. એમ જ અગ્નિમાં ઉષ્ણતા તાપ એ એની શક્તિ છે. ઉષ્ણતા-તાપ અગ્નિથી પૂર્ણતઃ ભિન્ન નથી રહી શકતી. ઊર્જાને અગ્નિથી પૂર્ણતઃ ભિન્ન માનવી, તાત્ત્વિક દૃષ્ટિની અનભિજ્ઞતા પ્રગટ કરે છે.
વૈજ્ઞાનિકો અનુસાર આત્મા કંઈક ક્વાંટમ કણોનો સમૂહ છે. ક્વાંટમ કણ ઊર્જાના સંવાહકના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યાં છે અને એમ માનવામાં આવે છે કે તાપ, વિધુત અને પ્રકાશ વગેરે બધાનું મૂળ એકમ, એ ક્વાંટમ કણો છે.
- હિંદુસ્તાન, ૧૮-૪-૮૨ તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પષ્ટ પ્રમાણિત થઈ જાય છે કે “ઊર્જા અને અગ્નિ સર્વથા ભિન્ન દ્રવ્ય નથી. જો એમ કહેવામાં આવે કે -
“વીજળી અદેશ્ય ઊર્જા છે, કારણ કે તે એના મૂળ સ્વરૂપમાં આંખોને દેખાતી નથી.”
જેનું મૂળ સ્વરૂપ આંખોથી જોઈ ન શકાય તે ઊર્જા છે, આ કથન પણ યુક્તિથી ખૂબ દૂર છે. [ અહિંસા મહાવ્રત આ છે કે આ જ છે જ છે. આ જ છે (૮૩૩)