________________
બધા ભેદ ઑક્સિજન જ ગ્રહણ કરે અને ન જ એવો નિયમ છે. આ વિષયક સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવનાર છે. અગ્નિકાય(તેજસ્કાય)ના જીવોના શરીરની પ્રકૃતિ ઉષ્ણ છે, તેથી અતિ ઉષ્ણતામાં જીવિત રહી શકે, એમાં આશ્ચર્ય જેવી કોઈ વાત નથી, ફિનિક્સ પક્ષી અગ્નિમાં પડીને નવજીવન પ્રાપ્ત કરતું જોવામાં આવે છે.
આજની પ્રચલિત ‘વિદ્યુત-બલ્બ’માં પણ પોલારની સ્થિતિ રહી છે. એ પોલારમાં પણ વાયુ વિદ્યમાન છે. તાર વગેરે વિદ્યુતીય બધાં ઉપકરણોના અંતર્ગત પણ વાયુ વિદ્યમાન છે. તેથી વિદ્યુતીય અગ્નિમાં પણ શ્વાસોચ્છ્વાસનો પ્રસંગ બની જાય છે. બહાર સળગતા તેજસ્કાયનો ખાદ્ય પદાર્થ લાકડી, ઘાસ, કેરોસીન વગેરે છે. બલ્બમાં સળગતા વિદ્યુતનો ખાદ્ય પદાર્થ ટંગસ્ટનના તાર વગેરે છે. તે સળગતા રહે છે. કદાચ કોઈ કહે કે એક જ જાતિનાં પ્રાણીઓમાં એક જ પ્રકારનો આહાર અને એક જ પ્રકારનો શ્વાસોચ્છ્વાસ હોવો જોઈએ. પરંતુ એમનું આ કથન યથાર્થ નથી. કારણ કે આ વિશ્વમાં રહેનાર જીવોની જાતિઓ વિવિધ પ્રકારની છે. એમાં એક જ જાતિના અવાંતર અનેક ભેદ માનવામાં આવ્યા છે અને એ ભેદોમાં આહાર તથા શ્વાસની પણ ભિન્નતા રહે છે. સર્વ પ્રથમ મનુષ્યને જ લઈ લો. મનુષ્ય જાતિના અવાંતર અનેક ભેદ છે. એ ભેદોમાં હિમાલયમાં વસિત મનુષ્યોને પણ અંતર્ભાવ થઈ જાય છે. હિમ-પ્રદેશમાં જન્મ લેનાર મનુષ્ય ત્યાંની ઠંડી તથા ઠંડીથી સંયુક્ત વાયુને ગ્રહણ કરવામાં સમર્થ હોય છે; જ્યારે રેગિસ્તાન, રાજસ્થાન વગેરે પ્રદેશના માનવ સ્વઅનુકૂળ હવાના અભાવમાં ત્યાં (હિમ-પ્રદેશ) રહેવામાં અસમર્થ છે.
સાંભળ્યું છે કે અન્ય પ્રદેશોની વ્યક્તિ જ્યારે હિમ પ્રદેશમાં જાય છે તો ઊનનાં વસ્ત્રોની સાથે એક અંગરખું પણ પોતાના શરીર પર બાંધે છે.
એના સિવાય વનસ્પતિ જાતિમાં પણ વિચિત્રતા જોવા મળે છે. કોઈ વનસ્પતિઓ તો જેટલું વધુ પાણી વરસે છે એટલી જ વધુ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત, ફલિત થાય છે, પરંતુ જવાસા નામની વનસ્પતિ એટલી જ વધુ કરમાય છે. જો કે વનસ્પતિ જાતિની અપેક્ષાઓ સમાન છે, છતાંય જળવાયુ, આહાર વગેરેની અપેક્ષાએ એમાં ભિન્નતા જોવા મળે છે.
આગમમાં અગ્નિની સાત લાખ યોનિઓ તથા ત્રણ લાખ કુલ કોટિ કથિત છે. એનું સમર્થન આધુનિક વિજ્ઞાનથી થાય છે. વૈજ્ઞાનિકોએ અગ્નિના અગણિત પ્રકારોનો સ્વીકાર કર્યો છે અને એનું વર્ગીકરણ ચાર મુખ્ય ભાગોમાં કર્યું છે
(૧) કાગળ અને લાકડા વગેરેમાં લાગનારી આગ.
(૨) આગ્નેય-તરલ પદાર્થ તથા ગૅસની આગ.
(૩) વિદ્યુત તારોમાં લાગનારી આગ.
(૪) જ્વલનશીલ ધાતુ-તાંબુ, સોડિયમ અને મેગ્નેશિયમમાં લાગનારી આગ. અગ્નિના પ્રકારોની ભિન્નતાથી પણ સ્પષ્ટ થાય છે કે અગ્નિને પ્રજ્વલિત કરનાર કારણોમાં પણ મૌલિક વિભિન્ન રાસાયણિક તત્ત્વોનું મળવું, લાકડાનું પાયરોલિસેસ પાણી
૮૩૨
જિણઘો