________________
ગતિ નથી કરી શકતી. એટલા માત્રથી એકને સજીવ અને બીજાને નિર્જીવ નહિ કહી શકાતા. એક વિચારવાન સ્વયં સમજી શકે છે કે શિશુ તથા તરુણની ગતિ-મંદતા અને ત્વરિત ગતિથી સજીવ-નિર્જીવનો વિભેદ નથી કરી શકાતો.
વિદ્યુતનું પ્રચંડ સ્વરૂપ તથા ત્વરિત ગતિ નિશ્ચિત તેજસ્કાયને સિદ્ધ કરે છે. છાણ વગેરેની અગ્નિ (વ્યવહાર સચિત્ત અગ્નિ) વગેરે વિષયક અભિધાન રાજેન્દ્ર કોષના પ્રમાણ પણ ઉપર આપવામાં આવ્યા છે.
ઘર્ષણથી વીજળીના ઉદ્ભવની જેમ અગ્નિનો પણ ઉદ્ભવ થાય છે. યથા એરણની લાકડીના પરસ્પર ઘર્ષણથી, પથ્થર અને ચકમકના ઘર્ષણથી, માચીસ (પેટી) અને દીવાસળીના ઘર્ષણથી હા, ઘર્ષણની ન્યૂનાધિકતાથી તત્કણ ચમકનું અલક્ષિત થવું, અગ્નિનું રૂપ ન લેવું અથવા વિદ્યુતનું પૂર્ણ પ્રગટ ન થવું આ અલગ વાત છે. પણ, ઘર્ષણની પૂર્ણતા તથા તજનિત તત્વને બળવાનું માધ્યમ હોય તો ત્યાં અગ્નિ અને વિદ્યુત બંને જ જોવા મળે છે.
જનરેટર કેટલું પણ તેજ ચાલતું હોય પણ જો ઘર્ષણથી ઉત્પન્ન વિદ્યુતને બળવાનું માધ્યમ ન હોય તો ત્યાં વિદ્યુત પણ દૃષ્ટિગત નથી થતું. જેમ વર્ષાકાળમાં નદીનું પાણી અતિ વેગથી પ્રવાહિત થાય છે. મોટા-મોટા પહાડોથી સંઘર્ષ કરે છે, પણ વેગ અને સંઘર્ષના પરિણામથી બળનાર માધ્યમ ન હોવાથી વીજળીનો પ્રવાહ દૃષ્ટિગત નથી થતો. આમ, તટસ્થ બુદ્ધિથી પ્રત્યેક સ્થળના વિષયને હૃદયંગમ કરવાથી જ વસ્તુસ્થિતિનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે.
જ્યાં અગ્નિ છે ત્યાં ઉષ્ણતા હોય છે, કારણ કે ઉષ્ણતા એનો ગુણ છે. પરંતુ જ્યાં અગ્નિજન્ય ઉષ્ણતા છે, ત્યાં સચિત્ત અગ્નિ નથી, પણ અચિત્ત અગ્નિ તો છે જ. જેમ ભઠ્ઠીના કિનારે પડેલી ઈંટ ભઠ્ઠીમાં પ્રજ્વલિત સચિત્ત અગ્નિની સામીપ્યતાથી ઈંટમાં ઉષ્ણતા આવી. પરંતુ એટલી ઉષ્ણતા નથી કે એના સંપર્કથી અન્ય વસ્તુ બળી ઊઠે. પણ તે ઉષ્ણતા પણ અગ્નિનો જ ગુણ કહેવાશે. ઈંટના સંપર્કથી અગ્નિ નિર્જીવ થઈ ગઈ, તેથી એની પાછળ વિશેષણ લાગશે - નિર્જીવ અગ્નિની ઉષ્ણતા'. એ જ પ્રકારે વીજળી રૂપ તેજસ્કાયના સંપર્કથી બલ્બમાં ઉષ્ણતા આવી અને બલ્બની ઉષ્ણતા જ્યાં સુધી અન્ય પદાર્થને દગ્ધ કરવામાં સમર્થ નથી ત્યાં સુધી નિર્જીવ વીજળીની ઉષ્ણતા' કહેવાશે. એ બલ્બની ઉષ્ણતા પણ “નિર્જીવ (અચિત્ત) તેજસ્કાયના અંતર્ગત જ છે. આને અગ્નિ (તેજસ્કાય) નથી, એવું નથી કહી શકાતું.
જ્યાં પ્રકાશ હશે ત્યાં એનો આધાર અગ્નિ કે વિદ્યુત હશે જ, પણ સ્વયં પ્રકાશ અગ્નિ કે વિદ્યુત ધર્મ નથી, કારણ કે ઉષ્ણતાની જેમ પ્રકાશ પણ અગ્નિ-વિધુતનો ગુણ છે. 1 ચમકને પ્રકારાન્તરથી પ્રકાશ પણ કહી શકાય છે, પરંતુ આ ચમક રૂપ પ્રકાશ અગ્નિ કે વિદ્યુતનો ગુણ નથી કહી શકાતો. જેમ આગિયામાં ચમક છે, પણ તે તેજસ્કાયનો ગુણ નથી. કારણ કે એનું શરીર ઉદ્યોત નામ-કર્મના ઉદયથી ચમકે છે. રેડિયમ ધાતુ વગેરે પણ ચમકવાળા અવશ્ય છે, પણ એમાં તેજસ્કાયનો ગુણ નથી. આ વિવેચનથી એ બરાબર સ્પષ્ટ છે કે અગ્નિકાય જેમ બાદર તેજસ્કાયનો ભેદ છે, એમ વિજળી પણ બાદર તેજસ્કાયનો ભેદ છે. લક્ષણની સમાનતા હોવાથી જ્વલન વગેરે કાર્ય પણ અગ્નિની અપેક્ષાએ વિદ્યુતથી અનેકગણા વધારે હોય છે. આ વિષયક વૈજ્ઞાનિક અનુસંધાનના પ્રમાણ ઉપર ઉલ્લેખિત થયેલા છે. એ પ્રમાણોથી વિદ્યુતની ભયંકરતા પણ સુસ્પષ્ટ છે. (૩૮)
જિણધો]