________________
નાશ થતો હોય, ક્રિયાકાંડ ધ્વંસ થતો હોય, પોતાના સિદ્ધાંતના અર્થમાં બગાડ થતો હોય, તો એમનું સ્વરૂપ પ્રકાશિત કરવા માટે પૂછ્યા વગર પણ બોલવું જોઈએ.
સારાંશ એ છે કે - સત્ય મહાવ્રતીએ મુખ્યત્વે મૌનનું અવલંબન લેવું જોઈએ પરંતુ બોલવું આવશ્યક હોય તો સત્ય, પ્રિય, નિરવ અને હિતકારી વચન જ બોલવું જોઈએ. એવું કરવાથી જ બીજા મહાવ્રતની સમ્યમ્ આરાધના થઈ શકે છે. સત્ય મહાલતના ભંગ:
જૂઠના કારણભૂત ક્રોધ, લોભ, ભય અને હાસ્યને કૃત, કારિત, અનુમોદન તથા મનવચન-કાયારૂપ નવ કોટિથી ગુણ્યા કરવાથી ૪૪૯=૩૬ ભંગ બીજા મહાવ્રતના હોય છે. પૂર્વોક્ત દિવસમાં, રાતમાં, એકલામાં, સમૂહમાં, ઊંઘતા સમયે અને જાગતા સમયે આ છે વિકલ્પોથી ગુણ્યા કરવાથી ૩૬૮૬=૨૧૬ ભંગ પણ થાય છે.
ઉક્ત રીતિથી બધા પ્રકારના મૃષાવાદથી વિરતિ રૂપ સત્ય મહાવ્રતના સમ્યગુ રૂપથી આરાધન કરનાર મુનિ સંસારસાગરથી પાર થઈ જાય છે.
K AT
(અસ્તેય મહાવત) નિગ્રંથ શ્રમણ જે પાંચ મહાપ્રતિજ્ઞાઓનો અંગીકાર કરે છે, એમાંની ત્રીજી પ્રતિજ્ઞા છે - “સળા વન્નાલાપITો વેરમUT ” તે એ પ્રતિજ્ઞા કરે છે કે તે કોઈપણ પ્રકારની વસ્તુને ત્યાં સુધી ગ્રહણ નહિ કરે, જ્યાં સુધી તે એના સ્વામી દ્વારા દત્ત ન હોય કે અનુજ્ઞાત ન હોય. એની આ મહાપ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રમાણે __ अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं । सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि-से गामे वा नगरे वा रणे वा अप्पं वा बहुं वा अणुंवा थूलं वा चितमन्तं वा अचित्तमन्तं वा, नेव सयं अदिन्नं गेण्हेज्जा, नेवन्नेहिं अदिन्नं गेण्हावेज्जा, अदिन्नं गेण्हते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
ભંતે ! ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનની વિરતિ થાય છે. ભંતે ! હું સર્વ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું છું. ગામમાં, નગરમાં કે અરણ્યમાં ક્યાંય પણ અલ્પ કે વધારે, સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત, કોઈપણ અદત્ત વસ્તુને હું સ્વયં ગ્રહણ નહિ કરું, બીજાઓથી અદત્ત વસ્તુને ગ્રહણ નહિ કરું અને અદત્ત વસ્તુને ગ્રહણ કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. વાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી - મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું.
ભંતે ! હું અતીતના અદત્તાદાનથી નિવૃત્ત થાઉં છું. એની નિંદા કરું છું. ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” (૮૪૮) , ,
, જિણામો)