________________
ઉક્ત રીતિથી તેજસ્કાયના જીવોનો કોઈપણ પ્રકારથી આરંભ-સમારંભ કરવા-કરાવવા તથા અનુમોદન કરવાની મનસા, વાચા, કર્મણા, શ્રમણ કે શ્રમણી વર્ગ પરિત્યાગ કરે છે. આ પ્રતિજ્ઞાના અંતર્ગત શ્રમણ-શ્રમણી વર્ગ માટે વિદ્યુતચાલિત ધ્વનિ વિસ્તારક યંત્ર વગેરેનો ઉપયોગ વર્જનીય અને નિષિદ્ધ થાય છે વિદ્યુત સચિત્ત છે - આગમિક તથા વૈજ્ઞાનિક દૃષ્ટિઃ
કારણ કે યંત્રવાદિતાના આ યુગમાં વિદ્યુતની સચિત્તતા તથા અચિત્તતાનો પ્રશ્ન એક જ્વલંત રૂપથી લઈ ચૂક્યો છે, તેથી પ્રસ્તુત તેજસ્કાયના સંદર્ભમાં આનું વિસ્તૃત તથા સ્પષ્ટ વિવેચન વધુ ઉપોયગ થશે -
जे दीहलोग-सत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे । जे असत्थस्स खेयण्णे, से दीहलोग-सत्थस्स खेयण्णे ॥
- આચારાંગ, પ્ર.આ. પંચ સ્થાવરકાય જીવલોકમાં વનસ્પતિકાય જીવલોકને દીર્ઘલોક' કહેવામાં આવ્યો છે. અહીં દીર્ઘ શબ્દ અવગાહનાથી સંબંધિત છે. પાંચ સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે. એમાં ચારની અવગાહના આંગળીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને વનસ્પતિની અવગાહના જઘન્ય, આંગળીના (અંગુલના) અસંખ્યાતમા ભાગ તથા ઉત્કૃષ્ટ એક હજાર યોજનથી વધુ માનવામાં આવી છે. (પ્રજ્ઞાપના અવગાહના પદ). વનસ્પતિની વિશ્વમાં ખૂબ પ્રચુરતા છે. એ પ્રચુરતાના કારણે આગમમાં એને દીર્ઘલોક કહ્યો છે. એ દીર્ઘલોક વનસ્પતિકાયના શસ્ત્ર અગ્નિકાયિક (તેજસ્કાય) જીવ હોય છે. જે લીલી વનસ્પતિને પણ સળગાવીને રાખ કરી દે છે, તો અન્ય વિશ્વવર્તી પ્રાણીઓનું તો શું કહેવું? અર્થાત્ અગ્નિ શસ્ત્ર વિશ્વનાં બધાં પ્રાણીઓનો ઘાતક છે. તે અતિ તીક્ષ્ણ તથા પ્રચંડ છે. એના સંતાપથી બધાં પ્રાણીઓ કેટલો ખેદ અનુભવે છે, તે સ્વઅનુભૂતિથી જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિને થોડી પણ અગ્નિ - તણખો લાગી જાય છે, તો તે બૂમ પાડી દે છે. જે સ્થાનને તે તણખો અડે છે, એ સ્થાન પર ફોડલા થઈ જાય છે. ઘણા સમય સુધી એની પીડાથી તે ખેદ થાય છે. આટલો તણખો પણ વ્યક્તિને કેટલો વિહ્વળ બનાવી દે છે, એની અનુભૂતિ એ સ્વયં કરે છે. આ જ અનુભૂતિના આધારે વિચારી શકાય છે કે અગ્નિ શસ્ત્ર (તેજસ્કાય) જગતવર્તી બધાં પ્રાણીઓ માટે અત્યંત ભયાનક પીડાથી પીડિત કરનાર તથા મૃત્યુ સુધી પ્રાપ્ત કરાવનાર છે. તેથી એ ખૂબ સારી રીતે સુસ્પષ્ટ છે કે એનાથી ભયંકર અથતુ એના સમાન જગતમાં બીજું કોઈ શસ્ત્ર નથી. પ્રભુ મહાવીરે “ઉત્તરાધ્યયન સૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે - “ન્જિનોને સન્થ, તપ્તનોખું જ વીવ! ”
- અ.-૩૫, ગા-૧ ર જ્યોતિ-અગ્નિ(જાજ્વલ્યમાન તેજસ્કાય)ના સમાન બીજું કોઈ શસ્ત્ર નથી, તેથી અગ્નિનું પ્રજ્વલન ન કરો. [ અહિંસા મહાવ્રત અ પૈસા મહાવત ને
૮૨૦]
૮૨૦