________________
માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી નહિ કરું, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. અંતે ! હું અતીતના પૃથ્વી-સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.
સત્તર પ્રકારના સંયમમાં સારી રીતે અવસ્થિત સાધકને “સંત” કહે છે. પાપોથી નિવૃત્ત ભિક્ષુ-વિરત કહેવાય છે. અથવા વિવિધ પ્રકારના તપમાં રતને ‘વિરત' કહે છે. જેણે જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોમાંથી પ્રત્યેકને હત કર્યા હોય તે પ્રતિહત પાપકર્યા છે. જે આસ્રવદ્વારને નિરુદ્ધ કરી ચૂક્યો હોય તે પ્રત્યાખ્યાત પાપકર્યા છે. અથવા ઉક્ત ચારેય શબ્દ એકાર્થક પણ થઈ શકે છે.
પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણ વ્રતને અંગીકાર કરી લીધા પછી વ્યક્તિ ભિક્ષુ” કહેવાય છે. મહાવ્રત ગ્રહણ કરવાની પ્રક્રિયામાં ત્રણ વાતો રહે છે -
(૧) અતીતનાં પાપોનું પ્રતિક્રમણ. (૨) ભવિષ્યનાં પાપોનું પ્રત્યાખ્યાન.
(૩) વર્તમાનમાં મન-વચન-કાયાથી પાપ ન કરવાં, ન કરાવવાં, ન અનુમોદન કરવાની પ્રતિજ્ઞા.
ભિક્ષુ-ભિક્ષુણી સંબંધમાં પ્રયુક્ત ઉક્ત ચાર શબ્દોમાં મહાવ્રત ગ્રહણ કર્યા પછી વ્યક્તિ કઈ સ્થિતિમાં પહોંચે છે, એનું સરળ-સાદું ચિત્ર છે. પ્રતિહત પાપકર્મા' તે એટલા માટે છે કે અતીતનાં પાપોથી પ્રતિક્રમણ, નિંદા, ગહ દ્વારા નિવૃત્ત થઈને તે પોતાના આત્માનાં પાપોનો વ્યુત્સર્ગ કરી ચૂક્યો છે. તે પ્રત્યાખ્યાત પાપકર્મા' એટલા માટે છે કે એણે ભવિષ્ય માટે બધાં પાપનો પરિત્યાગ કર્યો છે. તે સંયત-વિરત એટલા માટે છે કે જે વર્તમાન કાળમાં કોઈ પ્રકારનાં પાપ કોઈ પ્રકારથી નથી કરતો, એમનાથી તે નિવૃત્ત છે. અહીં સંયત અને વિરત શબ્દ એકાર્થક છે. અથવા પાપથી નિવૃત્ત થયા પછી વિવિધ તપોમાં રત રહેવાના કારણે તે વિરત કહેવાય છે.
ઉક્ત ચારેય વિશેષણોથી યુક્ત શ્રમણ માટે દિવસ અને રાતનું કોઈ અંતર નથી હોતું અથવા તે અકરણીય કર્મને જેમ દિવસમાં નથી કરતો એમ રાતમાં પણ નથી કરતો. જેમ પરિષદમાં નથી કરતો એમ એકાંતમાં પણ નથી કરતો. જેમ જાગતાને નથી કરતો એમ શયન કાળમાં પણ નથી કરતો. જે વ્યક્તિ દિવસમાં પરિષદમાં કે જાગૃત દશામાં બીજાઓના સંકોચવશ પાપથી બચે છે તે બહિરુદૃષ્ટિ છે - આધ્યાત્મિક નથી. શ્રમણ બીજાની શરમથી નહિ પણ આત્મ-પતનના ભયથી બચે છે. તેથી શ્રમણ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક સ્થાનમાં અને પ્રત્યેક સમયમાં પાપથી બચે છે.
પૃથ્વી, ભિતિ, પથ્થર, ઢગલા, સચિત્ત રજ વગેરે પૃથ્વીકાયિક જીવોના ભારે રૂપમાં ઉદાહરણ છે હાથ, પગ, કાષ્ઠ વગેરે પણ સાધારણથી ઉપકરણ છે અને આલેખન-વિલેખન, ઘટ્ટન-ભેદન અને હિંસાની ક્રિયાઓ પણ ખૂબ સાધારણ છે. એનો અર્થ એ છે કે ભિક્ષુ સાધારણથી સાધારણ પૃથ્વીકાયિક જીવોની સાધારણથી ઉપકરણો દ્વારા સાધારણ રૂપમાં પણ હિંસા નથી કરી શકતો તો પછી ક્રૂર સાધનો દ્વારા કે સ્થૂળ ક્રિયાઓ દ્વારા હિંસા કરવાનો [ અહિંસા મહાવ્રત છે આ
પ૮૨૫)