________________
સમિતિક ગુપ્તિનું ધ્યાન રાખતાં ક્રિયા કરનાર સાધુને અહિંસક અણગાર કહેવામાં આવ્યો છે. તેથી સર્વાશમાં અહિંસાનું પાલન અવ્યવહાર્ય નથી, અપિતુ વ્યવહાર્ય છે. આમ, ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનાર અણગાર પ્રથમ મહાવ્રતમાં લેવામાં આવેલી સવ્વામી પાUTIફવાયા વેરમપની પ્રતિજ્ઞાનો પાલક હોય છે. પ્રથમ મહાવતનો દ્રવ્ય વગેરેથી વિચાર :
આ પ્રથમ મહાવ્રત ઉપર જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કરવામાં આવે છે તો દ્રવ્યની અપેક્ષા આનો વિસ્તાર સંપૂર્ણ જીવ દ્રવ્ય સુધી છે, અર્થાત્ સમસ્ત જીવ આ મહાવ્રતના વિષયો છે. જગતમાં જેટલા પણ પ્રકારના જીવ છે, ભલે તે એકેન્દ્રિય હોય, દ્વીન્દ્રિય હોય, ત્રીન્દ્રિય હોય, ચતુરિન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય અને બીજા પણ જીવ પ્રકરણમાં જે જે જીવનિકાયના ભેદ બતાવ્યા છે, તે બધા આ મહાવ્રતના વિષય છે. અર્થાત્ ષજીવ નિકાયમાંથી કોઈપણ જીવ આ મહાવ્રતની પરિધિથી બહાર નથી. તેથી જીવમાત્ર આ મહાવ્રતનો વિષય છે. જેમ કે કહ્યું છે -
पढमम्मि सव्व जीवा, बीए चरिये य सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदेकदेसेण दव्वाणं ॥
- વિશેષાવશ્યક, ભા. ૨૬૩૭-ગા. પહેલાં અહિંસા મહાવ્રતમાં બધા જીવો અને બીજા તથા અંતિમ મહાવ્રતમાં બધાં દ્રવ્યો લેવામાં આવ્યાં છે. શેષ બે મહાવ્રત દ્રવ્યોના એકદેશને લઈને થાય છે.
ક્ષેત્રની અપેક્ષાથી આ મહાવ્રતનો વિષય સંપૂર્ણ લોક છે. સંપૂર્ણ લોકમાં લોકના કોઈપણ ભાગમાં રહેલા કોઈપણ જીવના પ્રાણોનો અતિપાત ન કરવો. ક્ષેત્રની દૃષ્ટિથી આ મહાવ્રતનો વિષય છે.
દિવસ હોય કે રાત કોઈપણ સમયમાં કોઈ જીવના પ્રાણોનો અતિપાત ન કરવો કાળ સંબંધી પ્રથમ મહાવ્રત છે.
ન માત્ર સ્થૂળ દેષ્ટિથી અપિતુ રાગ-દ્વેષથી રહિત થઈને અપ્રમત્ત ભાવથી અહિંસા વ્રતનું પાલન કરવું ભાવ અહિંસા મહાવ્રત છે.
જીવ હિંસાથી વિરત થવા માટે જીવ અને એના ભેદોનું જ્ઞાન હોવું આવશ્યક છે. તેથી અણગાર થયા પહેલાં ષટુ જીવનિકાયનું જ્ઞાન કરાવવામાં આવે છે. કારણ કે ત્યાં સુધી એમની હિંસાથી વિરતિ નથી થઈ શકતી. તેથી કહેવામાં આવ્યું છે -
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्व संजए । अण्णामी कि काही, किंवा नाही सेय पावगं ॥
- દશવૈકા. અ-૪, ગા-૧૦
[ અહિંસા મહાવ્રત 200000002૨૩)