________________
પરિણામને દ્રવ્ય પ્રાણ કહે છે અને પુગલ સામાન્યનું અનુસરણ કરનાર ચેતનના પરિણામે ભાવ પ્રાણ કહે છે. પાંચ ઇન્દ્રિય બળ પ્રાણ, મનોબલ પ્રાણ, વચન બળ પ્રાણ, કાય બળ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ બળ પ્રાણ અને આયુ બળ પ્રાણ - એ દસ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ભાવ પ્રાણ છે. સમસ્ત સંસારી જીવ આ બંને પ્રકારના પ્રાણોથી યુક્ત છે.
ઉક્ત પ્રાણોનો આત્મા સાથે એવો સંબંધ થઈ ગયો કે આત્મા એમને પોતાના માનીને એમના પ્રતિ અત્યંત આસક્તિ રાખવા લાગે છે. એ જ કારણ છે કે પ્રત્યેક જીવને પોતાના પ્રાણ અત્યંત પ્રિય લાગે છે, પોતાના શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાના વચન અને પોતાનું જીવન (આયુષ્ય) અત્યંત વલ્લભ અને પ્રિય લાગે છે. શરીર વગેરે પ્રાણોમાં થનારી પીડાને આત્મા પોતાની પીડા માને છે, તેથી પ્રાણોના અતિપાતથી આત્મા દુઃખનો અનુભવ કરે છે. જેમ કે - આગમમાં કહેવાયું છે -
सव्वे जीवा वि इच्छन्ति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ દશવૈકાલિક, અ.-૬, ગા-૧૧
બધાં પ્રાણીઓ જીવવા માંગે છે, કોઈ મરવા નથી માંગતું. પ્રાણોનો અતિપાત બધાને અપ્રિય છે, તેથી નિગ્રંથ અણગાર કોઈપણ પ્રકારના ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર જીવોના પ્રાણોનો વધ નથી કરતા. નિગ્રંથ અણગાર બધા પ્રકારના પ્રાણીવધનો સર્વથા ત્યાગ કરે છે.
તેથી શાસ્ત્રકારોએ જીવાત્માની હિંસા ન કહીને જીવના પ્રાણોના વ્યપરોપણને હિંસા કહી છે. પ્રાણોની સાથે પ્રાણીનો અભેદ સંબંધ હોય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને પ્રાણીવધ કે જીવવધ કહેવામાં આવે છે. વસ્તુતઃ આત્માને દસ પ્રકારના પ્રાણોથી વિમુક્ત કરવા, એ પ્રાણોનો અતિપાત કરવો જ હિંસા છે.
એની સાથે જ એ પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે માત્ર પ્રાણોના અતિપાત જ હિંસા નથી અને પ્રાણોનો અતિપાત ન હોવો જ અહિંસા નથી. એ બતાવવામાં આવી ગયું છે કે જૈન સિદ્ધાંતમાં પ્રમત્ત યોગથી થનારા પ્રાણીઘાતને હિંસા કહેલ છે. પ્રમત્ત જીવને મન-વચનકાયા રૂપ યોગથી અથવા કષાયયુક્ત આત્મ-પરિણામના યોગથી ત્રસ અને સ્થાવર પ્રાણીઓના દ્રવ્ય અને ભાવ રૂપ પ્રાણોનો ભાવ કરવાથી, તેને હિંસા કહે છે. પરમાર્થથી તો પ્રમત્ત યોગ જ હિંસા છે. પ્રાણોનો ઘાત થઈ જવા છતાંય જો વ્યક્તિમાં રાગ-દ્વેષ અને મોહની પરિણતિ નથી, તો તે અહિંસક છે અને પ્રાણોનો ઘાત ન હોવા છતાંય જો તે પ્રમાદ વગેરેથી યુક્ત છે, તો એને અહિંસક કહી શકાય છે.
સંસારમાં સર્વત્ર જીવ જોવા મળે છે અને તે પોતાના નિમિત્તથી મરે પણ છે. છતાંય જૈન સિદ્ધાંત આ પ્રાણીઘાતને હિંસા નથી કહેતો. હિંસારૂપ પરિણામ જ હિંસા છે. પ્રમત્ત યોગથી થનારા પ્રાણીઘાત હિંસા છે. પ્રમત્ત યોગ હોવાથી ચાહે પ્રાણીઘાત ન પણ હોય તો પણ તે હિંસા છે અને પ્રાણોનો ઘાત થઈ જવાથી પણ જો પ્રમત્ત યોગ નથી તો તે હિંસા નથી. આગમમાં કહ્યું છે કે - “ઇર્યાસમિતિ પૂર્વક ચાલતાં સાધુના પગની નીચે જો કોઈ ક્ષુદ્ર જંતુ આવી જાય
૮૨૧
અહિંસા મહાવ્રત