________________
c
અહિંસા મહાવ્રત
સમસ્ત વ્રતોના શિરોમણિ, વ્રત ચૂડામણિ, વ્રત-રત્નોની ખાણ, જિન-પ્રવચનનું માખણ, સર્વ વ્રતોમાં પ્રધાન અને મહાન અહિંસા મહાવ્રત છે. આ અહિંસા ભગવતીની આરાધના માટે જ અન્ય બધાં વ્રત, નિયમ, જપ-તપ, વિધિ-વિધાન અને પ્રત્યાખ્યાન છે. અહિંસા ભગવતીની સ્તુતિ કરતાં ‘અણગાર ધર્મામૃત’માં કહેવામાં આવ્યું છે
-
सम्यक्त्व प्रभु शक्ति सम्पदमल - ज्ञानामृतांशु द्रुतिनिःशेषव्रतरत्नखानिरखिलक्ले शाहितार्थ्याहतिः । आनन्दामृत सिन्धुरद्भुत गुणामर्त्याग भोगावतीश्रीलीलावसतिर्यशः प्रसवभूः प्रोदत्यहिंसा सताम् ॥ અણગાર ધર્મામૃત-ચતુથ, અ.-૩૫
અહિંસા સમ્યગ્ દર્શન રૂપી રાજાની શક્તિ રૂપ સંપત્તિ છે, નિર્મળ જ્ઞાનરૂપી ચંદ્રમાનો સાર છે, સમસ્ત વ્રત રત્નોની ખાણ છે, સમસ્ત ક્લેશ રૂપી સાપો માટે ગરુડનો આઘાત છે, આનંદ રૂપી અમૃતનો સમુદ્ર છે, અદ્ભુત ગુણરૂપી કલ્પવૃક્ષો માટે ભોગભૂમિ છે. લક્ષ્મીના વિલાસ માટે ઘર છે અને યશની જન્મભૂમિ છે. ઉક્ત આઠ વિશેષણોથી વિશિષ્ટ અહિંસા અસાધારણ રૂપથી શોભાયમાન થાય છે. આગળ કહ્યું છે -
सर्वेषां समयानां हृदयं गर्भश्च सर्वशास्त्राणाम् । व्रतगुणशीलादीनां पिण्डः सारोऽपि चाहिंसा ॥
અહિંસા સમસ્ત સિદ્ધાંતોનું હૃદય છે, સર્વ શાસ્ત્રોનો ગર્ભ છે, વ્રત-શીલ વગેરેનો પિંડ છે. આ રીતે અહિંસા સારભૂત છે.
આગમ-શાસ્ત્ર આ જ ઉદ્ઘોષણા કરે છે કે
-
एवं खु नाणिणो सारं जं न हिंसइ कंचणं ।
अहिंसा समयं चेव एयावन्तं विजाणिया ॥
નિર્મળ જ્ઞાનનો સાર અહિંસા જ છે. સમસ્ત સિદ્ધાંતોનો સાર અહિંસા જ છે. અહિંસાથી જ અન્ય વ્રતોનો વિકાસ થાય છે, તેથી બધા મહાવ્રતોમાં પહેલું મહાવ્રત અહિંસા મહાવ્રત છે. અહિંસા મહાવ્રતનું સ્વરૂપ ઃ
‘દશવૈકાલિક સૂત્ર’માં પહેલાં અહિંસા મહાવ્રતનું સ્વરૂપ આ પ્રમાણે પ્રરૂપિત કરવામાં આવ્યું છે -
"पढमे भन्ते ! महव्वर पाणाइवायाओ वेरमणं । सव्वं भंते ! पाणाइवायं પદ્મસ્વામિ । સે સુન્નુમ વા, વાવરવા, તસં વા, થાવર વા, નેવ સયં પાળે अइवाइज्जा, नेवऽन्नेर्हि पाणे अइवायाविज्जा, पाणे अइवायन्तेऽवि अण्णे ण समणु અહિંસા મહાવ્રત
૮૧૯