________________
વ્રતધારીઓની પૂજાથી સમ્યગુ દર્શનમાં વૃદ્ધિ થાય છે. ત્રીજું કારણ એ છે કે એ મહાવ્રત સ્વયં મહાન છે, કારણ એમાં ધૂળ અને સૂક્ષ્મ બધા પ્રકારની હિંસા, અસત્ય, અદત્તદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો સર્વથા ત્યાગ થાય છે. મહાસુખ સ્થાન અર્થાત્ મુક્તિના કારણભૂત હોવાના કારણે પણ એમને મહાવ્રત કહેવામાં આવે છે. કહ્યું છે - "महासुखज्ञान निबन्धनानि महाव्रतानीति सतां मतानि"
- જ્ઞાનાર્ણવ, ૧૮-૧ ઉત્તરોત્તર સારી રીતે કરેલા અભ્યાસ દ્વારા આ વ્રતોના સંપૂર્ણ હોવાથી નિર્વાણરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રકારોએ પાંચ મહાવ્રત બતાવ્યા છે. તે આ પ્રમાણે છે :
(૧) બધા પ્રકારની હિંસાથી સર્વથા વિરતિરૂપ અહિંસા મહાવ્રત. (૨) બધા પ્રકારના અસત્ય ભાષણથી સર્વથા વિરતિરૂપ સત્ય મહાવ્રત. (૩) બધા પ્રકારના અદત્તાદાનથી સર્વથા વિરતિરૂપ અસ્તેય મહાવ્રત. (૪) બધા પ્રકારના અબ્રહ્મથી સર્વથા વિરતિરૂપ બ્રહ્મચર્ય મહાવ્રત. (૫) બધા પ્રકારના પરિગ્રહથી સર્વથા વિરતિરૂપ અપરિગ્રહ મહાવ્રત.
ઉક્ત પાંચ મહાવ્રતોની રક્ષા માટે રાત્રિભોજન વિરતિ નામનું વ્રત તથા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા તથા વિભિન્ન ભાવનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ કે કહ્યું છે -
तेसिं चेव वयाणं रक्खत्थं राइभोयण नियत्ती । अट्ठ य पवयण मायाओ, भावणाओ सव्वाओ ॥
- ભગવતી આરાધના - ૧૧૮૫ વ્રતોની ઉપાદેયતા :
વ્રતોના સંબંધમાં એક સવાલ પેદા થાય છે કે વ્રતોનો સમાવેશ કયા તત્ત્વના અંતર્ગત હોય છે? વ્રતોના આચરણથી પુણ્ય બંધ થાય છે અને તે શુભ આશ્રવરૂપ છે તો શું વ્રતોને શુભ આશ્રવના અંતર્ગત માનવો જોઈએ? અથવા સંવરના કારણ હોવાથી એમને સંવર તત્વમાં સમાવિષ્ટ કરવો જોઈએ ?
આ સંબંધમાં કેટલાક પૂવચાર્યોનું કથન છે કે અવ્રત પાપ બંધનું કારણ છે તો વ્રત પુણ્ય બંધનું કારણ છે. તેથી જો અવતની જેમ વ્રત પણ ત્યાજ્ય છે, પરંતુ અવ્રત સર્વપ્રથમ છોડવા યોગ્ય છે અને એમને છોડવા માટે વ્રતોને સ્વીકાર કરવા આવશ્યક છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યા અને અપરિગ્રહને સ્વીકાર કર્યા વિના હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહના પાપથી નથી બચાવી શકાતું અને એમનાથી બચ્યા વગર આત્માનો ઉદ્ધાર નથી થતો. શાસ્ત્રકાર કહે છે કે પરમ પદ પ્રાપ્ત હોવાથી વ્રતોને પણ છોડી દે. પરમ પદ [ પંચ મહાવ્રત , 200.00 T૮૧૦)