________________
૮૫
(પંચ મહાવત) सर्वसावद्ययोगानां त्यागश्चारित्रमिष्यते । कीर्तितं तदहिंसादिवतभेदेन पंचधा ॥ अहिंसा सूनृतास्तेयब्रह्मचर्यापरिग्रहाः । पंचभिः पंचभिर्युक्ता भावनाभिर्विमुक्तये ॥
- યોગશાસ્ત્ર છે, શ્લોક-૧૮/૧૯ સમ્યક ચારિત્ર રૂપી રત્નની ઉત્કૃષ્ટ આરાધના માટે પાંચ મહાવ્રતોની અનુપાલના અને એમનું નિરતિચાર અનુશીલન અત્યંત આવશ્યક હોય છે. મહાવ્રતોની સમ્યગુ આરાધના વિના યથાખ્યાત ચારિત્ર પૂર્ણ નથી થતું અને યથાખ્યાત ચારિત્રની પૂર્ણતા વિના મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. તેથી પાંચ મહાવ્રતોની નિર્મળ આરાધના ચારિત્રની આરાધનાની સુદૃઢ પીઠિકા છે.
મોહરૂપી અંધકારના દૂર થવાથી સમ્યગુ દર્શનના લાભ સાથે જ સમ્યગુ જ્ઞાનને પ્રાપ્ત કરીને સાધક રાગદ્વેષની નિવૃત્તિ માટે ચારિત્રને ધારણ કરે છે. તે ચારિત્ર સામ્યભાવ રૂપ સામાયિક ચારિત્ર છે. એની પુષ્ટિ માટે સાધક પાંચ મહાવ્રતોને ધારણ કરે છે. એવું થવાથી સર્વ-સાવદ્ય યોગની નિવૃત્તિરૂપ સામાયિક ચારિત્ર પરિપૂર્ણ થતાં ક્રમશઃ સૂમ સંપરાયની અંતિમ સીમાને પ્રાપ્ત કરીને યથાખ્યાત રૂપ થઈ જાય છે. જો કે યથાખ્યાત ચારિત્ર અગિયારમા ગુણસ્થાનના પ્રારંભમાં જ પ્રગટ થઈ જાય છે. તથાપિ (છતાંય) એની પરિપૂર્ણતા ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનના અંતિમ સમયમાં થાય છે. આમ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રત મોક્ષ-મહેલના શિખર ઉપર ચડવા હેતુ સોપાન-તુલ્ય છે. એ મહાવત કેમ છે ?
ઉક્ત અહિંસા વગેરે પાંચ વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. એનું કારણ બતાવતાં “જ્ઞાનાર્ણવ'ના ૧૮મા પ્રકરણમાં કહ્યું છે -
आचरितानि महा द्भिर्यच्च महान्तं प्रसाधयन्त्यथम् । स्वयमपि महान्ति यस्मान्महाव्रतानीत्यतस्तानि ॥
- જ્ઞાનાર્ણવ પૃ-૧૮૮ એ પાંચેય મહાવ્રત અનંત જ્ઞાન વગેરે રૂપ મહાફળને પ્રદાન કરે છે અર્થાત્ એમને ધારણ કરવાથી જ અનંત જ્ઞાન વગેરે રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાફળની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી એ મહાવ્રત કહેવામાં આવે છે. બીજી ઉપપત્તિ એ છે કે ગણધર વગેરે મહાપુરુષ પણ એ વ્રતોને પાળે છે કે મહાન ઇન્દ્ર વગેરે એમને પૂજે છે, કારણ કે
(૧૦)
000000000000000 જિણધર્મોો]