________________
પહેલાં ષટુ જીવનિકાયનું જ્ઞાન હોવું (થવું) જોઈએ. એના પછી જ એ જીવનિકાયની દયા કરી શકાય છે. આ બધી સંયતી-વર્ગની માન્યતા છે. અજ્ઞાની આત્મા શું સંયમનું પાલન કરશે અને કલ્યાણ-અકલ્યાણને ધર્મ-અધર્મને શું સમજશે ?
ઉક્ત આગમ વાક્ય અનુસાર વ્રતના અભિલાષીને પહેલાં ષટુ જીવનિકાયનો બોધ કરાવવામાં આવે છે. તીર્થંકર પરમાત્માએ જીવોના ભેદોમાં સમાવિષ્ટ કર્યો છે.
(૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય.
આ ષનિકાયમાં સમસ્ત સંસારવર્તી જીવોનો સમાવેશ થઈ જાય છે. જીવ તત્ત્વના નિરૂપણની અંતર્ગત જીવના ભેદો-પ્રભેદોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન અહીં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ષટુ જીવનિકાયના સ્વરૂપ અને ભેદો સમજવા માટે જીવ તત્ત્વકરણ જુઓ. | બધા પ્રકારની હિંસાનાં ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગી અણગાર ઉક્ત ષજીવનિકાયને સ્વયં દંડિત ન કરે, બીજાઓ દ્વારા દંડિત ન કરાવે તથા દંડિત કરનારનું અનુમોદન ન કરે. અહિંસા મહાવ્રતના અંતર્ગત ષકાયના જીવોની પ્રતિ દંડ સમારંભનો ત્યાગ કરવામાં આવે છે. જેમ કે આગમમાં કહ્યું છે -
इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दण्डं समारंभेज्जा, नेवन्नेहिं दण्डं समारम्भावेज्जा, दण्ड समारंभन्तेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
- દશવૈકા. અ-૪ ષટુ જીવનિકાચની હિંસાનું પ્રત્યાખ્યાન :
ષટુ જીવનિકાયના વિષયમાં સમુચ્ચય રૂપથી દંડ સમારંભ ન કરવાનો નિર્દેશ આપ્યા પછી શાસ્ત્રાકારે પૃથક પૃથક રૂપથી પૃથ્વીકાય વગેરે ષકાયના વિષયમાં કઈ રીતે હિંસા વગેરેનો પરિહાર કરવો જોઈએ અને કઈ રીતે એમના વિષયમાં સંયમ કરવો જોઈએ. આનો દિશા નિર્દેશ “દશવૈકાલિક સૂત્ર'માં કર્યો છે. તે ખૂબ ઉપયોગી હોવાથી સંક્ષેપમાં એનો સારાંશ આપવામાં આવી રહ્યો છે. - પૃથ્વીકાયની હિંસાનું પ્રત્યાખ્યાન : સંયત, વિરત, પ્રતિહત્ત-પ્રત્યાખ્યાત પાપકર્મ ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં, પૃથ્વી (સચિત્ત-માટી-કાંકરા) ભિન્ન (નદી-પર્વત વગેરેની તિરાડ), પથ્થર, ઢગલા, સચિત્ત રજથી સંસૃષ્ટ કાય અથવા સચિત્ત રજથી સંસ્કૃષ્ટ વસ્ત્રને હાથ, પગ, કાષ્ઠ, વાસની ખપરચી, આંગળી, શલાકા (સળી) કે શલાકા સમૂહથી ન આલેખન કરે, ન વિલેખન કરે, ન ઘટ્ટન કરે અને ન ભેદન કરે. બીજાથી ન આલેખન કરાવે, ન વિલેખન કરાવે, ન ઘટ્ટ ન કરાવે અને ન ભેદન કરાવે, અને આલેખન, વિલેખન, ઘટ્ટન કે ભેદન કરનારનું અનુમોદન ન કરે. માવજીવન (૨૪) એ જ છે કે આ જ છે જિણધમ્મો,