________________
તો તે એના પગથી દબાઈને મરી જાય તો એ સાધુને જંતુના ઘાતના નિમિત્તથી થનારા પાપકર્મનો બંધ નથી થતો.”
શું અહિંસાનો સર્વાંશમાં પાલન સંભવ છે ?
અણગાર ધર્મનો સ્વીકાર કરનાર સાધકને ત્રણ કરણ, ત્રણ યોગથી કોઈપણ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવી પડે છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ભોજન, ગતિ-સ્થિતિ, હલન-ચલન, શ્વાસોચ્છ્વાસ વગેરે ક્રિયાઓ અનિવાર્ય છે. અંતે આ ક્રિયાઓથી સ્થાવર અને સૂક્ષ્મ જીવોની હિંસા થવી પણ અપરિહાર્ય છે કારણ કે આખું લોક જીવોથી ભરેલું પડ્યું છે. એવી સ્થિતિમાં સર્વાંશમાં અહિંસાનું પાલન કેવી રીતે સંભવ છે ? અને અણગારના પ્રથમ મહાવ્રતનું પાલન સાચા રૂપમાં કેવી રીતે થઈ શકે છે ?
ઉક્ત પ્રશ્નનું સમાધાન પણ ‘“પ્રમત્તયોનાત્ પ્રાળ-વ્યપોપળ હિંસા” (તત્ત્વાર્થ સૂત્રઅ-૭, સૂ-૮) આ હિંસાની વ્યાખ્યા દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે સાધક પ્રમત્ત યોગથી છૂટી જાય છે, અર્થાત્ હિંસાનાં પરિણામોથી વિરત થઈ જાય છે ત્યારે સૂક્ષ્મ જીવોની હિંસક અર્થાત્ એમના પ્રાણોનો અતિપાત હોવા છતાંય એને હિંસાનું પાપ નથી લાગતું. એનાથી વિપરીત પ્રાણોના અતિપાત ન હોવા છતાંય હિંસક પરિણામોથી (પ્રમત્ત યોગથી) પાપનો બંધ થાય છે. જ્યારે સાધુ ઇર્યાસમિતિ વગેરે સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત હોય છે અને ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારે તે એ પ્રવૃત્તિઓને કરતા હોવા છતાં પાપકર્મનો બંધ નથી કરતો. એ વાત શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કરી છે. ‘દશવૈકાલિક સૂત્ર’માં મુમુક્ષુ આત્માએ એવો જ પ્રશ્ન કર્યો છે
“તું રે હું ચિત્તે, તમામે હું સર્ । कहं भुंजंतो भासतो, पावकम्मं न बंधई ॥"
-
-
દશવૈકા. અ-૪, ગા-૭
કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે બેસવું કે સૂવું જોઈએ અને કેવી રીતે ખાવું અને બોલવું જોઈએ. આ ક્રિયાઓને કેવી રીતે કરતાં કરતાં જીવ પાપકર્મનો વધ નથી કરતા ?
શાસ્રકારે ઉક્ત પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે
“નયં ો નયં વિદ્ધે, નવમાસે નયં ણ્ । નવં મુંનંતો માસંતો, પાવમાંં ન વંધ '
દશવૈકા. અ-૪, ગા-૮
અર્થાત્ યતનાપૂર્વક, ઉપયોગપૂર્વક, અપ્રમત્ત ભાવથી ઉક્ત ક્રિયાઓને કરતાં જીવ પાપકર્મનો બંધ નથી કરતો.
ઉક્ત શાસ્ત્રીય સંદર્ભથી એ પ્રમાણિત થાય છે કે જો વ્યક્તિ અપ્રમત્ત ભાવવાળી છે તો તે અહિંસક છે અને જો તે પ્રમત્ત ભાવવાળી છે તો હિંસક છે. આ જ અભિપ્રાયથી ઉપયોગપૂર્વક
જિણધમ્મો
૮૨૨