________________
કરવા બેઠા, એ સમયે ભોજનકાળ પર્યંત પોતાના એ બાજોટમાં કોઈ આસ્રવને, કોઈ અપવિત્ર સાવધ વિચારને, અપવિત્ર વાણી કે અપવિત્ર કાય-ચેષ્ટાને ન ઘૂસવા દે. જો એ શ્રાવકના પવિત્ર આત્મિક બાજોટમાં અનાત્મિક વ્રત, વિચાર, વાણી કે ચેષ્ટાના રૂપમાં ઘૂસે છે, તો સમજવું જોઈએ કે એનો એ બાજોટ ભ્રષ્ટ થઈ ગયો.
દેશાવકાશિક વ્રતની અવધિ :
દેશાવકાશિક વ્રતમાં સાધક કેટલા સમયનો અવકાશ આત્મિક વેપાર માટે લેશે ? આ એક પ્રશ્ન છે. આનો જવાબ વિભિન્ન આચાર્ય અલગ-અલગ દૃષ્ટિકોણથી અલગ-અલગ પ્રકારે આપે છે. એક આચાર્યે આ વિષયમાં કહ્યું છે “दिग्व्रतं यावज्जीवं संवत्सर - चातुर्मासी परिमाणं वा । देशावकाशिकं तु दिवस - प्रहर- मुहूर्तादि परिमाणं ॥"
અર્થાત્ દિશા પરિમાણ વ્રત જીવનભર, વર્ષભર કે ચાર માસ માટે સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ દેશાવકાશિક વ્રત દિવસ પ્રહર (પહોર) કે મુહૂર્ત વગેરે સુધી પણ કરવામાં આવે છે. દેશાવકાશિક વ્રત પ્રહર, મુહૂર્ત વગેરે થોડા સમય માટે કરવામાં આવે છે, એને વર્તમાન યુગમાં ‘સંવર’ કહે છે. થોડા સમયનું દેશાવકાશિક વ્રત, જેને સંવર કહેવામાં આવે છે, એને જેટલા પણ ઓછા સમય માટે શ્રાવક ગ્રહણ કરવા માંગે, કરી શકે છે. પૂર્વાચાર્યોએ સામાયિક વ્રતનો સમય ઓછામાં ઓછો ૪૮ મિનિટનો નિશ્ચિત કરવામાં આવ્યો છે. જો કોઈ શ્રાવક ૪૮ મિનિટ સુધીનું દેશાવકાશિક રૂપ સંવર કરે છે, તો એની ગણના સામાયિકમાં થઈ જશે. ૪૮ મિનિટથી ઓછા સમય માટે કે કોઈ શ્રાવક પાંચ આસ્રવનો ત્યાગ કરે છે તો એ ત્યાગની ગણના સંવરમાં જ થશે.
-
૧૪ નિયમ, આત્માનો ખોરાક :
જે દેશાવકાશિક સંવર રૂપમાં અલ્પકાળ માટે ગ્રહણ કરવામાં આવે છે, એમાં ઉપભોગ્યપરિભોગ્ય વસ્તુઓથી સંબંધિત ૧૪ નિયમોનું ચિંતન કરવાની પણ પ્રથા છે. ચૌદ નિયમોનું ચિંતન આત્માનો ખોરાક છે, આત્મશક્તિવર્ધક ટૉનિક છે, આત્મશક્તિમાં જે છીજન થઈ ગઈ છે, એની પૂર્તિ કરનાર છે, નવી શક્તિ અને સ્ફૂર્તિ આપનાર છે.
અર્થ એ છે કે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં જીવનભર માટે ભોગોપભોગ માટે, જે પદાર્થો રાખ્યા છે, એ બધાનો ઉપભોગ એ પ્રતિદિન નથી કરતો, તેથી તે એક દિવસરાત માટે એ મર્યાદાને ઘટાડી દે છે. ‘પુરુષાર્થસિદ્ધયુપાય'માં કહ્યું છે -
अत्याज्येष्वपि सीमा कार्येक दिवानिशो च भोग्यतया । पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकीं निजशक्तिम् ॥ सीमन्यन्तरा सीमा प्रतिदिवसं भंवति कर्त्तव्या । इति यः परिमितभोगैस्संतुष्टस्त्य जतिबहुतरान् भोगान् ॥ પુરુષાર્થસિદ્ધયુપાય ૧૭૧-૧૭૨
७५७
દેશાવકાશિક વ્રત