________________
(૩) ક્ષીણપ્રાચશુભકમાં : જેના અશુભ અર્થાત્ ચારિત્રમાં મુશ્કેલી નાખનાર કર્મ પ્રાયઃ ક્ષીણ અર્થાત્ નષ્ટ થઈ ગયા છે.
(૪) વિશુદ્ધધી ? અશુભ કર્મોના દૂર થઈ જવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ હોય. નિર્મળ બુદ્ધિવાળો ધર્મના તત્ત્વને સારી રીતે સમજીને એનું શુદ્ધ પાલન કરે છે.
(૫) વિજ્ઞાત સંસાર નૈJય ઃ જે વ્યક્તિએ સંસારની નિર્ગુણતા(વ્યર્થતા)ને જાણી લીધી હોય. “મનુષ્ય જન્મ દુર્લભ છે, જેનો જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય છે, ધનસંપત્તિ ચંચળ છે, સાંસારિક વિષય દુઃખનાં કારણો છે, જેનો સંયોગ થાય છે એનો વિયોગ પણ અવશ્ય થાય છે.” આવી ચિમરણથી પ્રાણીઓનું મૃત્યુ, પ્રતિક્ષણ થતું રહે છે. આમ, સંસારના સ્વભાવને જાણનાર વ્યક્તિ દીક્ષાનો અધિકારી હોય છે.
(૬) વિરક્ત ઃ જે વ્યક્તિ સંસારથી વિરક્ત થઈ ગઈ હોય, કારણ કે સાંસારિક વિષયભોગમાં ફસેલ વ્યક્તિ સંયમનું પાલન નથી કરી શકતી.
() મંદ કષાયભાજક : જે વ્યક્તિના ક્રોધ, માન વગેરે ચારેય કષાયો મંદ થઈ ગયા હોય, સ્વયં અલ્પ કષાયવાળો હોવાના કારણે તે પોતાની અને બીજાની કષાય વગેરેને શાંત કરી શકે છે.
(૮) અલ્પ હાસ્ય વગેરે વિકૃતિ ઃ જેના હાસ્ય વગેરે નો કષાય ઓછા થાય. વધુ હસવું વગેરે ગૃહસ્થો માટે પણ નિષિદ્ધ છે.
(૯) કૃતજ્ઞ જે બીજાના દ્વારા કરેલા ઉપકારને માનનાર હોય. કૃતદન વ્યક્તિ લોકમાં નિંદા પ્રાપ્ત કરે છે, તેથી પણ તે દીક્ષાને યોગ્ય નથી હોતી.
(૧૦) વિનચવિનીતઃ દીક્ષાર્થી વિનયવાન હોવો જોઈએ, કારણ કે વિનય જ ધર્મનું મૂળ છે.
(૧૧) રાજ સમ્મત : દીક્ષાર્થી, રાજા, મંત્રી વગેરેને સંમત અર્થાતુ અનુકૂળ હોવી જોઈએ. રાજા વગેરે વિરોધ કરનારને દીક્ષા આપવાથી અનર્થ થવાની સંભાવના રહે છે.
(૧૨) અદ્રોહી : જે ઝઘડાળુ તથા ઠગ, ધૂર્ત ન હોય.
(૧૩) સુંદરાંગભૂત : સુંદર શરીરવાળો હોય, અર્થાત્ કોઈ અંગ હીન થયેલું ન હોવું જોઈએ, અપંગ કે નષ્ટ અવયવવાળી વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય નથી હોતી.
(૧૪) શ્રદ્ધા : શ્રદ્ધાવાળો. દીક્ષિત પણ જો શ્રદ્ધા રહિત હોય, તો અંગારમર્દકની સમાન તે ત્યાગવા યોગ્ય થઈ જાય છે.
(૧૫) સ્થિર : જે અંગીકાર કરેલા વ્રતમાં સ્થિર રહ્યો. પ્રારંભ કરેલા શુભ કાર્યને વચ્ચે છોડનાર ન હોય.
(૧૬) સમુપસંપન્ન ઃ પૂર્વોક્ત ગુણોવાળા થઈને પણ જે દીક્ષા લેવા માટે પૂરી ઈચ્છાથી ગુરુની પાસે આવ્યો હોય.. ઉપર્યુક્ત સોળ ગુણોવાળી વ્યક્તિ દીક્ષાને યોગ્ય હોય છે.
- ધર્મસંગ્રહ અધિકાર-૩, શ્લોક-૬૩/૭૮ દીક્ષાર્થીમાં કાળ દોષથી બધા ગુણ ન હોય, તો પણ ઘણાયે ગુણ તો હોવી જ જોઈએ. K દીક્ષા એક પર્યવેક્ષણ છે. આ જ રીતે જ ૮૦૫)