________________
તપરૂપી ગુણથી પ્રધાન, સરળ બુદ્ધિવાળા, ક્ષમા અને સંયમમાં તલ્લીન પરિષહોને જીતનારા સાધુને સુગતિ, મોક્ષ મળવો મુશ્કેલ છે. તપ સંયમમાં અનુરક્ત, સરળ પ્રકૃતિવાળા તથા બાવીસ પરિષદોને સમભાવપૂર્વક સહન કરનાર સાધક માટે સુગતિ પ્રાપ્ત થવી સરળ છે.
पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । जेसि पिओ तवो संजमो य, खंती य बंभचेरं च ॥
- દશવૈકાલિક, અ-૪, ગા-૨૮ જેમને તપ અને સંયમ તથા ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવા સાધક જો પાછલી અવસ્થામાં પણ અર્થાત્ વૃદ્ધાવસ્થામાં પણ ચડતાં પરિણામોથી સંયમ સ્વીકાર કરે છે, તો તે તરત જ સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. દીક્ષાને અયોગ્યઃ तओ णो कप्पंति पव्वावेत्तए, तं जहा-पंडए वाईए कीवे ।
- ઠાણાંગ-૩, -૪ તથા બૃહકલ્પ ઉ-૪ ત્રણને દીક્ષા આપવી નહિ કલ્પતા છે. યથા - પંડક (નપુસંક), વાતિક અને ક્લીબ.
(૧) પંડક (નપુંસક) - જેને સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષા હોય એને નપુંસક કહે છે.
(૨) વાતિક ઃ જે નગ્ન સ્ત્રી વગેરેને જોઈને વીર્યને ન રોકી શકે, એને વાતિક કહે છે, અથવા વ્યાધિત અર્થાત્ રોગી. . (૩) ક્લીબ : અસમર્થ અર્થાત્ જે સ્ત્રી વગેરેને જોઈને, એમના શબ્દો સાંભળીને અથવા એમનાથી નિમંત્રણ વગેરે મેળવીને પોતાના બ્રહ્મચર્યની રક્ષા ન કરી શકે, એને ક્લીબ કહે છે.
આ ત્રણને દીક્ષા આપવી નહિ કલ્પતા છે, કારણ કે એમના ઉત્કૃષ્ટ વેદના ઉદય થવાથી એ દીક્ષા પાળવામાં અસમર્થ છે. જો ખબર પડ્યા વગર, અજાણતામાં એમને દીક્ષા આપી દીધી હોય, તો પછી મુંડિત કરવું, શિક્ષણ આપવું, મોટી દીક્ષા આપવી, સાથે આહાર કરવો વગેરે નહિ કલ્પતા છે.
ઉપર્યુક્ત મૂળ પાઠથી ટીકાકારે ટીકામાં તથા “પ્રવચનસારોદ્ધાર” અને “ધર્મસંગ્રહ'માં અઢાર પ્રકારના પુરુષોને તથા વીસ પ્રકારની સ્ત્રીઓને દીક્ષાને અયોગ્ય બતાવ્યા છે. તે આ પ્રમાણે છે -
बाले बुड्ढ़े नपुंसे य, जडे कीवे य वाहिए । तेणे रायावगारी य उम्मत्ते य अदंसणे ॥१॥ दासे दुढे य मूढ़े य, ऋणत्ते जंगिए इय ।। ओबद्धए य भयए, सेहनिप्फेडिया इय ॥२॥
गुविणी बालवच्छाया, पव्वावेउं न कप्पइ । ( દીક્ષા એક પચવેક્ષણ છે જો આ૦૯)