________________
પુરુષોની જેમ ઉક્ત અઢાર પ્રકારની સ્ત્રીઓ પણ ઉક્ત કારણોથી દીક્ષાના અયોગ્ય બતાવવામાં આવી છે. એમના સિવાય ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી, નાનાં બાળકોવાળી સ્ત્રીઓ પણ દીક્ષાને અયોગ્ય છે. આમ, દીક્ષાને અયોગ્ય સ્ત્રીઓ કુલ વીસ છે.
- પ્રવચનસારોદ્ધાર-૧૦૮,ગા-૭૯૨ તથા ધર્મસંગ્રહ, અધિ.-૩, શ્લોક-૭૮, પૃ-૩ અયોગ્ય દીક્ષાનો નિષેધ :
जिणवयणे पडिकुटुं, जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिअसे तवस्सी, लोवेइ तमेव उ चरितं ॥
- પંચવસ્તુ, ગા.-૨૭૪ જિનવચનમાં નિષિદ્ધ અર્થાતુ ઉપર્યુક્ત અયોગ્ય વ્યક્તિઓમાંથી કોઈને પણ જે મુનિ લોભના વશીભૂત થઈને દીક્ષા આપી દે, તો તે મુનિ ચારિત્રનું ઉલ્લંઘન કરે છે.
"जे भिक्खू णायगं वा अणायगं वा उपासयं वा अणुवासयं वा अणलं पव्वावेइ पव्वावेंतं वा साइज्जई"
- નિશીથ ઉદ્દેશક-૧૧ જે સાધુ નાયક સ્વજન અથવા જાણકારને તથા અનાસક્ત-અસ્વજન અથવા અજાણકારને તથા ઉપાસક, શ્રાવક, સમદષ્ટિ તથા અનુપાસક, અશ્રાવક કે મિથ્યાષ્ટિ, એમાંથી કોઈપણ હોય, પરંતુ તે દીક્ષાને અયોગ્ય હોય, અથવા અયોગ્ય થઈ ગયો હોય, તો એ અયોગ્યને દીક્ષા આપો, અપાવો અને આપનારને સારુ જાણો તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેથી કોઈ અયોગ્યને દીક્ષા ન આપવી જોઈએ.
( આણગાર ધર્મની મહત્તા)
સમસ્ત આસ્તિક દર્શનોના પરમ અને ચરમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષની પ્રાપ્તિ હેતુ જૈન ધર્મના ઉપદેખા તીર્થકર ભગવાને સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્રને મુખ્ય સાધનના રૂપમાં નિરૂપિત કર્યું છે. સમ્યગુ દર્શન અને સમ્યગું જ્ઞાન હોવા છતાંય જ્યાં સુધી સમ્યક ચારિત્રની પરાકાષ્ઠા નથી હોતી, ત્યાં સુધી મોક્ષ નથી થતો. એનાથી એ પ્રતિફલિત થાય છે કે મોક્ષપ્રાપ્તિનું અનંતર સાધન સમ્યફ ચારિત્ર છે અને સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન પરંપરા સાધન છે. હા, એટલું આવશ્યક છે કે સમ્યક ચારિત્ર ત્યારે જ આવે છે, જ્યારે એના પૂર્વ સભ્ય દર્શન અને સમ્યગું જ્ઞાન હોય. જ્ઞાન દર્શનમાં સમ્યકપણું હોવાથી જ ચારિત્રમાં સમ્યકત્વ આવે છે. જ્ઞાન દર્શનની સાર્થકતા અને સફળતા ત્યારે થાય છે જ્યારે એનું ફળ વિરતિના રૂપમાં, ચારિત્રના રૂપમાં સામે આવે છે. તેથી કહ્યું છે -
"णाणस्स फलं विरई" જ્ઞાનનું ફળ વિરતિ છે. આ વિરતિ દ્વારા જ મોક્ષ-ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે - (૮૧૨) છે જે છે તે છે કે જે છે તે છે કે તે આ જિણધમો ]