________________
(૧) બાળક ઃ જન્મથી લઈને આઠ વર્ષ સુધી બાળક કહેવામાં આવે છે. બાળ સ્વભાવના કારણે તે દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રને અંગીકાર નથી કરી શકતું.
(૨) વૃદ્ધઃ સિત્તેર વર્ષથી ઉપર વૃદ્ધાવસ્થા માનવામાં આવે છે. શારીરિક અશક્તિના કારણે વૃદ્ધ પણ દીક્ષાને યોગ્ય નથી હોતા. કેટલાક આચાર્ય સાઠ વર્ષથી ઉપર વૃદ્ધાવસ્થા માને છે. આ વાત ૧૦૦ વર્ષની ઉંમરને લક્ષ્ય કરીને કહેવામાં આવી છે.
(૩) નપુંસક ઃ જેને સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષા હોય, એને નપુંસક કહે છે. પ્રાયઃ અશુભ ભાવનાવાળો તથા લોકનિંદાને પાત્ર હોવાના કારણે તે દીક્ષાને અયોગ્ય હોય છે.
(૪) ક્લીવઃ પુરુષની આકૃતિવાળો હોવા છતાંય સ્ત્રીના સમાન હાવ-ભાવ અને કટાક્ષ કરનાર એ પણ દીક્ષાને યોગ્ય નથી હોતો.
(૫) જડ : જડ ત્રણ પ્રકારના હોય છે - ભાષા જડ, શરીર જડ અને કરણ જડ. (ક) ભાષા જડના ત્રણ ભેદ છે : જળમૂક, મન્મનમૂક અને એકમૂલક. જે વ્યક્તિ
પાણીમાં ડૂબેલા સમાન માત્ર બુડબડ કરે, કાંઈપણ સ્પષ્ટ નથી કહી શકતો, એને જળમૂક કહે છે. બોલતા સમયે જેના મોંમાંથી કોઈ શબ્દ સ્પષ્ટ ન નીકળે, માત્ર અધૂરા અને અસ્પષ્ટ શબ્દો નીકળતા રહે, એ મન્મનમૂક કહે છે. જે વ્યક્તિ ઘેટાં કે બકરી સમાન શબ્દ કરે છે, એને એકમૂલક કહે છે. જ્ઞાનગ્રહણમાં
અસમર્થ હોવાના કારણે ભાષા જડ દીક્ષાને યોગ્ય નથી. (ખ) શરીર જડઃ જે વ્યક્તિ ખૂબ મોટા હોવાના કારણે વિહાર, ગોચરી, વંદના વગેરે
કરવામાં અસમર્થ છે, એને શરીર જડ કહે છે. (ગ) કરણ જડ : જે વ્યક્તિ સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પ્રત્યુપ્રેક્ષણ, પડિલેહના
વગેરે સાધુ માટે આવશ્યક ક્રિયાઓને નથી સમજી શકતા કે નથી કરી શકતા,
તે કરણ જડ (ક્રિયા જડ) છે. ત્રણેય પ્રકારની જડ દીક્ષા માટે યોગ્ય નથી હોતા. (૬) વ્યાધિત : કોઈ મોટા રોગવાળી વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય નથી હોતી.
() સ્તન ખાત ખણવું, માર્ગમાં ચાલનારને લૂંટવું વગેરે કોઈ પ્રકારથી ચોરી કરનાર વ્યક્તિ દીક્ષાને યોગ્ય નથી હોતી, એના કારણે સંઘની નિંદા તથા અપમાન થાય છે.
(૮) રાજાપકારી : રાજા, રાજપરિવાર, રાજ્યના અધિકારી કે રાજ્યની વ્યવસ્થાનો વિરોધ કરનાર દીક્ષાને યોગ્ય નથી હોતો. એને દીક્ષા આપવાથી રાજ્યની તરફથી પણ સાધુઓ ઉપર રોષ હોવાનું કારણ રહે છે.
(૯) ઉન્મત્ત : યશ, નામના વગેરેના આવેશ કે મોહના પ્રબળ ઉદયથી જે કર્તવ્યને ભૂલીને પરવશ થઈ જાય છે અને પોતાની વિચારશક્તિને ખોઈ દે છે, તે ઉન્મત્ત કહેવાય છે.
(૧૦) અદર્શનઃ દષ્ટિ અર્થાત્ આંખો વગરનો આંધળો અથવા દેષ્ટિ અર્થાત્ સમ્યકત્વથી રહિત (પ્રગટ રૂપથી શ્રદ્ધાહીન) તથા સ્યાનગૃદ્ધિ નિદ્રાવાળો. આંધળો માણસ જીવની રક્ષા નથી
(૧૦) 000000000000000000 જિણધમો)