________________
દીક્ષાનું ફળ :
દીક્ષા લઈને સિંહની જેમ શૂરવીરતા સાથે, શુદ્ધ સંયમનું પાલન કરવું સર્વશ્રેષ્ઠ છે. શુદ્ધ સંયમમાં લીન રહેનારા મુનિઓના સુખની સામે દેવલોકનું સુખ પણ ફિક્યું છે. “ભગવતી સૂત્ર' શતક-૧૪, ઉ.-૯માં બતાવવામાં આવ્યું છે કે – “એક મહિનાની પર્યાયવાળો સાધુ, વાણ-વ્યન્તર દેવોના સુખનું પણ અતિક્રમણ કરી જાય છે. અર્થાત્ તે વાણ-વ્યન્તર દેવોથી પણ વધુ સુખી છે. બે મહિનાની પર્યાયવાળા ભવનપતિ દેવો (ઇન્દ્રના સિવાય) સુખને, ત્રણ મહિનાની પર્યાયવાળા અસુરકુમારોના સુખને, ચાર મહિનાની પર્યાયવાળા ગ્રહ નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવોના સુખને, પાંચ મહિનાની પર્યાયવાળા જ્યોતિષીના ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્રના, છ માસની પર્યાયવાળા સૌધર્મ અને ઈશાનવાસી દેવોના, સાત મહિનાની પર્યાયવાળા સનત્કુમાર અને માહેન્દ્રગત દેવોના સુખનો, આઠ મહિનાની પર્યાયવાળો બ્રહ્મલોક અને લોકાર્તવાસી દેવોના, નવ મહિનાની પર્યાયવાળા મહાશુક્ર અને સહસ્ત્રાર દેવોના સુખને, દસ મહિનાની પર્યાયવાળા આનત, પ્રાણત, આરણ અને અય્યત દેવોના સુખને, અગિયાર મહિનાની પર્યાયવાળા રૈવેયક દેવોના સુખને અને બાર મહિના સુધી ચારિત્રનું યથાતથ્ય પાલન કરનાર નિગ્રંથ, અનુત્તર વિમાનવાસી દેવોનાં સુખોથી પણ વધુ સુખી થઈ જાય છે. એનાથી વધુ સમય સુધી શુદ્ધ સંયમનું પાલન કરનારનું સુખ ક્રમશઃ વધતું રહે છે. યાવત્ તે સિદ્ધ-બુદ્ધ થઈને સમસ્ત દુઃખોનો અંત કરી દે છે. એ જ આત્મિક સુખોની પ્રાપ્તિ માટે તીર્થકર, ચક્રવર્તી, બળદેવ વગેરે અતુલ સાંસારિક સુખ-સંપત્તિ અને રાજપાટને છોડીને દીક્ષિત હોય, ભિક્ષુ પદ અંગીકાર કરે છે. દેવલોકનાં સુખોમાં રહેલા પણ સમ્યદૃષ્ટિ દેવ તથા અહમિ વગેરે આ ભિક્ષ પદની આકાંક્ષા કરે છે, તેથી પ્રત્યેક ભિક્ષુને શાસ્ત્રોક્ત નિગ્રંથાચારનું પાલન કરવું જોઈએ.
દીક્ષા અંગીકાર કરીને જે શુદ્ધ સંયમનું પાલન નથી કરતા અને એમાં તલ્લીન નથી રહેતા, એમને સંયમ જે સુખોનું સ્થાન છે, મહાનરક સમાન દુઃખદાયી લાગે છે. જે પૌદ્ગલિક સુખો માટે સંયમથી પતિત થઈ જાય છે અથવા સંયમમાં શિથિલ બની જાય છે, સંયમનું પાલન નથી કરતા, એમનું સંસાર પરિભ્રમણ નથી ઘટતું. તે આત્મિક સુખોથી વંચિત રહે છે. એમને સુગતિ પ્રાપ્ત હોવું દુર્લભ છે. જેમ કે કહ્યું છે -
सुहसायगस्स समणस्स, सायाउल्लगस्स निगामसाइस्स । उच्छोलणा पहोयस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥
- દશવૈકાલિક, અ-૪,ગા-૨૬ સુખમાં આસક્ત રહેનારા, સુખ માટે વ્યાકુળ રહેનારાઓ, અત્યંત ઊંઘનાર, શરીરની વિભૂષા કરનારાઓ અને હાથ-પગ વગેરે ધોનારા સાધુને સુગતિ મળવી દુર્લભ છે. શુદ્ધ સંયમનું પાલન કરનારને સુગતિ સુલભ થાય છે -
तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥ .
- દશવૈકાલિક, અ-૪, ગા-૨૭
(૮૦૮) 00 0.00 000 00 000 % જિણધમ્મો )