________________
દીક્ષાર્થીની પરીક્ષા
દીક્ષા લેનારાથી એનાં નામ, ગામ, કુળ-જાતિ, વ્યવસાય, આચરણ, સંરક્ષક, કારણ વગેરેનો પરિચય પ્રાપ્ત કરો. અર્થાત્ દીક્ષાર્થી કોણ છે, ક્યા ગામ-નગર વગેરેનો રહેનાર છે, એનું કુળ-જાતિ વગેરે ખાનદાન કેવું છે ? ગૃહસ્થાવાસના ચાલ-ચલણ કેવા છે? શું વેપાર (કાર્યો કરે છે ? દીક્ષા કેમ લે છે ? દીક્ષા લેવાનું શું કારણ છે ? એના સંરક્ષક કોણ છે ? વગેરે વાતોનો પરિચય એનાથી તથા એના પરિચિત વ્યક્તિઓથી પ્રાપ્ત કરો. જો આ વાતોથી એની દીક્ષા સંબંધી યોગ્યતાની ખબર પડી જાય, તો પછી એને મુનિમાર્ગની વાસ્તવિક મુસીબતોનો બોધ કરાવે. ભૌતિક પદાર્થોમાં આસક્ત, કાયર પુરુષો માટે મુનિમાર્ગ અત્યંત મુશ્કેલ છે, પણ આરંભથી નિવૃત્તિ ભૌતિક પદાર્થોની લાલસાથી રહિત શૂરવીર પુરુષો માટે મુશ્કેલ નથી. તે ઉત્સાહપૂર્વક મુનિમાર્ગનું આચરણ કરીને પરમ પદની પ્રાપ્તિ કરી લે છે.
દીક્ષાર્થીને દીક્ષા આપતાં પહેલાં વીતરાગ પ્રરૂપિત સાબુમાર્ગ, આચાર, ગોચર, પરિષદ, સમિતિ, ગુપ્તિ ભાવ, વિશુદ્ધિ વગેરેનું સ્વરૂપ સમજવું જોઈએ. સમજાવવાથી જો એની ધર્મ દઢતા અને સહનશીલતાની ખબર પડે તો એના પ્રમુખ પારિવારિક જનોની આજ્ઞા લઈને દીક્ષા આપવી જોઈએ.
દીક્ષા લેતા સમયે દીક્ષાર્થીના કહેવાથી કે - “મને દીક્ષા આપો,' ત્યારે એને દેવ-ગુરુની વિધિવત્ વંદના કરાવીને “રિયાવહી, તરૂત્તર'નો પાઠ ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગ કરાવીને વિધિપૂર્વક “મિ-મંતે'નો પાઠ ઉચ્ચારણ કરાવે.
“ઠાણાંગ-૨, ઉદ્દેશ-૧'માં બતાવવામાં આવ્યું છે કે - “દીક્ષા આપનારનું અને દીક્ષા લેનારનું મોં પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ રહેવું જોઈએ.” અન્યત્ર ટીકામાં એ પણ લખ્યું છે કે - “દીક્ષાર્થી દીક્ષા આપનારના વામ ભાગમાં ઊભો રહે.” આ સ્થિતિ દીક્ષા આપનારનું મોં ઉત્તરની તરફ અને દીક્ષા લેનારનું મોં પૂર્વની તરફ રહે, તો સુગમતાથી બની શકે છે.
દીક્ષાના અવસર ઉપર દીક્ષા લેનારના કલ્પાનુસાર જેટલા આવશ્યક હોય, એટલાં જ વસ્ત્રો-પાત્ર વગેરે ઉપકરણ લેવાં જોઈએ, વધુ નહિ.
દીક્ષા આપ્યા પછી પણ જો કોઈ પરીક્ષા કરવી હોય, તો પ્રવચનની વિધિ અનુસાર જઘન્ય સાત દિવસ થાવ ઉત્કૃષ્ટ છ માસ સુધી પરીક્ષા કરી શકાય છે. દીક્ષાયોગ્ય ક્ષેત્રઃ
ધર્મ-ધ્યાન કરવાના સ્થાનમાં અર્થાત્ જે સ્થાન ઉપર ભગવાન બિરાજેલા હોય, કે સાધુસાધ્વી રોકાયાં હોય, કે દેવાલયમાં, વાટિકામાં, વૃક્ષ વગેરેની નીચે રમણીય સ્થાનો દીક્ષાને યોગ્ય છે. સ્મશાન, શૂન્યગૃહ, દશ્યગૃહ, ભગ્નગૃહ (ખંડેર) વગેરે સ્થાન દીક્ષા આપવા માટે અયોગ્ય બતાવ્યાં છે. [ દીક્ષા એક પર્યવેક્ષણ છે જે તે (૮૦૦)