________________
પરમ ચેતનાની ખોજ માટે સાધુ જીવન એક અવસર છે. બાહ્ય જગતની દૃષ્ટિએ સાધુ જીવનનો ઉદ્દેશ્ય જનતામાં અશુભની નિવૃત્તિ તથા શુભની સ્થાપના છે. જનતાને દરેક પ્રકારના અંધવિશ્વાસોથી મુક્ત કરવી અને એને યથાર્થ સત્યનો પરિબોધ કરાવવો સાધુ જીવનનું સામાજિક કર્તવ્ય છે. સાધુ અંધકારનું નહિ, પ્રકાશનું પ્રતીક છે, અશાંતિનું નહિ, શાંતિનો સંદેશવાહક છે, ભ્રાંતિનો નહિ, સત્યનો પક્ષધર છે. તે સમાજના નિર્માતા છે.
નિષ્કર્ષની ભાષામાં જીવનની શુદ્ર વિકૃતિઓથી ઉપર ઊઠીને “વસુર્થવ દુર્થવ'ની ઉદાત્ત ભાવના સાથે અંદરમાં પરમાત્મ-તત્ત્વની ખોજ અને એના અંગ સ્વરૂપ વિશ્વ માનવતાનું આત્મૌપમ્પ દેષ્ટિથી નવ નિર્માણ, એ જ છે મુનિ દીક્ષાનું “ર્વિવા સાધુતા'નો મંગલ આદર્શ. પ્રવજિત થવાનાં કારણો : નીચે મુજબનાં દસ કારણોથી પણ મનુષ્ય દીક્ષાનો સ્વીકાર કરે છે -
छंदा रोसा परिजुण्णा, सुविणा पडिसुत्ता चेव । सारणिया रोगिणिया अणाढित्ता देवसण्णत्ती ॥
__ वच्छाणुबंधिता । (૧) છંદ - પોતાની કે બીજાની ઇચ્છાથી દીક્ષા લેવાને “છંદ' પ્રવ્રજ્યા કહે છે. (૨) રોષ - ક્રોધથી દીક્ષા લેવી. (૩) પરિપૂના - દારિદ્રય અર્થાતુ ગરીબીના કારણે લેવી. (૪) સ્વપ્ન - વિશેષ પ્રકારનું સ્વપ્ન આવવાથી દીક્ષા લેવી. (૫) પ્રતિઋત - પહેલા કરેલી પ્રતિજ્ઞાના કારણે દીક્ષા લેવી.
(૬) સ્મરણ - સ્મરણ અર્થાત્ કોઈના દ્વારા સ્મરણ કરાવવાથી, કોઈ દશ્ય દેખવાથી જાતિ-સ્મરણ જ્ઞાન થવું અને પૂર્વભવને જાણીને દીક્ષા લઈ લેવી.
(૦) રોગિણિકા - રોગના કારણે સંસારથી વિરક્તિ થઈ જવાથી લેવામાં આવેલી દીક્ષા.
(૮) અનાદર - કોઈના દ્વારા અપમાનિત થવાથી લેવામાં આવેલી દીક્ષા અથવા મંદ ઉત્સાહથી લેવામાં આવેલી દીક્ષા.
(૯) દેવ સંજ્ઞપ્તિ - દેવો દ્વારા પ્રતિબોધ આપવાથી લેવામાં આવેલી દીક્ષા.
(૧૦) વત્સાનુબલ્પિકા - પુત્રસ્નેહના કારણે લેવામાં આવેલી દીક્ષા. દીક્ષાર્થીના સોળ ગુણ :
દીક્ષા લેનાર વ્યક્તિમાં નીચે લખેલા સોળ ગુણો હોવા જોઈએ : (૧) આર્ય દેશ સમુત્પન્ન : પ્રાયઃ આર્ય દેશમાં ઉત્પન્ન વ્યક્તિ દીક્ષા યોગ્ય હોય છે.
(૨) શુદ્ધજાતિ કુલાવિત ઃ જેની જાતિ અર્થાત્ માતૃપક્ષ અને કુળ અર્થાત્ પિતૃપક્ષ બંને શુદ્ધ હોય. પ્રાયઃ શુદ્ધજાતિ અને કુળવાળા સંયમનું નિર્દોષ પાલન કરે છે. કોઈ પ્રકારની ભૂલ થવાથી કુલીન હોવાના કારણે રથનેમિની જેમ સુધાર કરી લે છે. (૮૦૪
જિણધમો)