________________
“ભગવન્! હું સર્વ સાવદ્ય યોગ-પ્રત્યાખ્યાન રૂપ સામાયિકનો અંગીકાર કરું છું, જીવન પર્યત માટે ત્રણ કરણ, ત્રણ યોગથી મન-વચન-કાયાથી સાવધ યોગનું સેવન નહિ કરું, ન કરાવીશ અને ન કરતાં અનુમોદન કરીશ. હે ભગવન્! હું પોતાના પૂર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું, એની ગુરુ-સાક્ષીથી નિંદા કરું છું, આત્મ સાક્ષીથી ગહ કરું છું. હું પોતાના પાપયુક્ત આત્માને છોડું છું.”
ઉક્ત પ્રતિજ્ઞા કરતાં-કરતાં સાધક - ઉપાસક બધા પ્રકારનાં પાપોથી સ્વયંને પૃથક કરી લે છે. કોઈ પ્રકારનું પાપકર્મ કોઈપણ રૂપમાં ન કરવાની પ્રતિજ્ઞા કેટલી મહાન છે. આ મહાન પ્રતિજ્ઞાના કારણે જ આને “મહાવ્રતની સંજ્ઞા આપવામાં આવી છે. શ્રાવક દ્વારા અંગીકૃત વ્રતોમાં અનેક પ્રકારની છૂટ છે, તેથી તે અણુવ્રત છે. અણગાર દ્વારા સ્વીકૃત વ્રતોમાં કોઈ છૂટ ન હોવાથી “મહાવ્રત' કહેવાય છે. એવાં મહાવ્રતોનો સ્વીકાર કરનાર અણગાર સાચે જ મહાન છે, પૂજ્ય છે, વંદનીય છે અને અભિનંદનીય છે.
चरित्त धम्मे दुविहे पण्णत्ते तंजहा-अगार चरित धम्मे चेव, अणगार चरित धम्मे चेव ।
- ઠાણાંગ સ્થાન ૨, ઉ.
(૩)
(દીક્ષા : એક પર્યવેક્ષણ)
ચરિત્ર ધર્મની આ આરાધનામાં પ્રવેશને જૈન દર્શનમાં પ્રવ્રજ્યા” અથવા “દીક્ષા શબ્દથી અભિહિત કરવામાં આવી છે.
દીક્ષા' શબ્દ ભારતીય સંસ્કૃતિની પ્રત્યેક ધારામાં વ્યવહત થયો છે. બધી ધારાઓએ પોત-પોતાના ઢંગથી પોતાના માન્ય રૂઢ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ જૈન સંસ્કૃતિમાં દીક્ષા' શબ્દ ખૂબ મૌલિક અર્થોમાં પ્રયુક્ત થયો છે. તે દીક્ષાનો અર્થ છે - સત્યની ખોજ. માનવ જાતિના અત્યાર સુધીના ઇતિહાસમાં સત્યના ખોજની બે દિશાઓ રહી છે - એક દિશા બહાર છે, તો બીજી અંદર. એક બહિર્મુખ છે તો બીજી અંતર્મુખ.
જ્યારે માનવ મસ્તિષ્ક બહારમાં સત્યને શોધવું આરંભ કર્યું, તો એણે જડ પ્રકૃતિ તત્ત્વને જોયું, તે એની ઊંડાઈમાં પહોંચ્યું તો પરમાણુ અને એની વિરાટ શક્તિની શોધ કરી.
જ્યારે અંદર શોધ પ્રારંભ થઈ, તો પરમાત્મ-તત્ત્વને શોધી કાઢયું, બહારના વિશ્વથી પણ મોટું એક વિશ્વ માનવની અંદર છે. “પરીયાનું મહતો મહીયાન'ની એક અનંત
જ્યોતિ આ દેહના મૃત્-પિંડમાં સમાયેલી છે, જેને આપણે આત્મા કહીએ છીએ. એનું જ અનંત વિશુદ્ધ રૂપ જ તો પરમાત્મ-તત્ત્વ છે.
બંને પ્રકારનાં અન્વેષણ પોત-પોતાના પરિક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ છે, પરંતુ બહિર્લગતુનો પરિબોધ શબ્દ અભિવ્યંજના અને ભૌતિક ક્ષેત્ર સુધી જ સીમિત રહી જાય છે, જ્યારે અંતર્જગતમાં પરમાત્મ-તત્ત્વનો બોધ અનુભૂતિ બોધના ક્ષેત્રમાં આવે છે, શબ્દ બોધના ક્ષેત્રમાં નથી. (૮૦૨ -
- શિણામો)