________________
શ્રાવકે પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરતાં જાગવું જોઈએ ત્યાર પછી શ્રાવકે આત્મ દર્શન અને કર્તવ્ય વિચાર કરવો જોઈએ. હું કોણ છું, મારો ધર્મ શું છે, મેં કયા કુળમાં જન્મ લીધો છે, મેં કહ્યું-કયું વ્રત સ્વીકાર કરી રાખ્યું છે, મારું કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય તથા ધાર્મિક કર્તવ્ય શું છે?' વગેરે વાતોનો એ સમયે વિચાર કરવો જોઈએ. એવું કરવાથી એ દિવસનાં કાર્યોની પૂર્વભૂમિકા બની જાય છે અને પોતાના વ્રત, ધર્મ, કુળ વગેરેની વિચારણાથી એની વિરુદ્ધ આચરણ કરવાથી બચવાની સહજ પ્રેરણા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ દિવસ માટે કોઈ વિશેષ પ્રત્યાખ્યાન લેવું જોઈએ. ત્યાર પછી શારીરિક આવશ્યક ક્રિયાઓથી નિવૃત્ત થઈને ધર્મસ્તાનમાં જવું જોઈએ. ધર્મસ્થાનમાં જઈને વિધિવત્ સાધુ-સતીઓને વંદન કરવાં જોઈએ. ગુરુની પર્યાપાસનાથી વિશુદ્ધ થઈને શ્રાવક ગુરુના સન્મુખ પૂર્વગૃહીત પ્રત્યાખ્યાન પ્રકાશિત કરો અથવા ગુરુની સાક્ષીથી નવીન પ્રત્યાખ્યાન કરો. ત્યાર પછી પોતાનું શ્રાવકત્વ સાર્થક કરવા માટે ગુરુજનોથી જિનવાણીનું અનુરાગપૂર્વક શ્રવણ કરો. શ્રવણ કરતાં અર્થનું સમ્યક રીતિથી ચિંતન, મનન, નિદિધ્યાસન કરો. આગમવાણીથી જ્ઞાત થનારાં કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. સામાયિક, સંવર વગેરે શક્ય અનુષ્ઠાનોનું આચરણ કરવું જોઈએ અને દુઃશક્ય અનુષ્ઠાનોના આચરણની ભાવના રાખવી જોઈએ. જે વ્યક્તિ પોતાનાથી વધુ ઉચ્ચકોટિનાં અનુષ્ઠાનોનું આચરણ કરે છે, એમની પ્રશંસા કરવી જોઈએ. એવું કરવાથી ગુણોનું અનુમોદન થાય છે અને ગુણીઓને પ્રોત્સાહન મળે છે.
ધર્મસ્થાનમાં બેસીને વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો જોઈએ. તત્ત્વોનું ચિંતન કરવું જોઈએ. જે ગૂઢ પ્રશ્ન સમજમાં ન આવે તો ગુરુના સમીપ વિનયપૂર્વક પ્રશ્ન કરી એમનાથી સમાધાન મેળવવું જોઈએ. એવું કર્યા પછી શ્રાવકનું કર્તવ્ય છે કે તે ચતુર્વિધ સંઘ માટે હિતકારી અને કરવા યોગ્ય કાર્યની તરફ દૃષ્ટિપાત કરે. જ્ઞાનાભ્યાસી, રોગી, બાળ, વૃદ્ધ અને અન્ય સાધુઓને નિરવદ્ય આવશ્યક સામગ્રી સુલભ થાય, એનું ધ્યાન રાખો. સહધર્મી બંધુઓની સ્થિતિનો વિચાર કરો અને વિપક્ઝસ્તોની ઉચિત રીતિથી સહાયતા કરવાનો પ્રયત્ન કરો. કહ્યું છે -
स्वाध्यायं विधिवत् कुर्यादुद्धरेच्च विपद्हतान् ।
पक्वज्ञानदयस्ये व गुणाः सर्वेऽपि सिद्धिदाः ॥ તદનંતર વ્યાવહારિક કાર્યો પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આ પ્રવૃત્તિઓને કરતાં એ * હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ પ્રકારે નીતિ અને ધર્મનું ખંડન ન થાય. લૌકિક વ્યવહાર કરતાં શ્રાવકે નીચે મુજબની વાતો ઉપર ધ્યાન રાખવું જોઈએ :
(૧) નીતિમય અથર્જન (૨) પાપમય આજીવિકાનો પરિહાર (૩) લોકાપવાદ ભીરુતા (૪) વિભવોચિત યોગ્ય ક્ષેત્રમાં દાન (૫) રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિનો પરિહાર (૬) સામાજિક સંસ્થાઓનું પોષણ (૭) દુઃખી જીવો ઉપર યથાશક્તિ દ્રવ્ય અને ભાવથી અનુકંપા (૮) પરોપકાર (૯) જિન શાસનની ઉન્નતિ કરનારી વિવિધ પ્રવૃત્તિઓ અને (૧૦) બહુગુણ-અલ્પદોષમય પ્રવૃત્તિ.
ભોજનનો સમય હોવાથી નિયમિત રૂપથી સાત્ત્વિક ભોજન કરો. ભોજન કર્યા પછી પહેલાં નીચે મુજબની વાતોનું અનુષ્ઠાન કરવું ગૃહસ્થનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે, યથા
(૮૦૦) $ $ $ $
0.
0000 જિણધમો)