________________
बालाणं ढ अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण सइं भवे ॥
- ઉત્તરા, અ-૧,ગા-૩ અજ્ઞાની જીવ અકામ મૃત્યુથી મરે છે. એમને પુનઃ પુનઃ મરવું પડે છે. પરંતુ પંડિતજ્ઞાની પુરુષોનું સકામ મરણ થાય છે અને તે ઉત્કૃષ્ટ એક વાર થાય છે, એમને પછી મરવું નથી પડતું. તે મુક્ત થઈ જાય છે. - જે વ્યક્તિ મૃત્યુનો કોઈ વિચાર નથી કરતો, એ જ વિચારે છે કે – “હજુ તો હું ખૂબ જીવીશ, હજુ તો કામભોગોનું આસ્વાદન કરી લઉં. મૃત્યુ આવશે ત્યારે જોઈ લેવાશે.' કોણે પરલોક જોયો છે. કોઈ કહેવા પણ તો નથી આવતો હસ્તગત કામ-ભોગોને છોડીને પરલોકનાં કામ-સુખોની આશા કરવી વ્યર્થ છે. આમ, અજ્ઞાની જીવ નિઃશંક થઈને પાપકર્મોમાં રત રહે છે. જ્યારે એ અશુભ કર્મોના ફળસ્વરૂપ શરીરમાં વ્યાધિ કે કોઈ વિપત્તિ ઉપસ્થિત થાય છે તો તે હાય-તોબા મચાવે છે. જ્યારે મૃત્યુ સામે ઊભું હોય છે ત્યારે તે અજ્ઞાની ભયભીત થઈને રોવે-તડપે છે, પણ હવે શું થઈ શકે છે? આગ લાગવાથી કૂવો ખોદવાથી શું લાભ? તે અજ્ઞાની અકામ મરણથી મરે છે, અસમાધિમરણથી મરે છે. વારંવાર તે જન્મ-મરણ કરતો રહે છે. મૃત્યુથી પહેલાં કોઈ પ્રકારની તૈયારી ન કરવાનું આ દુષ્પરિણામ છે.
જે સાધક એ જાણે છે કે મૃત્યુ આવવું નિશ્ચિત છે, તેથી એવું કાર્ય ન કરું, જેનાથી મૃત્યુના સમયે પછતાવું પડે. સાથે તે પોતાના સ્વીકૃત અણુવ્રત કે મહાવ્રત રૂપ આચારવિચારનું બરાબર પાલન કરે છે. વ્રત વિરુદ્ધ કોઈ આચરણ નથી કરતા, ક્રમશઃ શરીરના પ્રતિ મોહ ઓછો કરે છે. મરણાંત સમયમાં એવા શીલવાન તથા બહુશ્રુત જનજીવન અને મૃત્યુમાં સમાન રહે છે. આ કારણે તે શાંતિની સાથે, સમાધિની સાથે મૃત્યુનું વરણ કરે છે.
તાત્પર્ય એ છે કે જ્યાં આત્મા, સુદેવ, સુગુરુ તથા સુધર્મની શ્રદ્ધાપૂર્વક આત્મધર્મમાં રહીને અંતિમ અવસર પર દેહત્યાગ કરો, એવું મૃત્યુ સમાધિમરણ છે. જ્યાં વિષય ભોગ, સ્વજન-કુટુંબ, ધન-સંપત્તિ વગેરે પદાર્થોમાં કે મોહમાયા યુક્ત સંસાર ભાવમાં રહેતા શરીર છૂટે છે તે અસમાધિમરણ છે. સંલેખના-સંથારાપૂર્વક થનારું મરણ સમાધિમરણ છે. સમાધિમરણ જો એકવાર પણ મળી ગયું તો અનંતકાળનું અસમાધિમરણ ટળી જાય છે. એવો છે સમાધિમરણનો અપૂર્ણ પ્રભાવ.
અનાદિ કાળથી જીવે દેહ, સ્ત્રી, પુત્ર વગેરેમાં મમત્વભાવ રાખીને અસમાધિમરણ પ્રાપ્ત કર્યું. પ્રત્યેક વાર એવાં જીવ મૃત્યુના સમયે આ પ્રકારે બાજી હારતો ગયો. સમાધિમરણથી મરનાર સાધક-જીવન અને મરણ બંનેને સાર્થક અને સફળ રહે છે. એના માટે મૃત્યુ પણ મહોત્સવ છે અને જીવન પણ મહોત્સવ છે. સંખના કરનાર સાધક સમાધિ અને બોધનો પાથેય લઈને મુક્તિપુરીની તરફ પ્રયાણ કરે છે.
(૯૮) 001
2002 2001 જિણધમો)