________________
(૩) નાવિલાસંસMો - સંથારાના કારણે મારો મહિમા (પ્રશંસા) થઈ રહ્યો છે, તેથી હું વધુ સમય સુધી જીવું તો સારું, એવી ઈચ્છા રાખવી.
(૪) નરસિંખમો - સંલેખના-સંથારાની મુશ્કેલી સહન નથી થતી, તેથી જલદી મરી જાઉં તો સારું, એવી ઈચ્છા કરવી.
(૫) TH-મોસંસMો - મને કામ-ભોગ વગેરેની પ્રાપ્તિ થાય, એ પ્રકારની અભિલાષા કરવી.
ઉક્ત પ્રકારની ઇચ્છાઓ કરવાથી સાધકનું સંલેખના વ્રત દૂષિત થાય છે. સંખનાનો ઉચ્ચ આશય આ પ્રકારની ઇચ્છાઓ કરવાથી પૂરો નહિ થાય, તેથી સાધકે પોતાની કામનાઓ અને ઇચ્છાઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એને નિષ્કામ ભાવથી આત્મ સ્વરૂપમાં અને પ્રભુ ચિંતનમાં લીન રહેવું જોઈએ. આ વ્રતની અવસ્થામાં સાધક શ્રાવક આ કોટિ પર પહોંચી જાય છે કે એના માટે જીવન અને મરણ, નિંદા અને પ્રશંસા, માન અને અપમાન, સુખ અને દુઃખનો દ્વન્દ્ર જ મટી જાય છે. આમ, શ્રાવક પરમ શાંતિ અને સમાધિની સાથે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરે છે. તે પરમ સમાધિમાં લીન થઈ જાય છે. સાગારી સંથારોઃ
જ્ઞાની સમ્યગુદૃષ્ટિ સારી રીતે સમજે છે કે જે જન્મ્યો છે, એનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. જે સૂર્ય પ્રાતઃકાળે ઉદિત થાય છે તે સંધ્યા સમયે અસ્ત થાય જ છે. જે ફૂલ ખીલે છે, તે અવશ્ય જ મૂરઝાય છે. એ જ રીતે મૃત્યુનું આગમન નિશ્ચિત છે, એનાથી ભાગવું કે છૂટવું અસંભવ છે. રાજા હોય કે રંક, ધનિક હોય કે નિર્ધન, સત્તાધારી હોય કે સત્તાહીન, પુણ્યવાન હોય કે પાપી, મૃત્યુ કોઈને નથી છોડતું. તે કોઈના સાથે છૂટ કે મૈત્રી નથી કરતું. તેથી શાસ્ત્રકાર કહે છે કે -
"जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥"
- ઉત્તરાધ્યયન, અ-૧૪, ગા-૨૭ “જે વ્યક્તિની મૃત્યુ સાથે મૈત્રી હોય, જે મૃત્યુથી દૂર ક્યાંક ભાગીને છૂટી શકતો હોય અથવા જેને આ નિશ્ચય થઈ જાય કે હું કદીયે નહિ મરું, તે ભલે સુખથી સૂઈ શકતો હોય કે આજનું કામ કાલ ઉપર છોડી શકે છે. પરંતુ ઉક્ત ત્રણેય વાતો અસંભવ છે. ચાહે તીર્થકર હોય, ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય, અહમિન્દ્ર હોય, ધન-કુબેર હોય કે અન્ય કોઈ વ્યકિત હોય, મૃત્યુ કોઈના સાથે દોસ્તી નથી રાખતું, ન કોઈના ભરમાવામાં આવે છે.
મૃત્યુનું આગમન જેટલું નિશ્ચિત છે, એટલું જ મૃત્યુનો સમય અનિશ્ચિત છે, અનિયત છે. મૃત્યુ ક્યારે આવી પડશે, એની ખબર સર્વસાધારણ મનુષ્યને નથી પડતી. તેથી વિચારક તથા આરાધક સાધક અપ્રમત્ત તથા સતર્ક થઈને પહેલાંથી જ શરીર તથા તત્સંબંધી જડ(૦૯) , ,
, જિણધર્મોો]