________________
સંલેખના-સંથારાને લઈને પ્રશ્ન કરી શકાય છે કે આ રીતે જાણી-જોઈને મરવું આત્મઘાત કેમ નથી? આનો જવાબ એ છે કે આત્મઘાતમાં નિરાશા, કંટાળો, કષાયોની તીવ્રતા વગેરે મુખ્ય કારણ હોય છે. ક્રોધ, મોહ વગેરે વિકારોથી ગ્રસ્ત થઈને કે સ્થળ જીવનની નિરાશાથી કંટાળીને અવિવેકી જીવ આત્મવધની મૂઢતા કરી બેસે છે. પરંતુ સંલેખના સંથારામાં એવા વિકારોને કોઈ સ્થાન નથી. સંલેખનાપૂર્વક સમાધિમરણમાં આધ્યાત્મિક વિરતા છે. જો કૃત સતુ-પ્રતિજ્ઞાઓનો ભંગ કરવાનો પ્રસંગ આવે છે તો તે પ્રતિજ્ઞાભંગની અપેક્ષા પ્રતિજ્ઞાનું પાલન કરતાં પ્રસન્નતાપૂર્વક મરણનો સ્વીકાર કરે છે. એવી વ્યક્તિ મૃત્યુથી નિર્ભય રહે છે અને એના માટે હંમેશાં તત્પર રહે છે. સંલેખના મરણને આમંત્રિત કરવાની વિધિ નથી, પણ પોતાના ઉપર આવનારા મૃત્યુના સ્વાગત માટે નિર્ભયતાપૂર્વક તૈયારી છે. જેમ કે કહ્યું છે -
मरण पडियार भूया, एसा एवं च ण मरणाणिमित्ता ।
जह गण्डच्छेय किरिया णो आय विराहणा रूपा ॥ સમાધિમરણની આ ક્રિયા મરણના નિમિત્તથી નથી પણ મરણના પ્રતિકાર માટે છે. જેમ કે ફોલ્લાના નતર લગાવવા આત્મ વિરાધના રૂપ નથી હોતું.
સંલેખના દ્વારા સમાધિમરણ પ્રાપ્ત કરવામાં ન કોઈ ભયને સ્થાન છે, ન દબાણ કે પ્રલોભનને. વિષય કષાય અને દેહના મમત્વના ત્યાગમાં પ્રીતિ હોવાથી સંલેખના કરવામાં આવે છે. પ્રીતિ બળપૂર્વક નથી કરાવવામાં આવતી. તેથી શ્રાવક મરણના અંત સમયમાં થનારી સંખનાનું પ્રીતિપૂર્વક સેવન કરનાર હોય છે. તે પ્રીતિપૂર્વક સંખનાનો સ્વીકાર કરતાં સ્વયંને કૃત-કૃત્ય સમજે છે, પોતાના જન્મને સફળ માને છે, સ્વયંને ધન્ય સમજે છે. શ્રાવકની દિનચર્યા :
જીવન નિર્માણ અને વિકાસ માટે નિયમિતતા અને વ્યવસ્થિતતા હોવી અનિવાર્ય છે. નિયમિત અને વ્યવસ્થિત જીવન પસાર કરનાર વ્યકિત જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. શ્રાવકનું જીવન પણ વ્યવસ્થિત તથા નિયમિત હોવું જોઈએ. તેથી ગ્રંથકારોએ શ્રાવકનાં દૈનિક કર્તવ્યોને બતાવનારી દિનચર્યાનું વર્ણન કર્યું છે. એ દિનચર્યા અનુસાર પોતાની દિનચર્યા રાખનાર શ્રાવક જીવન-ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરી કલ્યાણ અને નિર્વાણનો અધિકારી થાય છે. શ્રાવકની દિનચર્યા આ પ્રમાણે બતાવી છે -
ब्राह्म मुहूर्ते उत्तिष्ठेत् परमेष्टिस्तुतिं पठन् ।
किंधर्मा किंकुलश्चास्मि किंव्रतोऽस्मीति च स्मरन् ॥ શ્રાવકે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. ઓછામાં ઓછી બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે અવશ્ય જાગૃત થઈ જવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તનું જાગરણ ધાર્મિક તથા શારીરિક દૃષ્ટિબિંદુઓથી અત્યંત ગુણકારી છે. આ સમયના વાયુમંડળમાં એવાં તત્ત્વો વિદ્યમાન રહે છે, જે તન અને મનને, હૃદય અને મસ્તિષ્કને પ્રેરણા, સ્કૂર્તિ, ઉત્સાહ તથા ચેતના પ્રદાન કરે છે. જે વ્યક્તિ એવા સમયને ઊંઘમાં ખોવે છે, તે પોતાના જીવનની સુવર્ણ ઘડીઓ ખોઈ દે છે. તેથી શ્રાવકે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. [ સંલેખના જીવનની સંધ્યા છે. સંલેખના : જીવનની સંધ્યા
છ૯૯)
LOGG