________________
ચેતન પદાર્થો પ્રત્યે મોહ-મમતાથી રહિત થવાનો સતત પ્રયત્ન કરે છે. તે પહેલાંથી જ જ્ઞાન, ધ્યાન, સમાધિ અને આત્મશુદ્ધિ માટે સાવધાન થઈ જાય છે.
મૃત્યુનો કોઈ સમય નિશ્ચિત નથી. તે અકસ્માતે જ પ્રાણીઓ ઉપર હુમલો કરી દે છે અને એમના જીવનનું અપહરણ કરી લે છે. કેટલાક લોકો હંમેશાંની જેમ ઊંઘે છે અને ઊંઘતાઊંઘતા જ મૃત્યુનો ગ્રાસ (કોળિયો) બની જાય છે. એવી હાલતમાં ધર્મશીલ પુરુષોને હંમેશાં સાવધાન રહેવું જોઈએ. “કદાચ અચાનક મૃત્યુ આવી જાય તો આત્મા કોરો જ પરભવમાં ચાલ્યો જશે,' એવો ભય રાખીને રાતમાં ઊંઘતા સમયે ઇવર (સ્વલ્પ) કાળ માટે અર્થાત્ ઊંઘીને ઊઠવા સુધીના સમયે યથાયોગ્ય પ્રત્યાખ્યાન કરી લેવું જોઈએ એવા પ્રત્યાખ્યાનને સાગારી સંથારો કહે છે.
આમ, કોઈ ઉપસર્ગ, આતંક, અસાધ્ય વ્યાધિ વગેરેના ઉપસ્થિત થવાથી મૃત્યુની અનિશ્ચિત અવસ્થામાં પણ સાગારી સંથારો કરવામાં આવે છે. મૂળાચારમાં બતાવવામાં આવ્યું છે કે - “જીવિત રહેવામાં સંદેહ હોવાની સ્થિતિમાં એવો સંકલ્પ કરીએ કે આ સ્થાનમાં, આ કાળમાં મારું જીવન બચી ગયું તો જ્યાં સુધી ઉપસર્ગ રહેશે ત્યાં સુધી મારા આહાર વગેરેનો ત્યાગ છે. ઉપસર્ગ દૂર થવાથી જો જીવિત રહ્યું તો પારણું કરીશ, અન્યથા નહિ. નીચેના દોહાના ઉચ્ચારણ દ્વારા પણ સાગારી સંથારો ગ્રહણ કરવામાં આવે છે.
आहार, शरीर, उपधि, पचखू पाप अठार ।
मरण पाऊं तो वोसिरे, जीऊं तो आगार ॥ જ્યાં નિશ્ચય થઈ જાય કે આ ઉપસર્ગ વગેરેમાં હું જીવી શકીશ નહિ ત્યાં એવો ત્યાગ કરીએ કે - “હું બાહ્ય-આત્યંતર બંને પ્રકારના પરિગ્રહને તથા મન-વચન-કાયાથી પાપ ક્રિયાઓને છોડું છું. જે કંઈ મારા પાસે બાહ્ય-આત્યંતર પરિગ્રહ છે, એને તથા ચારેય પ્રકારના આહારોને તથા પોતાના શરીરને આજીવન છોડું છું.” સમાધિશરણઃ
मृत्युमार्गे प्रवृत्तस्य वीतरागो ददातु मे ।
સમાધિ વીથ પાથેય, યાવન્મલિતપુરા પુર: | - મૃત્યુ મહોત્સવ “જેમ યાત્રા પર જતા સમયે કુટુંબીજન, જનારાના સાથે માર્ગમાં ખાવા-પીવાની સામગ્રી રાખી દે છે, જેનાથી માર્ગમાં જનારાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. એમ, હે વીતરાગ દેવ ! હું મૃત્યુમાર્ગ પર અગ્રેસર થઈ રહ્યો છું. મને મુક્તિરૂપી નગરીમાં પહોંચવું છે. મુક્તિપુરી સુધી સકુશળ પહોંચવા માટે મને સમાધિ અને બોધ રૂપ પાથેય આપો, જેનાથી મારી યાત્રા સાનંદ પૂર્ણ હોય.”
મૃત્યુ તો બધા જીવોને અવશ્યભાવી છે, ચાહે તે જ્ઞાની હોય કે અજ્ઞાની, પરંતુ જ્ઞાની મૃત્યુની કળા જાણીને એને સફળ બનાવી લે છે, જ્યારે અજ્ઞાની મૃત્યુ કળાથી અજાણ હોવાના કારણે જીવન અને મરણ બંનેને અસફળ બનાવી લે છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'માં અકામ મરણ અને સકામ મરણ વિશ્લેષણ કરતાં કહેવામાં આવ્યું છે - [ સંખના જીવનની સંધ્યા જ
છ૯૦)